નાસાએ પહેલીવાર લોકોને સંભળાવ્યો સુર્યનો ઓરીજનલ અવાજ, તમે પણ અહિયાં સાંભળી શકો છો

0
1910
views

જૂના સમયથી જ સૂર્યને દેવતાના રૂપમાં માનવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રૂપથી સૂર્યદેવની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ બદલતા સમયની સાથે વિજ્ઞાનને લોકોના આ વિચારને સંપૂર્ણ બદલી દીધો છે. હવે વિજ્ઞાન એવો દાવો કરી રહ્યું છે કે સૂર્યનો પણ અવાજ હોય છે. શું સૂર્યનો પોતાનો કોઈ અવાજ હોય છે? જો હોય છે તો એ અવાજ કેવો હોય છે?

આ વાત પર શનિવાર ૪ જાન્યુઆરી સવારથી લઇને સમગ્ર દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ વાત પર ચર્ચા એટલા માટે ચાલી રહી છે કે પૂર્વ આઈપીએસ અધિકારી અને હાલના પોંડીચેરી રાજ્યપાલ કિરણ બેદીએ આ વાતને લઈને ૪ જાન્યુઆરી ૨૦૨૦ ના સવારે લગભગ ૮ વાગ્યે એક ટ્વિટ કર્યું.

કિરણ બેદીએ આ ટ્વિટમાં એક લિંક શેર કરી છે. જેમાં એવો દાવો કરવામાં આવેલ છે કે સૂર્યની કિરણો માંથી “ઓમ” નો અવાજ નીકળે છે. આ ટ્વિટમાં એવો પણ દાવો કરવામાં આવે છે કે હા હવજ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ રેકોર્ડ કરેલ છે. આ વાત બિલકુલ ખોટી છે. જેના લીધે કિરણ બેદીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જ્યારથી કિરણ બેદીએ આ ક્લિપ ને ટ્વિટર પર પોસ્ટ કરી છે ત્યારથી વારંવાર આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહેલ છે. ઘણા બધા લોકો આ ઓડિયો ક્લિપને ફેસબુક, વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે પરંતુ સત્ય તેનાથી બિલકુલ અલગ છે. આજે અમે તમારા માટે સૂર્ય નો ઓરીજનલ અવાજ લઈને આવ્યા છીએ.

સૂર્ય નો અવાજ હકીકતમાં નાસાના વૈજ્ઞાનિકોએ રેકોર્ડ કરેલ છે. સૂર્ય નો અવાજ સાંભળતાં પહેલા એ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે કે આખરે આ અવાજને કેવી રીતે રેકોર્ડ કરવામાં આવ્યો. સૂર્યના અવાજને રેકોર્ડ કરવાનું અશક્ય કામ નાસાના હેલિયોસ્ફેરયિક ઓબ્જવેર્ટરીના વૈજ્ઞાનિકે કર્યું છે. આ મિશન અને પૂર્ણ કરવામાં વૈજ્ઞાનિકોએ લગભગ ૨૦ વર્ષનો સમય લગાવ્યો હતો. હવે તે સવાલ ઉભો થાય છે કે સૂર્યમાંથી આખરે કેવો અવાજ આવે છે. નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સૂર્યની ચાલમાં થઇ રહેલ બદલાવને કારણે સૂર્ય માથી નીકળતી સૌર લહેરો અને વિસ્ફોટોને કારણે આ અવાજ નીકળે છે.

સૌથી વિશેષ વાત એ છે કે સૂર્યમાંથી નીકળતા અવાજની ફ્રિક્વન્સી એવી છે કે જેને લોકો ખુબ જ આસાનીથી સાંભળી શકે છે. આ અવાજ સતત નીકળતો રહે છે. પરંતુ મુશ્કેલી એ છે કે સૂર્યની આટલું નજીક કોઈ કેવી રીતે જઈ શકે છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ પોતાના ઉપગ્રહો અને વિજ્ઞાનની તાકાતથી આવું કરી બતાવ્યું હતું. વૈજ્ઞાનિકોએ આવું અનોખું કાર્ય કરી બતાવ્યું છે. નાસાએ સ્વયં આ ટ્વિટ કરીને જણાવ્યું હતું, નાસા દ્વારા આ ટ્વિટ ૨૦૧૮ માં કરવામાં આવેલ હતું. સાથોસાથ નાસાએ એ પણ જણાવ્યું કે સૂર્ય શાંત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here