નામનાં પહેલા અક્ષર થી જાણો તમારા લવ પાર્ટનરનો સ્વભાવ, ખુલી જશે બધાની પોલ

0
3075
views

દરેકને પોતાની રાશિ ખબર હોય છે. અને દરેકની રાશિમાં કંઈક સારું તો કંઈ ખરાબ લખાયેલું હોય છે. ઘણા માણસોને તો પોતાની રાશિ ઉપર એટલો વિશ્વાસ હોય છે કે કંઈપણ કાર્ય તે રાશિ મુજબ જ કરતા હોય છે. જેમકે આપણે બધા જાણીએ છીએ રાશિચક્રમાં કુલ બાર રાશિ હોય છે. અને દરેક રાશિના અલગ અલગ ગુણ અને દોષ હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી વિદ્યાઓ છે જે વ્યક્તિના સ્વભાવ વિશે જણાવે છે. જે વ્યક્તિના સ્વભાવ વિશે જણાવે છે તેવી એક વિદ્યા મારફતે દરેક વ્યક્તિ ના પહેલા અક્ષર થી તેમના સ્વભાવ વિશે જણાવીશું.

મેષ રાશિ

આ રાશિવાળા જાતક નો પ્રેમ થોડાક સમય માટે જ રહેશે. તેમની દરેક વાત માં જલ્દી હોય છે અને તેમનો સ્વભાવ રોમેન્ટિક હોય છે. અને તેના લીધે તેમના ઘણા સંબંધો હોય છે. જેટલા જલ્દી થી પ્રેમમાં પડે છે એટલા જલ્દી થી બહાર પણ નીકળી જાય છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા માટે પ્રેમ દુનિયા ની કોઈ પણ ચીજવસ્તુ થી વધુ મહત્વ હોય છે. આ માણસો વધારે પડતા ઈમોશનલ હોય છે અને એક વખત કોઈના સાથે દિલ લગાવે તો તેના પ્રત્યે સમર્પિત રહે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાડા પ્રેમ માટે એટલા ગંભીર નથી હોતા જેટલા તે દર્શાવે છે. તેના જીવનમાં એક સાથે ઘણા બધા માણસો હોય છે અને તે જલ્દીથી દરેક પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. તેમનું ઘણા બધા જોડે અફેર હોય છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા જાતક પોતાના પ્રેમની જવાબદારી પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે. અને આ જ વાતથી પોતાના પાર્ટનર સાથે પણ ઈચ્છતા હોય છે. અને ત્યારે જ તાલમેલ બની રહે છે. આ માણસોને લગ્ન પછી સફળતા મળે છે અને તે પોતાના પાર્ટનરને વધુ માન સન્માન આપે છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે ખુલ્લમખુલ્લા પ્રેમ કરવામાં વિશ્વાસ કરે છે. અને આવી જ ઈચ્છા તે પોતાના પાર્ટનર સાથે પણ રાખતા હોય છે. અવાજમાં મીઠા હોવાના લીધે બધા તમે તરફ આકર્ષાય છે. આ સાચા પ્રેમમાં વિશ્વાસ કરે છે અને જીવનભર પ્રેમ નિભાવે છે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા દેખાવના પ્રેમમાં જરાય માનતા નથી. તે ખૂબ જ ઈમોશનલ હોય છે અને તેમના દિલ થી જોડાવવુ વધુ જરૂરી હોય છે. સુંદર દેખાવ તેમના માટે વધારે જરૂરી નથી. તે પોતાના માટે કંઈ પણ કરે છે અને પાર્ટનર સાથે હંમેશા વફાદાર રહે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ સારું હોય છે.

તુલા રાશિ

તુલા રાશિવાળા જાતક એવા પાર્ટનર શોધતા હોય છે જેથી પોતાની લાઇફને બરાબર બનાવે. દરેક પરિસ્થિતિ માં તેમનો સાથ આપે. તેમને પ્રેમની સાચી ખબર હોય છે અને તેમનો સ્વભાવ મિલનસાર હોય છે. તેમની સાથે હંમેશા પરિવાર અને મિત્રો નો સાથ હોય છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા માટે પ્રેમ એક આગ હોય છે જેમાં તે સંપૂર્ણ રીતે બળવા તૈયાર હોય છે. તે દેખાવાનો પ્રેમ કરવો પસંદ નથી કરતા. તેમને પ્રેમની ઊંડાઈમાં ઊતરી જવુ વધુ પસંદ હોય છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે અને તે પ્રેમ દિલથી નિભાવે છે. તેમનામાં ઈર્ષ્યાની ભાવના વધુ હોય છે પોતાનો પાર્ટનર છો બીજા સાથે વધુ વાત કરી તો તેમને સારું નથી લાગતું.

ધન રાશિ

ધન રાશી વાળા માણસો પ્રેમને લઈને વધુ પડતાં સંવેદનશીલ અને ખુશમિજાજી હોય છે. તે પોતાની દરેક પળને ખુશીથી જીવવામાં વિશ્વાસ કરે છે. તે સારા પ્રેમી હોય છે પરંતુ તેમનો સંબંધ વધુ નથી રહેતો. જેના લીધે તેમના ઘણા પ્રેમી હોય છે.

મકર રાશિ

મકર રાશિ વાળા નો સ્વભાવ જિદ્દી હોય છે. અને તેના લીધે તેમને પ્રેમમાં ઘણી બધી સમસ્યા થતી હોય છે. આ માણસો પોતાના પાર્ટનર માટે વધુ ઈમાનદાર હોય છે. અને પોતાના પાર્ટનરથી પણ તેવી જ આશા રાખે છે. પરંતુ તેમની ઘણી આદતો પાર્ટનરને પસંદ નથી આવતી. અને તેના લીધે બંનેમાં અનબન રહે છે. તે સારા પ્રેમી શ્રેણીમાં નથી આવતા.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માણસોને ગુસ્સો ઓછું આવે છે. પરંતુ જ્યારે આવે છે ત્યારે તે પોતાની જાતને સંભાળી શકતા નથી. તેમણે તેવું જ પાર્ટનર જોઈતો હોય છે જે મુશ્કેલીમાં તેમને સંભાળી શકે. આ માણસો પ્રેમમાં ખૂબ જ ભાવુક હોય છે અને કોઈ પણ કામ દિલથી કરે છે. તે થોડાક મૂડી સ્વભાવના હોય છે તે જેને પણ પ્રેમ કરે છે તે નિસ્વાર્થભાવે કરે છે.

મીન રાશિ

મીન રાશિ વાળા માણસો ચંચળ સ્વભાવના હોય છે. તે ભાવુક પણ હોય છે અને તેથી તે જલ્દી વિપરીત લિંગ થી આકર્ષિત થઈ જાય છે. તે કોઈ પણ સાથે જલદી પ્રભાવિત થઈ જાય છે. તે પૂરા દિલથી સંબંધ નિભાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમનું દિલ ઘણીવાર તૂટી જાય છે. આવામાં તેમણે એવો પાર્ટનર જોઈએ જે તેમની ફીલિંગ્સ ને સમજે. તેમની લવ લાઇફ સામાન્ય હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here