મોબાઇલ ગ્રાહકો માટે ખુશખબરી, વેડિંગ મશીનમાં પૈસા નાંખીને ખરીદી શકશો મોબાઇલ, જાણો કેવી રીતે

0
254
views

Xiaomi સસ્તા સ્માર્ટફોન ની સાથે-સાથે હવે લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ પર પણ ધ્યાન આપી રહ્યું છે. બલ્બ, વાયરલેસ, જાડુ અને ત્યારબાદ કંપની “Mi Express Kiosk” લાવવાની તૈયારીમાં છે. Xiaomi માં એલાન કર્યું છે કે ભારતમાં “Mi Express  Kiosk” ઇનિશિયેટિવ ચાલુ કરશે. આ Kiosk માં એક વેડીંગ મશીન હશે જેનાથી તમે Xiaomi સ્માર્ટફોન અને એસેસરીઝ ખરીદી શકો છો.

કંપનીના આ પ્રોડક્ટ ના આવવાથી લોકોને ફોન ખરીદવા માટે સેલની રાહ નહીં જોવી પડે. અત્યાર સુધી તમે વેડિંગ મશીનથી ચોકલેટ કાઢીને ખાતા હતા તેવી રીતે હવે પૈસા નાખી અને કોઈ બટન દબાવશો તો તેમાં થી Xiaomi ફોન નીકળશે.

ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ થી પણ કહી શકશો પેમેન્ટ

Xiaomi ના ગ્લોબલ મનુકુમાર જૈને બેંગ્લોરના માન્યતા ટેક પાર્ક માં પહેલા કિઓસ્ક નો ઉદઘાટન કર્યું છે. આ કિઓસ્ક માં કોઈપણ રીતે પેમેન્ટ કરી શકાય છે. ગ્રાહક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કેશ, યુપીઆઈ માંથી પેમેન્ટ કરશે. વેડીંગ મશીન થી કોઈપણ સામાન આસાનીથી ખરીદી શકાશે.

કિઓસ્ક મશીનની સાથે એક નવી રિટેલ સ્ટ્રેટેજી ચાલુ કરી છે તેનાથી તે ડાયરેક્ટ કન્ઝ્યુમર સુધી તેમની પહોંચ બનાવી શકે છે. આ રીતે કંપની પોતાનો ઓપરેશનલ કોસ્ટ ઓછું કરી રહી છે. Xiaomi ના દ્વારા “Mi Express Kiosk” માં લોકોની ઓળખ વધશે અને ઓફલાઈન માર્કેટમાં બધા વેડીંગ મશીન થી ફોન ખરીદી શકશે. કંપનીએ કહ્યું કે આ કિઓસ્ક ઉપર તે જ કિંમત હશે જે mi.com પર હોય છે.

તેના પહેલા Xiaomi લોન્ચ કર્યો સ્માર્ટ બલ્બ

શીઓમીએ હમણાં જ Mi LED સ્માર્ટ બલ્બ લોન્ચ કર્યો છે. આ બલ્બની સૌથી ખાસ વાત એ છે કે તેમાં Mi Home App નો સપોર્ટ આપ્યો છે. જેની મદદથી ગ્રાહક બલ્બને ઓન અને ઓફ કરી શકે છે. Xiaomi નું કહેવું છે કે આ બદલ ૧૧ વર્ષ સુધી ચાલશે. અને આ સ્માર્ટ બલ્બ 1.6 કરોડ કલરની સપોર્ટ કરશે.

આ સ્માર્ટ એલઇડી બલ્બ અમેઝોન ના Alexa, Google અસીસ્ટેટ જેવા વોઇસ અસીસ્ટેટ ને સપોર્ટ કરશે. Xiaomi જણાવ્યું કે એમાઈ એલીડી સ્માર્ટ બલ્બ નો ઉપયોગ કરવા માટે ગ્રાહકને કોઈ બ્રિજ કે હબ ની જરૂર નહિ પડે. એટલે કે યુઝર્સ તેને Mi હોમ એપ દ્વારા કંટ્રોલ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here