મધ્યપ્રદેશના સતના જીલ્લામાં ત્રિકૂટ પર્વત પર માતા મૈહર દેવીનું મંદિર છે. મૈહરનો મતલબ હોય છે મા નો હાર. માન્યતાઓના અનુસાર અહીં મા નો હાર પડ્યો હતો. તેથી આ મંદિર ને 51 શક્તિપીઠ માંથી એક છે. આ મંદિર સુધી પહોંચવા માટે લગભગ 1064 પગથિયાં ચઢવા પડે છે. મંદિરને બંધ કરીને બધા પૂજારી નીચે આવી જાય છે. ત્યારે પણ અહીં મંદિરની અંદર થી ઘંટી અને પૂજા કરવાની અવાજ આવે છે. લોકોની માન્યતા છે કે આલ્હા અત્યારે પણ પૂજા કરવા મંદિરમાં આવે છે. વારંવાર સવારની આરતી આલ્હા અને રૂદલ જ કરે છે.
પૂજારી ના આવવાના પહેલા જ થઈ જાય છે માં નો શૃંગાર
મૈહર મંદિરના મહંત ના મુતાબિક આલ્હા અત્યારે પણ મા શારદાની પૂજા કરવા સવારે મંદિર પહોંચે છે. આજે પણ માનો પહેલો શૃંગાર ફક્ત આલ્હા દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે બ્રહ્મમુહૂર્તમાં મંદિરના પટ ખોલવામાં આવે છે તો શારદા મા ની પૂજા પહેલા થી જ થયેલી હોય છે. રહસ્યને સમજવા માટે વૈજ્ઞાનિકોની ટીમ પણ અહીં આવી તોપણ રહસ્ય હજુ પણ બરકરાર છે.
આલ્હા કરે છે મૈહર માં ની આરતી
માન્યતાઓન અનુસાર આલ્હાની ભક્તિ અને વીરતાથી પ્રસન્ન થઈને મા એ તેમને અમરતાનું વરદાન આપ્યું હતું. સ્થાનીય લોકો ના અનુસાર રાત્રે આઠ વાગ્યે મંદિરની આરતીના પછી સાફ-સફાઈ થાય છે પછી મંદિરના બધા બારણા બંધ કરી દેવામાં આવે છે. તો પણ તેના પછી સવારે મંદિરે ખોલવામાં આવે છે તો મા ની આરતી અને પૂજા થયેલા સબૂત મળે છે. એ માન્યતા છે કે માં સારદા ના દર્શન માટે દરરોજ અહીં સૌથી પહેલા આલ્હા અને ઉદલ આવે છે.
કેવી રીતે પડ્યું મૈહર નામ
સ્થાનીય લોકો ના વચ્ચે પ્રચલિત કહાનીઓના આધાર ઉપર કહેવામાં આવે છે કે મૈહર માતાનું નામ માં શારદા ના મંદિરના કારણે પ્રચલિત થયું. હિન્દુ શ્રધ્ધાળું દેવી ને માં અથવા તો માઈ ના રૂપમાં સંબોધિત કરતાં રહે છે. માઈ નું ઘર હોવાને કારણે પહેલા “માઈ ઘર” અને પછી ધીરે ધીરે “મૈહર” ના નામથી બોલાવવા લાગ્યા. તેમજ એક અન્ય માન્યતા અનુસાર ભગવાન શંકરના તાંડવ નૃત્યના દૌરાન તેના ખભા ઉપર રાખેલા માતા સતીના ગળાનો હાર થઈ ત્રીકુટ પર્વતના શિખર પર પડ્યો હતો. આ કારણથી જ સ્થાન શક્તિપીઠ અને નામ માઇ કા હાર ના આધાર પર મૈહર નામ પ્રચલનમાં આવ્યું.
કોણ હતા આલ્હા
બુંદેલખંડમાં આલ્હા અને રૂદયની ઘણી કહાનીઓ પ્રચલિત છે. બંને ભાઈ હતા. જે બુંદેલખંડમાં મહોબા ના વીર યોદ્ધા અને પરમારના સામંતો હતા. કવિ જગનિક જે ક્લીન્જર ના રાજા પરમારના દરબારી હતા અને આલ્હા ખંડ નામથી એક કાવ્યની રચના કરી હતી તેમાં તેમણે બે વીરોના 52 યુધ્ધ નો વર્ણન કર્યો હતો. કાવ્ય માં લખ્યું છે કે આલ્હા એ પોતાની આખરી લડાઈ પૃથ્વીરાજ ચૌહાણ સાથે લડી હતી.
માન્યતા છે કે આલ્હા એ મા શારદા નો આશીર્વાદ પ્રાપ્ત થયો હતો તેથી પૃથ્વીરાજ ચૌહાણને સેનાને પાછળ લઈને હટવું પડયું હતું. મા ના આદેશ અનુસાર આલ્હા એ પોતાના હથિયાર મંદિર પર ચડાવીને નોક તેઢી કરી દીધી હતી. જેને આજ સુધી કોઈ સીધું નથી કરી શક્યો. મંદિર પરિસરમાં જ તમામ ઐતિહાસિક મહત્વ ના અવશેષ અત્યારે પણ આલ્હા તેમજ પૃથ્વીરાજ ચૌહાણની જંગનો પુરાવો આપે છે.