રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ કાશ્મીર મુદ્દા પર શરૂ થયો હતો. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કાશ્મીર માં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. રાજ્યમાં ઘણી જગ્યા પર કરફ્યુ છે. સરકારે આ વાત પર ચર્ચા કરવી જોઈએ. બ તેના પર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દરેક વાત પર ચર્ચા કરવા માટે તૈયાર છું. કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં રવિવાર રાતના બાર વાગે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી હતી. મહેબુબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા અને ફારુક અબદુલ્લા સહિત ઘણા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.
સંસદ ભવન પહોંચવા પર પત્રકારોએ શાહને કાશ્મીર પર મોટા નિર્ણય લઈને સવાલ પૂછ્યા હતા, પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો નહીં અને હસીને અંદર ચાલ્યા ગયા હતા. કોંગ્રેસે બંને સદનમાં સ્થગન નોટિસ આપ્યું અને કાર્યવાહી પહેલાં ગુલામ નબી આઝાદ ની ચેમ્બરમાં બેઠક કરી. તે સિવાય મહેબુબા મુક્તિ ની પાર્ટી પીડીપી, એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી, મા કપા સમય ઘણા પક્ષના નેતા સંસદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે.
અમિત શાહે જણાવ્યું હતું કે સંસદમાં સંકલ્પ પાસ થવા બાદ, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અને સરકારી ગેઝેટમાં તેના પ્રકાશિત થયા બાદ જમ્મુ-કાશ્મીરના સંબંધમાં અનુચ્છેદ 370 ના બધાજ ખંડ લાગુ નહીં થાય. ગૃહમંત્રીએ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં આર્થિક પછાત વર્ગોને 10 ટકા આરક્ષણ સંબંધી બિલ પણ રજૂ કરશે. આ બિલ 28 જૂન માં લોકસભામાં પાસ થઈ ચુકેલ છે.
સાથોસાથ નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરમાં પુનર્ગઠન વિધેયકને પેશ કર્યું છે. જેના અનુસાર જમ્મુ કાશ્મીર થી લદાખ ને અલગ કરી દેવામાં આવેલ છે. લદાખ ને વિધાનસભા કેન્દ્રશાસિત પ્રદેશ વગર નો દરજ્જો આપવામાં આવેલ છે. અમિત શાહ તરફથી કહેવામાં આવેલ હતું કે લદાખ ના લોકોની લાંબા સમયથી માગણી હતી કે લદાખ અને કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેથી ત્યાં રહેવાવાળા લોકો. પોતાના લક્ષ્યને હાંસલ કરી શકે.
અમિત શાહ દ્વારા રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાનો સંકલ્પ રજૂ કરવામાં આવેલ હતો, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭મી ઓગસ્ટના રોજ દેશને સંબોધિત કરશે. આ સિવાય તેઓ સર્વદલીય બેઠક પણ બોલાવી શકે છે. જેમાં પ્રધાનમંત્રી આ નિર્ણય વિશે જાણકારી આપશે.