શું તમે જાણો છો સપ્તપદીનાં પવિત્ર ૭ વચન અને તેનું મહત્વ? દરેક વ્યક્તિએ એકવાર તો અવશ્ય વાંચવું

0
540
views

પતિ પત્નીનો સંબંધ ખૂબ જ કોમળ અને પવિત્ર હોય છે. તે વિશ્વાસના તાંતણાથી બંધાયેલ હોય છે. કહેવામાં આવે છે કે પત્ની, પતિનું અડધું અંગ હોય છે. બંનેમાં કોઈ ભેદ નથી હોતો. પણ જ્યાં ધાર્મિક માન્યતાઓની વાત આવે છે ત્યાં પત્ની ને હંમેશા ડાબી બાજુ બેસાડવામાં આવે છે. તેની પાછળ કોઈ માન્યતા છે કે પછી જુના રીતિ-રિવાજો? આપણા ધર્મ ગ્રંથોમાં પત્નીને પતિનું અડધું અંગ કહેવામાં આવેલ છે. તેમાં પણ તેને વામાંગી કહેવામાં આવે છે અર્થાત પતિ નો ડાબો ભાગ. શરીર વિજ્ઞાન અને જ્યોતિષે પુરુષના જમણા અને મહિલાઓના ડાબા ભાગને શુભ માનેલ છે. હસ્ત રેખાઓ માં પણ જ્યોતિષ મહિલાઓનું ડાબો હાથ જોવે છે.

લગ્નમાં વર અને વધુ સાત ફેરા અથવા સાત વચનો સાથે લે છે. દરેક ફેરા નું એક અલગ વચન હોય છે, જેમાં પતિ-પત્ની જીવનભર સાથ નિભાવવાનું વચન આપે છે. ભારતીય વિવાહ પરંપરામાં એવું માનવામાં આવે છે કે પતિ અને પત્ની વચ્ચે જન્મો જન્મતરનો સંબંધ હોય છે, જેને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી નથી શકાતો. પંડિત ની ઉપસ્થિતિમાં મંત્રોના ઉચ્ચારણ સાથે અગ્નિ ના સાત ફેરા લઈને અને ધ્રુવ તારાને સાક્ષી માનીને બે વ્યક્તિ તન મન અને આત્મા સાથે એક પવિત્ર બંધનમાં બંધાય છે.

આપણે ત્યાં પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ થી વધારે આત્મીય સંબંધ માનવામાં આવે છે. લગ્નમાં સાત ફેરાનો પણ એક રિવાજ છે જેના બાદ જ લગ્ન સંપૂર્ણ માનવામાં આવે છે. સાત ફેરામાં પતિ અને પત્ની એકબીજા સાથે સાત વચન લેવામાં આવે છે. પતિ પત્ની અગ્નિને સાક્ષી માનીને તેની ચારો તરફ પ્રદક્ષિણા કરીને પતિ પત્નીનાં રૂપમાં એકસાથે સુખથી જીવન પસાર કરવા માટે વચન લે છે, જેને સપ્તપદી કહેવામાં આવે છે. જેનું દાંપત્યજીવનમાં ખૂબ જ મહત્વ હોય છે, આજે પણ જો આ વચનોના મહત્વને સમજી લેવામાં આવે તો વૈવાહિક જીવનમાં આવનારી દરેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

પહેલું વચન

અહીંયા પત્ની પતિને કહે છે કે જો તમે કોઇ તીર્થયાત્રા પર જાઓ તો મને સાથે લઈ જવી. કોઈ વ્રત, ઉપવાસ અથવા ધર્મકાર્ય કરો તો આજની માફક મને પોતાના વામ ભાગ માં અવશ્ય સ્થાન આપજો. જો તમે આ સ્વીકાર કરો છો તો હું તમારા વામાંગમાં આવવાનું સ્વીકાર કરું છું. કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્ય ની પૂર્ણતા માટે પતિની સાથે પત્નીનું હોવું અનિવાર્ય માનવામાં આવેલ છે. પત્ની દ્વારા આ વચન ના માધ્યમથી ધાર્મિક કાર્યોમાં તેની સહભાગિતા તથા મહત્વને સ્પષ્ટ કરવામાં આવેલ છે.

બીજું વચન

કન્યા વર પાસે બીજુ વચન માંગે છે કે જે પ્રકારે તમે તમારા માતા-પિતાનું સન્માન કરો છો, એ જ પ્રકારે મારા માતા-પિતાનું પણ સન્માન કરજો અને કુટુંબની મર્યાદા અનુસાર ઈશ્વર ભક્તિ બની રહો છો તો હું તમારા વામાંગમાં આવવાનું સ્વીકાર કરું છું. આ વચન દ્વારા કન્યાની દૂરદ્રષ્ટિનો આભાસ થાય છે. ઉપરોક્ત વચન ને ધ્યાનમાં રાખીને પતિએ પોતાના સસરાપક્ષ સાથે સદ્વ્યવહાર માટે અવશ્ય વિચાર કરવો જોઈએ.

ત્રીજું વચન

ત્રીજા વચનમાં કન્યા કહે છે કે જો તમે મને વચન આપો કે જીવનની ત્રણ અવસ્થાઓ (યુવાવસ્થા, પ્રોઢાવસ્થા, વૃદ્ધાવસ્થા) માં મારો સાથ આપશો અને પાલન કરશો તો હું તમારા વામાંગમાં આવવા માટે તૈયાર છું.

ચોથું વચન

કન્યા ચોથા વચન માંગે છે કે અત્યાર સુધી તમે ઘર-પરિવારની ચિંતાથી સંપૂર્ણ મુક્ત હતા. હવે જ્યારે તમે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છો ત્યારે ભવિષ્યમાં પરિવારની આવશ્યકતાઓને પૂરતી કરવાની જવાબદારી તમારા પર રહેલી છે. જો તમે આ જવાબદારીને પૂર્ણ પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરો છો તો હું તમારા વામાંગમાં આવી શકું છું. આ વચનમાં કન્યા પતિને ભવિષ્યમાં તેની જવાબદારીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. આ વચન દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે પુત્રના લગ્ન ત્યારે જ કરવા જોઈએ જ્યારે તે પોતાના પગ પર ઉભો રહી શકે.

પાંચમું વચન

પાંચમા વચનમાં જે કન્યા કહે છે તે અત્યારના સમયમાં ખૂબ જ મહત્વ રાખે છે. તે કહે છે કે આપણા ઘરના કાર્યોમાં, લેવડ-દેવડમાં, અથવા અન્ય કોઈ હેતુથી ખર્ચ કરતા સમયે જો તમે મારી સાથે મંત્રણા કરો તો હું તમારા વામાંગમાં આવવાનું સ્વીકારું છું. આ વચન પૂર્ણ રીતે પત્નીઓના અધિકારોને રેખાંકિત કરે છે. જો તમે કોઈપણ કાર્ય કરતા પહેલા પત્ની સાથે મંત્રણા કરો તો તેના લીધે પત્નીનું સન્માન વધે છે, સાથોસાથ પોતાના અધિકારો પ્રત્યે પણ તેને સંતુષ્ટિનો આભાસ થાય છે.

છઠ્ઠું વચન

છઠ્ઠા વચનમાં પત્ની કહે છે કે પોતાની સહેલીઓ અથવા અન્ય સ્ત્રીઓ વચ્ચે બેઠી હોય ત્યારે ત્યાં બધા ની સામે કોઈપણ કારણથી તમે મારું અપમાન નહીં કરશો. જો તમે જુગાર અથવા અન્ય કોઈપણ પ્રકારના દુર્વ્યસન થી પોતાની જાતને દૂર રાખશો તો હું તમારા વામાંગમાં આવવાનું સ્વીકાર કરું છું.

સાતમું વચન

અંતિમ વચન ના રૂપમાં કન્યા વચન માંગે છે કે તમે પરાઈ સ્ત્રી ને માતા સમાન સમજશો અને પતિ-પત્નીના પરસ્પર પ્રેમ ની વચ્ચે અન્ય કોઈ ભાગીદાર નહીં બનાવશો. જો તમે મને આ વચન આપો છો તો હું તમારા વામાંગમાં આવવાનું સ્વીકારું છું. આ વચન ના માધ્યમથી કન્યા પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here