મીડિયાને આજીજી કરીને ડિલીટ કરાવી હતી અભિષેકે ઐશ્વર્યાની આ તસ્વીરો, કહ્યું કે – પ્લીઝ ડિલીટ કરી દો

0
2623
views

બોલીવુડમાં દરેક સમયે કંઇક ના કંઈક એવું બનતું જ રહે છે, જેના કારણે સોશિયલ મીડિયા તેમ જ કલાકારોની જિંદગીમાં ખળભળાટ મચી જાય છે અને આને કારણે ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે અભિનેતા અથવા અભિનેત્રીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  આ વખતે બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન સાથે કંઈક આવું જ બન્યું.

કેટલીક તસવીરો ખૂબ ખરાબ રીતે વાઇરલ થઈ જાય છે, જેના કારણે ઘણી વાર સીતારાઓને ટ્રોલ કરવામાં આવે છે અને લોકોમાં તેની મજાક ઉડાવે છે. હકીકતમાં, ફોટોગ્રાફરે એશ્વર્યા રાય બચ્ચનની એવી તસવીરો કેમેરામાં કેદ કરી હતી કે જેના લીધે અભિષેક બચ્ચનને મીડિયાને કહેવું પડ્યું હતું કે કૃપા કરીને આ ફોટોને ડિલીટ કરી નાખો.

હકીકતમાં એવું બન્યું કે બોલીવુડની સુંદરતાની પૂતળી કહેવાતી બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન અને તેના પતિ અભિષેક બચ્ચન, બચ્ચન પરિવારની પુત્રવધૂ બન્ને એક પાર્ટી માં જતા હતા. આ પાર્ટી મનીષ મલ્હોત્રાના ઘરે હતી. તમને જણાવી દઈએ કે કરણ જોહર પણ તેમની સાથે પાર્ટીમાં હાજર હતા. જેવો મનીષ મલ્હોત્રા દ્વારા આયોજિત પાર્ટીનો અંત આવ્યો ત્યારે, આ સ્ટાર્સ પોતપોતાના ઘરે જવા નીકળ્યા, ત્યારે ફોટોગ્રાફરોએ બધાના ફોટો ક્લિક કર્યા.

આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફરોએ એશ્વર્યા રાય બચ્ચનના ફોટા પણ લેવાનો પ્રયત્ન કર્યો. તમને જણાવી દઈએ કે પાર્ટીના આ પ્રસંગે એશ્વર્યા રાય બચ્ચને શોર્ટ ડેનિમ ડ્રેસ પહેર્યો હતો. આવી સ્થિતિમાં, એશ્વર્યાની કારમાં બેસતી વખતે, એવા કેટલાક ફોટો ક્લિક થયાં કે જ્યારે અભિષેક બચ્ચનને નજરે પડતા તેમને ફોટોગ્રાફરને કહેવું પડ્યું કે કૃપા કરીને આ ફોટો કાઢી નાખો.

ફોટો જોઈને ભડકી ગયા અભિષેક

અભિષેક તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચનનો ફોટો જોતાની સાથે જ તે ચોંકી ગયો.  જોકે, જે ફોટો લેવામાં આવ્યો તે સામાન્ય હતો, પરંતુ કેટલાક એવા ફોટા પણ હતા જે અભિષેક બચ્ચનને પસંદ ન હતા, ત્યારબાદ તે ફોટા જોઈને ભડકી ગયો અને ફોટોને ડિલીટ કરાવી નાખ્યા. ખરેખર, જે એંગલથી એશ્વર્યાની તસવીરો લેવામાં આવી હતી તે યોગ્ય નહોતું કારણ કે તેનો ડ્રેસ ટૂંકો હતો. પરંતુ બીજા ઘણા ફોટોગ્રાફરો હતા જેમની પાસે કેટલાક ફોટા તેમના કેમેરામાં બાકી હતા અને જે પાછળથી લીક થયા હતા. અહીં, જુનિયર બિગ બીની પત્ની પ્રત્યેની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

મીડિયા પણ સંભાળ રાખવી જોઈએ

એવા ઘણા પ્રસંગો હોય છે જ્યારે અભિનેતાઓને “ઉપ્સ મોમેન્ટ” નો શિકાર બનવું પડે. આ ઉપ્સ મોમેન્ટને અભિષેકે કાઢી નાખી. પરંતુ આવા ઘણા સીતારાઓ છે, જેમની ઉપ્સ અને ઓકવર્ડ મોમેન્ટ કેમેરા માં કેદ થઈ જાય છે. મીડિયાકર્મીઓએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ન્યુઝ બનાવના ચક્કરમાં આવા ફોટોગ્રાફ કોઈના ક્લિક ન કરવા જોઈએ અને કદાચ ભૂલથી થઈ જાય તો એને ડિલીટ કરી નાખવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here