એમ એસ ધોનીની આ ફોટોએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, ફેન્સ થયા દિવાના

0
541
views

એમ એસ ધોની ને ક્રિકેટના સૌથી મોટા ફિનિશર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેની સાથોસાથ તેઓ પોતાની ફિટનેસ માટે પણ મશહુર છે. હાલમાં એમ એસ ધોની કાશ્મીરમાં ઇન્ડિયન આર્મી સાથે ટ્રેનિંગ કરી રહ્યા છે પરંતુ તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ છે જે તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

હકીકતમાં આ તસવીરમાં ધોનીના કાફ (પિંડી) મસલ્સ દેખાઈ રહ્યા છે. ધોનીના પગનાં કટ્સ શાર્પ અને મજબૂત લાગી રહ્યા છે. તમને જણાવી દઇએ કે ધોની પોતાના મજબૂત કાફની મદદથી જ વિકેટ ની વચ્ચે આટલી સારી રનિંગ કરી શકે છે.

૩૮ વર્ષે પણ ધોની છે એકદમ ફિટ

એમ એસ ધોનીને જો વિકેટની વચ્ચે સૌથી સારો રનર કહેવામા આવે તો કઈ ખોટું નથી. ધોની વિકેટો વચ્ચે રનીંગની બાબતમાં ટીમ ઈન્ડિયાનો જ નહીં પરંતુ દુનિયામાં નંબર ૧ માનવામાં આવે છે. કપ્તાન વિરાટ કોહલી પણ ધોનીને રનિંગમાં ચુસ્ત માને છે.

ધોનીની રનિંગના ઘણા વિડિયો આ પહેલા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ચૂક્યા છે. એક વિડિયોમાં ૩૮ વર્ષીય ધોનીએ હાર્દિક પંડ્યા જેવા યુવા ક્રિકેટરને રનિંગમાં હરાવેલ છે, વળી બ્રાવો સાથે વિકેટો વચ્ચે રનિંગ કરવામાં ધોની જ જીતેલ હતો.

ધોનીના પગ ખૂબ જ મજબૂત

એક સારા એથલીટની પગની માંસપેશીઓ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે અને ધોની આ બાબતમાં પરફેક્ટ છે. બોલીવુડ એક્ટર જોન અબ્રાહમ પણ ધોનીના થાઈ મસલ્સના વખાણ કરી ચૂક્યા છે. ધોની પોતાના મજબૂત મસલ્સના આધાર પર જ સારી રનિંગ કરે છે. સાથો સાથ તેમણે મોટા શોટ્સ રમવાની તાકાત પણ તેમના પગ માંથી જ જનરેટ થાય છે. ધોની પોતાના પગની મજબૂત માંસપેશીઓને લીધે જ ક્યારેય પણ અનફીટ નથી થયો. તેમના સમગ્ર કેરિયરમાં કદાચ ક્યારેક જ માંસપેશીઓની સમસ્યા ઊભી થાઈ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here