જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવવા તથા રાજ્યના ટુકડા કરવાની શરૂઆત હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જુન મહિનાના ત્રીજા સપ્તાહમાં જ થઇ ચૂકી હતી. જ્યારે તેઓએ છત્તીસગઢ કેડરના આઇએએસ અધિકારી બીવીઆર સુબ્રમણ્યમ ને જમ્મુ-કાશ્મીરના નવા મુખ્ય સચિવ નિયુક્ત કર્યા.
સુબ્રમણ્યમ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ ના રૂપમાં પ્રધાનમંત્રી સાથે પહેલાં પણ કામ કરેલ હતું. તેઓ નરેન્દ્ર મોદીના મિશન કાશ્મીર ના મુખ્ય અધિકારીઓમાના એક હતા. મિશન કાશ્મીર નું દરેક કામ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવેલ હતું, જે તેઓ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ ની સાથે મળીને કરી રહ્યા હતા. જેમાં કાનૂન અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્તવ, અતિરિક્ત સચિવ કાનુન (ગૃહ મંત્રાલય) આર.એસ. વર્મા, એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબા તથા કાશ્મીર ખંડની તેમની પસંદ કરવામાં આવેલ ટીમ સામેલ હતી.
અમિત શાહે બજેટ સત્રની શરૂઆત પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત અને તેમના સહયોગી ભૈયાજી જોશી ને ધારા 370 હટાવવા અને જમ્મુ તથા કાશ્મીર બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેચવાના કેન્દ્ર સરકારના વિચારથી અવગત કરાવી દીધા હતા.
કાનૂની સલાહ સૂચનો બાદ અમિત શાહનું ધ્યાન ધારા 370 હટાવ્યા બાદ ઘાટીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા પર હતું. અમિત શાહ સાથે જોડાયેલ એક સૂત્રે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની સલાહ પર અમિત સાહેબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ઘણી વખત બેઠક કરી હતી.
ડોભાલે જાતે શ્રીનગર જઈને મોરચો સંભાળ્યો
સૂત્રોએ જણાવ્યું હતું કે શાહ જ્યારે એક વખત કાશ્મીરની સ્થિતિ ની પોતે સમીક્ષા કરી લીધી ત્યારબાદ ડોભાલને સુરક્ષાની દૃષ્ટિએ સ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. NSA એ ત્યાં ત્રણ દિવસ સુધી ડેરા જમાવ્યા હતા. ત્યારબાદ 26 જુલાઇના રોજ અમરનાથયાત્રા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારબાદ બધા જ પર્યટકોને ઘાટી માંથી નીકળવાની સલાહ પણ ડોભાલ દ્વારા જ આપવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્રીય અર્ધસૈનિક બળોની ૧૦૦ વધારા ની કંપનીઓ સુરક્ષાની દ્રષ્ટિથી મુકવામાં આવી.
સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી પુરી પ્લાનિંગ
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ સુબ્રમણ્યમ જે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રાલય સાથે સંપર્કમાં હતા, તેઓએ ગ્રાઉન્ડ ઝીરો પર ઘણા સુરક્ષાના પગલાં ઉઠાવવા માટે નો પ્લાન તૈયાર કર્યો. સેના, સુરક્ષા એજન્સીઓ અને કેન્દ્રીય અર્ધસૈનિક બળો ના પ્રમુખ, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રાજ્યના મુખ્ય સચિવ સાથે 24 કલાક સંપર્કમાં હતા.
પૂરી પ્લાનિંગ સાથે જમ્મુ કાશ્મીરમાં ધારા ૧૪૪ લગાવવામાં આવી
4 ઓગસ્ટ ની મહત્વપૂર્ણ રાત્રિએ મુખ્ય સચિવે પોલીસ મહાનિર્દેશક (જમ્મુ કાશ્મીર) દિલબાગ સિંહને ઘણા નિવારક પગલાં માટેના નિર્દેશ આપ્યા, જેમાં પ્રમુખ નેતાઓની ધરપકડ, મોબાઈલ અને લેન્ડલાઈન સેવાઓ બંધ કરવી, ધારા 144 લાગુ કરવી તથા ઘાટીમાં કરફ્યુ દરમિયાન સુરક્ષા બળનું પેટ્રોલિંગ વધારવું સામેલ હતું.
પત્રકારોને પણ શાહે આપી સૂચના
આ દરમિયાન અમિત શાહે પ્રમુખ પત્રકારો (જેમની ગૃહ મંત્રાલય સુધી પહોંચી હતી) ની સાથે બંધ દરવાજા માં બેઠક કરી અને આ ઉચ્ચ સંવેદનશીલ મુદ્દા પર સંતુલિત રિપોર્ટિંગ કરવાની સૂચના આપી. શાહનો મુખ્ય મુદ્દો ગુપ્તા જાળવી રાખવાનો હતો, જ્યાં સુધી તેઓ આ વિધેયકને રાજ્યસભામાં 5 ઓગસ્ટના સંસદમાં રજૂ ના કરે.
સૂત્રોએ જણાવ્યું હતું કે બીજી ઓગસ્ટના શાહને ભરોસો થઈ ગયો હતો કે તેમની પાર્ટીને રાજ્યસભામાં પર્યાપ્ત સમર્થન પ્રાપ્ત થઈ ગયેલ છે અને સોમવારના ઉચ્ચ સદનમાં આ ઐતિહાસિક વિધાયક (જમ્મુ કાશ્મીર ના ટુકડા કરવા) ને રજુ કરવામાં આવ્યું. આ દરમિયાન ભાજપના સાંસદોને સુચના આપવામાં આવેલ હતી કે તેઓ સંસદમાં ઉપસ્થિત રહે, જ્યાં મહત્વપૂર્ણ વિધેયક પસાર કરવામાં આવનાર છે.
રાષ્ટ્રપતિને પણ ભરોસામાં લેવામાં આવ્યા હતા
ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે આખરે મોદી અને શાહે સોમવારના મંત્રીમંડળની બેઠક બોલાવી અને મંત્રીઓને કાશ્મીરની જાણકારી આપવાનો નિર્ણય કર્યો. આ રીતે કાનૂન અને ન્યાય મંત્રાલય અને ધારા 370 નાબૂદ કરવાની અધિસુચના રાષ્ટ્રપતિ પાસેથી ઝડપથી કરાવવાનું કામ સોંપવામાં આવ્યું.
રાજ્યસભામાં જ્યારે ધમાલ વચ્ચે સોમવારના અમિત શાહે બિલ રજુ કર્યું ત્યારે ભાજપના એક સાંસદે પ્રતિક્રિયા આપેલ કે, “શાહનું મિશન ક્યારે નિષ્ફળ નથી જતું, તેઓ સરદાર (વલ્લભભાઈ પટેલ) છે.”