મિત્રો, દર વર્ષે નવરાત્રિના આવવાની સાથે જ પૂરા દેશ માં તહેવારનું વાતાવરણ સર્જાય જાય છે. દરેક લોકો આ ઉત્સવ ખૂબ જ ધામ ધૂમ થી ઉજવે છે. આ સમયગાળા દરમિયાન માતાજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. લોકો ઘરે પણ દુર્ગાપૂજા કરે છે. નવરાત્રીમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતાજી તેમના ઘરે જરૂર પધારે. આ સ્થિતિને વધુ પ્રભાવિત બનાવવા માટે તમારે નવરાત્રી પહેલાં ઘરે અમુક કામ કરી લેવા જોઈએ. જો તમે આ પહેલાં કરો છો, તો તમને માતા રાણીનો આશીર્વાદ ચોક્કસપણે મળશે. આ સાથે માતાજી તમારા ઘરે પધારશે. તો ચાલો કોઈ વિલંબ કર્યા વિના આ કામો પર એક નજર કરીએ.
સાફ સફાઈ
માતાજી ફક્ત તે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સકારાત્મક ઉર્જાનું સ્તર ઊંચું હોય. જો ઘરમાં ગંદકી હશે તો નકારાત્મક ઉર્જા વધુ ફેલાશે. આ નકારાત્મક ઉર્જા તમારા ઘરનું વાતાવરણ પણ બગાડી શકે છે. તેથી તે મહત્વનું છે કે તમે નવરાત્રી પહેલાં તમારા ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરી લો. સ્વચ્છ મકાનમાં સકારાત્મક ઉર્જા વધારે હોય છે. જે માતાજીને આકર્ષિત કરે છે. આ રીતે માતાજી ચોક્કસપણે નવરાત્રીના દિવસોમાં તમારા ઘરે પ્રવેશ કરશે.
સજાવટ
નવરાત્રી દરમિયાન તમેં સજાવટનું પણ ખાસ ધ્યાન રાખો. જો તમે તમારૂ ઘર સારી રીતે સજાવી ને રાખો છો, તો માતાજીને તમારી મહેનત અને લગન દેખાશે. તેમને લાગશે કે તમે નિષ્ઠાપૂર્વક તેમને તમારા ઘરે આમંત્રિત કરવા માંગો છો. આવી સ્થિતિમાં તે નિશ્ચિતપણે તમારા ઘરે પધારશે. આ સિવાય જો નવરાત્રી પર લાઇટ અને ડેકોરેશન હોય તો આપણું મન પણ આપમેળે સકારાત્મક અને ખુશ થઈ જાય છે.
નોન-વેજ અને નશાનો બહિષ્કાર
નોન-વેજ ખાનારા અને નશો કરનારાઓને નવરાત્રી પહેલા જ ઘરની અંદર તેનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ. આ બધી વસ્તુઓ માતા રાણીને પસંદ નથી. આ વસ્તુનો જરા પણ અહેસાસ થાય તો માતાજી તમારા ઘરે નહીં પધારે. તેથી સલામતીની દ્રષ્ટિએ તમારે નવરાત્રી પહેલાં જ આ વસ્તુઓને ઘરે લાવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
પૂજા સામગ્રી
નવરાત્રી પર તમે જેટલી વહેલી તકે માતાજીને તમારા ઘરે સ્થાપિત કરશો તેટલુ જ તે તમારા માટે શુભ રહેશે. આવી સ્થિતિમાં જો તમે દુર્ગાપૂજા સાથે જોડાયેલી બધી ચીજો અગાઉથી ખરીદીને ઘરમાં રાખો, તો નવરાત્રીના દિવસે વહેલી સવારે માતાની સ્થાપના કરવામાં તમને સરળતા રહેશે. જેથી તે દિવસે તમારે માર્કેટના ચક્કરમાં નહીં રહેવું પડે અને માતાજીની પૂજા-અર્ચનામાં મગ્ન રહી શકશો.
વહુ-દિકરીઓની હાજરી
નવરાત્રીના પહેલા દિવસે પુત્રવધૂ અથવા દીકરી માંથી કોઈ એક નું ઘરમાં હોવુ ખૂબ જ જરૂરી છે. છોકરીઓને ઘરની લક્ષ્મી પણ કહેવામાં આવે છે. જો નવરાત્રીના પહેલા દિવસે તેમની પૂજા કરાવામાં આવે છે, તો ધન અને સુખ ઘરમાં આવે છે.
અમે આશા રાખીએ છીએ કે તમને અમારી માહિતી ગમી હશે. કૃપા કરીને તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આ રીતે દરેકને લાભ થશે. કોમેન્ટમાં “જય માતાજી” જરૂરથી લખજો જેથી માતાજીની કૃપા તમારા પર સદાય માટે રહે.