મુસાફરી દરમ્યાન જો તમને ઉલ્ટી થાય છે? તો આટલી બાબતોનું રાખો ધ્યાન તો ક્યારેય નહીં થાય ઉલ્ટી

0
872
views

મુસાફરી કરતા સામે ઘણા લોકોને ઉલટી થાય છે. જો તમને પણ મુસાફરી કરતા સમયે ઉલટી થવાની પરેશાની રહેતી હોય તો તમે નીચે દર્શાવવામાં આવેલ પ્રયોગો કરી શકો છો. નીચે દર્શાવવામાં આવેલ ઉપાયોની મદદથી તમને મુસાફરી દરમિયાન ઉલટી નહીં થાય. ફક્ત એટલું જ નહીં પરંતુ નીચે બતાવવામાં આવેલ ઉપાયોની મદદથી મુસાફરી કરતા સમયે તમને ચક્કર નહીં આવે અને ગભરામણ જેવી પરેશાનીઓ પણ દૂર થશે.

પીપરમેન્ટ ખાઈ લેવી

મુસાફરી કરતા સમયે જો તમને ગભરામણ થવા લાગે અથવા તો ઊલટી જેવું થાય તો પીપરમેન્ટ ખાઈ લેવી. પીપરમેન્ટ ખાવાથી ગભરામણ થી રાહત મળે છે અને ઉલટી પણ થતી નથી. એટલા માટે જ્યારે પણ મુસાફરી કરો છો ત્યારે પોતાની પાસે પીપરમેન્ટ જરૂરથી રાખવી. ગભરામણ અથવા ઊલટી થવા લાગે એ પહેલા પીપરમેન્ટ જરૂરથી ખાઈ લેવી.

સુગંધી વસ્તુઓ પોતાની પાસે રાખો

ગભરામણ થવા અથવા ઉલ્ટી આવવા પર સુગંધી વસ્તુઓને સુંઘવાથી રાહત મળે છે. એટલા માટે હવે તમે જ્યારે મુસાફરી કરો છો ત્યારે સુગંધી વસ્તુ જેવીકે ગુલાબનું ફૂલ સાથે જરૂર રાખવું. એ સિવાય તમે ઈચ્છો તો પોતાના રૂમાલ પર સુગંધી અત્તર પણ છાંટી શકો છો. જ્યારે ગભરામણ અથવા ઉલ્ટી જેવું થાય ત્યારે રૂમાલને સુંઘી લેવો.

ચા પી લેવી

મુસાફરી દરમિયાન જો તમને ઉલટી અથવા ગભરામણ જેવું લાગે તો આદું અને લવિંગ વાળી ચા પી લેવી. આદુવાળી ચા પીવાથી ગભરામણ થતી નથી અને ઊલટીમાં પણ આરામ મળે છે. આ સિવાય તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ પી શકો છો.

સંતરુ ખાવું

સંતરુ ખાવાથી મન એકદમ હળવું થઈ જાય છે અને મોઢાનો સ્વાદ પણ સારો બની જાય છે. એટલા માટે મુસાફરી કરતા દરમિયાન પોતાની પાસે સંતરા જરૂરથી રાખવા અને ગભરામણ થવા પર સંતરા ખાઈ લેવા.

આ બાબતોનું રાખો ધ્યાન તો ક્યારેય નહીં થાય ઊલટી

  • બારી વાળી સીટ પર બેસવાથી ગભરામણ થતી નથી અને ઉલટી પણ આવતી નથી. એટલા માટે જ્યારે પણ મુસાફરી કરો ત્યારે હંમેશા બારી વાળી સીટ જ પસંદ કરો.
  • મુસાફરી કરતા સમયે ઘણા લોકોને મોબાઈલ પર ગેમ રમવાની આદત હોય છે. જે એકદમ ખોટી આદત છે. કારણ કે મુસાફરી દરમ્યાન મોબાઇલ પર ગેમ રમવાથી ચક્કર આવવા લાગે છે અને ગભરામણ થવા લાગે છે. મોબાઈલ ની જેમ તમે મુસાફરી કરતા સમયે પુસ્તક અથવા લેપટોપ નો પણ ઉપયોગ ન કરવો.

  • કોઈપણ મુસાફરી કરતા પહેલા ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું. કારણ કે અયોગ્ય ખાણીપીણીને કારણે મુસાફરી દરમિયાન પરેશાનિઓ ઉભી થઇ શકે છે.
  • મુસાફરી કરતા સમયે ફક્ત હળવો ખોરાક જ લેવો અને મસાલાવાળી ચીજો ખાવાથી બચવું. કારણ કે વધારે પડતી મસાલાવાળી ચીજો ખાવાથી ઉલટી થવાની શક્યતાઓ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here