પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલનો લોકપ્રિય ટેલિવિઝન શો “મેન વર્સીસ વાઇલ્ડ” માં નજર આવશે. શો નાં હોસ્ટ બેયર ગ્રીલ દ્વારા આ વાતની જાણકારી પોતાના ટ્વિટર પોસ્ટમાં આપવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી ૧૨ ઓગસ્ટ ના રાતના નવ વાગે પ્રસારિત થતા શોમાં નજર આવશે. ગ્રીલ્સ દ્વારા એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં તેમની સાથે મોદી નાની હોળીમાં નદી પાર કરતા તથા જંગલની ચઢાઈ કરતા જોવા મળી રહેલ છે.
ગ્રીને ટ્વિટ કર્યું કે, “૧૮૦ દેશના લોકો ખુબ જ જલ્દી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન જોવામાં આવેલા ભાગ થી પરિચિત થશે. મોદી બતાવશે કે કેવી રીતે ભારતમાં વન્ય જીવોના સરક્ષણ માટે જાગૃતતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તન માટે કામ થઈ રહેલ છે. “મેન વર્સીસ વાઇલ્ડ” માં મારી સાથે પ્રધાનમંત્રી મોદી ને ડિસ્કવરી પર ૧૨ ઓગસ્ટના રોજ જુઓ.”
ગ્રીલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ વીડિયોમાં મોદી સ્પોર્ટ્સ ડ્રેસમાં જોવામાં આવી રહેલ છે. પ્રધાનમંત્રી મોદી ગ્રિલનું ભારતમાં સ્વાગત કરે છે. પછી વાંસમાંથી બનેલી એક હથિયાર ને પકડેલ નજર આવે છે. તેઓ કહે છે કે, હું આ હથિયારને તમારા માટે પોતાની સાથે રાખીશ. ત્યારબાદ ગ્રીલ હસીને કહે છે કે, તમે ભારતના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો, મારું કામ તમારી સુરક્ષા કરવાનું છે.
આ શો ને પશુ સંરક્ષણ અને પર્યાવરણની જાગૃતતા ને ફેલાવવા માટે શૂટિંગ કરવામાં આવેલ છે. આ શો ૧૨ ઓગસ્ટના રાતના નવ વાગ્યે ડિસ્કવરી ચેનલ માં પ્રસારિત થશે. આ બીજી વખત છે કે જ્યારે કોઈ રાષ્ટ્ર પ્રમુખે “મેન વર્સીસ વાઇલ્ડ” શો નો હિસ્સો બનેલ હોય. આ પહેલાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ૨૦૧૫ માં અલાસ્કામાં એક વિશેષ એપિસોડ માં ભાગ લીધો હતો.