નવા વર્ષમાં ફિટ રહેવું હોય તો ફોલો કરો આ દેશી ડાયટ પ્લાન, ધડાધડ વજન ઉતરશે

0
1344
views

નવું વર્ષ ૨૦૨૦ માં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક પ્રતિજ્ઞા લે છે. મોટા ભાગના લોકો પોતાની જાતને વચન આપે છે કે તે પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપશે અને પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે જ સૌથી વધારે જરૂરી ખાવા-પીવા પર ધ્યાન આપશે. નવા વર્ષમાં નવી ડાયટ પ્લાન પર વિચાર કરી શકાય છે. ડોક્ટર સ્તુતિ ખરે સકસેના ના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીસના પેશન્ટનો ખાવા-પીવાનો અને ડાયટ પ્લાન અલગ હોય છે.

સામાન્ય લોકો હેવી લંચ અને ડિનર લેતાં હોય છે અને સવારે નાસ્તો નથી કરતા, જે ખોટી વાત છે. નાના ટુકડામાં વહેંચીને ડિયાબિટીસના રોગીઓએ પોતાનો આહાર લેવો જોઈએ. અહીં તમને એવા ડાયટ પ્લાન બતાવીશું જે પ્લાન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ પ્લાનમાં એવી ચીજ વસ્તુઓ છે જે ઘરેલું છે તો જાણીએ એવા ત્રણ ડાયટ પ્લાન ના વિશે.

આ છે એકદમ પૂરી રીતે દેશી ડાયટ પ્લાન

દિવસની સૌથી સારી શરૃઆત એક ગ્લાસ ગરમ પાણી પીને કરવી જોઈએ. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જશે અને દિવસભર તમે હલકો મહેસૂસ કરશો. તેના અડધા કલાક પછી એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ કે મધ ઊમેરી પીવું. તેનાથી લાંબો સમય સુધી ફાયદો રહેશે.

નાસ્તામાં પૂરું ધ્યાન આપવું તેમાં દરેક ચીજ-વસ્તુઓ ખાઈ શકો છો જેનાથી વાસ્તવમાં પેટ ભરાઈ જાય અને દિવસભર એનર્જી મળે જેમ હાઈ ફાઈબર યુક્ત ભોજન. બપોરના ખાવામાં રોટી, સલાડ, દાળ-ભાત, લીલી શાકભાજી અને દહી ખાઈ શકાય છે. ત્યારબાદ રાતના ખાવામાં જેટલી હલ્કી ફુલ્કી ચીજ-વસ્તુ લેશો તેટલું જ સારું છે.

રાત્રે ચોખા ખાવાથી બચવું જોઈએ અથવા તો બે ત્રણ રોટલી કોઈપણ લીલી શાકભાજી સાથે ખાવી જોઇએ. આ ડાયટ પ્લાનના વચ્ચે જ્યારે પણ ભુખ લાગે ત્યારે ડ્રાય ફૂડ ખાવું અને ફળનો જ્યુસ પીવો. આ દરેક ચીજવસ્તુઓની માત્રાનું જરૂર ધ્યાન રાખવું. અનેક સારા મોબાઇલ એપ માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાં કેલેરી કાઉન્ટ મળે છે. કેલેરી જેટલી ખર્ચ કરી શકો છો તેના અનુસાર જ ભોજન સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

આવી રીતે બનાવો સુપર હેલ્ધી ડાયટ પ્લાન

દરેક વ્યક્તિનો ડાયટ પ્લાન અલગ હોય છે. જરૂર નથી કે દરેક કોઇ સવારે ૬ થી ૭ વાગે ઉઠો. જે લોકો મોડા સુધી કામ કરે છે તેમના માટે આ આદર્શ ડાયટ પ્લાન કોઈ કામનો નથી, પરંતુ ડાયટને હેલ્ધી બનાવી રાખવામાં અમુક બેઝિક વાતો છે. જેમ કે દિવસમાં કોઇપણ સમયે દાળિયાને ભોજનમાં જરૂર સામેલ કરો. તે સવારે પેટ ભરવાનું કામ કરે છે અને રાતમાં હલકુ ભોજનનો વિકલ્પ પણ છે. પૌષ્ટિક તો છે જ. તેમાં લીલી શાકભાજી મેળવી અને પૌષ્ટિક બનાવી શકાય છે.

આવી રીતે દાળ અને લીલી પાંદડાવાળી શાકભાજીનું સેવન કરવાનું ચુકવું ના જોઇએ. રાતના ખોરાકમાં દાળ ખાવાથી બચવું જોઈએ. ડાયટ પ્લાન સિવાય દિવસમાં ક્યારેય પણ ભુખ લાગે ત્યારે ફળ ખાવા જોઈએ અને રાતના ખોરાકમાં માત્ર સલાડ થી કામ ચલાવી શકાય છે તેનાથી સારું કંઈ નથી.

મહિલાઓ માટે ડાયટ પ્લાન

મહિલાઓને ખાસ જરૂરિયાતોને જોવામાં આવે તો તમને ડાયટ પ્લાનમાં ખાસ ચીજો ઉમેરી શકાય છે. મહિલાઓ માટે નાસ્તામાં પૌઆ, ઉપમા અને તેની સાથે બદામ વાળું દૂધ ફાયદાકારક છે. સવારે બ્લેક કોફીનું સેવન કરવું. લંચમાં ભરપૂર પોષક તત્ત્વોથી ભરેલૂ ભોજન કરવું. જેમ કે સલાડ, રોટી, શાકભાજી, દાળ સીમિત માત્રામાં, ચોખા, મીઠાઈ. રાતના ખાવામાં પહેલા એટલે કે સાંજે ગ્રીન ટી કે ફળનો જ્યુસ પીવો. તે સમયે ચણા પણ ખાઈ શકો છો. રાતનો ખોરાક હળવો રાખવો. દિવસભર પર્યાપ્ત માત્રામાં પાણી પીવું.

નવા વર્ષમાં તમારો ડાયટ પ્લાન તમારી જરૂરિયાત, સુવિધા અને પ્રયાસો અનુસાર કઈ પણ હોય શકે છે, પરંતુ બે વાતો પર ધ્યાન આપવું સૌથી વધારે જરૂરી છે. પહેલું પૌષ્ટિક ભોજન અને નિયમિત વ્યાયામ. ખાવાપીવાનું ટાઇમ ટેબલ ગમે તે હોય પરંતુ આ બે વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સારું સ્વાસ્થ્ય હંમેશાં જળવાઇ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here