મોબાઇલ અને કોમ્પુટરમાં Keyboard નાં લેટર ABCD ના બદલે QWERTY ફોર્મેટમાં શા માટે હોય છે?

0
471
views

ખટ… ખટ… ખટ… ખટ… આવો જ કંઈક અવાજ કરે છે તમારું કીબોર્ડ જ્યારે તમે ઓફિસમાં જલદી જલદી કામ કરી રહ્યા હોય છે. તમે ટાઈપ કરો છો અને કી-બોર્ડ ઝડપથી તમારી બધી જ વાતો લખતું જાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે કી-બોર્ડ પર બનેલા આ બટન આલ્ફાબેટ ઓર્ડરમાં એટલે કે, A, B, C, D…, ઓર્ડરમાં કેમ નથી? અત્યારે જેટલા પણ લેપટોપનું કી-બોર્ડ અથવા તમારા સ્માર્ટફોનનું કી-બોર્ડ છે તે QWERTY ફોર્મેટ માં શા માટે છે? તો ચાલો અમે તમને તેનો જવાબ આપી જ દઈએ છીએ. તમને એક ટાઈપરાઈટર નો ફોટો બતાવીએ છીએ જે QWERTY ફોર્મેટ માં હતું.

મતલબ કે આપણા કોમ્પ્યુટર આવ્યા પહેલા કીબોર્ડનું આ ફોર્મેટ ચલણમાં હતું. આ સ્ટાઇલને Chritopher Latham Sholes એ બનાવી હતી. પરંતુ પહેલાં આવું હતું નહીં, પહેલા ટાઈપરાઈટર ના કી-બોર્ડ પણ A, B, C, D ફોર્મેટ માં આવતા હતા. પરંતુ તેનાથી ટાઈપ કરવાની સ્પીડમાં સુવિધા રહેતી ન હતી, જેવી આજે છે. ઘણા લોકોએ ટાઈપીંગની સ્પીડ વધારવા માટે કંઈક ને કંઈક એક્સપરિમેન્ટ કર્યા, પરંતુ જે સફળ મોડલ સામે આવ્યું તે આજનું QWERTY મોડેલ હતું. તેનાથી લખવામાં પણ સરળતા રહેતી હતી અને સ્પીડ પણ જળવાઈ રહેતી હતી.

ચાલો તમને જણાવીએ કી-બોર્ડના Evolution વિશે

સૌથી પહેલા આવ્યું Chritopher Latham Sholes નું આ QWERTY વાળું Typewriter. પરંતુ કી-બોર્ડ વાળા ટાઈપરાઈટર માં લખવામાં થોડી મુશ્કેલી રહેતી હતી. તેનું કારણ હતું કે Keys ની વચ્ચે એટલી જગ્યા રહેતી ન હતી જેટલી આજના સમયમાં છે. તે સમયમાં ટાઈપરાઈટરની Keys મોટી અને જાડી નથી હતી, જેના લીધે ઝડપથી ટાઈપ કરવામાં મુશ્કેલી થતી હતી.

ત્યારબાદ પણ Sholes જેવા ડિઝાઇનરે તેમાં અમુક બદલાવ કરવાનું વિચાર્યું અને સામે આવ્યું આવું કીબોર્ડ.

QWERTY પહેલા ABCD વાળા કીબોર્ડ થોડા આવા દેખાતા હતા. તે ઓર્ડરમાં તો હતા પરંતુ હવે આપણને જોવામાં થોડા અજીબ લાગશે.

થોડા સમય માટે DVORAK મોડલ પણ આવ્યું, જે Alphabetical તો ન હતું, પરંતુ એટલું સુવિધાજનક પણ ન હતું.

જોકે હવે આપણે QWERTY કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે ટાઈપિંગ વધારે સારું અને સરળ બની ગયું છે. પરંતુ શરત માત્ર એટલી છે કે હાથ અને આંગળીઓને યોગ્ય જગ્યાએ રાખવાનું જાણતા હોય.

કોમ્પ્યુટરનું કી-બોર્ડ બાકી બધા થી સારુ હોય છે કારણ કે તેની Keys એકબીજાથી થોડા અંતરે આવેલી હોય છે. જેના લીધે આપણે કોઈપણ પરેશાની વગર સરળતાથી અને ઝડપથી ટાઈપ કરી શકીએ છીએ. વળી કોમ્પ્યુટરના કી-બોર્ડમાં પણ પાછલા થોડા સમયથી ઘણા બદલાવ આવ્યા છે. તે ફક્ત તમને જૂની સિસ્ટમમાં અને Macbook જેવા લેપટોપ માં જોવા મળશે.

મતલબ કે જો તમે ઝડપથી ટાઈપ કરો છો તો તેનું શ્રેય ફક્ત તમને જ નહીં પરંતુ એ બધા લોકોને જાય છે જેઓએ ટાઈપીંગની સ્પીડ ને સરળ અને ઝડપી બનાવવા માટે સતત પ્રયત્નો કર્યા છે. તો ચાલો એકવાર એ બધા લોકોને થેન્ક્યુ કહી દઈએ.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here