મંગળનું થઈ રહ્યું છે રાશિ પરીવર્તન, જાણો રાશિઓ પર પડશે તેની કેવી અસર

0
1351
views

મહાન પરાક્રમી ગ્રહ પૃથ્વી પુત્ર મંગળ કન્યા રાશિ ની યાત્રા સમાપ્ત કરીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહેલ છે. જ્યાં તેઓ એક મહિના સુધી બિરાજમાન રહેશે. તુલા રાશિમાં પહેલાથી જ વક્રી બુધ સૂર્યની સાથે બિરાજમાન છે. આ પ્રકારે થોડા દિવસો માટે તુલા રાશિમાં ત્રણ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે, આ રાશિ માટે મંગળનું ફળ સામાન્ય રહેશે.

જ્યારે મંગળ અને સૂર્ય એક સાથે મળે છે તો અંગારક યોગ બને છે જેના ફલ સ્વરૂપે સમાજમાં અરાજકતા વધવાનો ખતરો રહે છે, પ્રાકૃતિક આપત્તિઓમાં પણ વધારો થાય છે. અગ્નિકાંડની પણ અધિકતા રહે છે એટલા માટે વક્રી બુધ નો મંગળ અને સૂર્ય સાથે તુલા રાશિમાં આવવું દેશ અને સમાજ માટે સાવધાની તથા સંયમ રાખવાનું સંકેત આપે છે. મંગળનું તુલા રાશિમાં પ્રવેશ અને સૂર્ય તથા દૂધની સાથે તેની યુતિના કારણે બધી જ ૧૨ રાશિઓ પર કેવો પ્રભાવ રહેશે તે જાણીએ.

મેષ : સપ્તમ ભાવમાં યુતિ વેપારની દ્રષ્ટિએ થોડી ઉથલપાથલ આવશે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો બજારની દીશા જોઈને ખૂબ જ સાવધાનીપૂર્વક રોકાણ કરો. લગ્ન સંબંધિત વાતો થોડી આગળ વધી શકે છે. મકાન અને વાહનનો યોગ બની રહ્યો છે જેનો લાભ ઉઠાવવો.

વૃષભ : તમારા શત્રુ ભાવમાં આ ગ્રહોનું પહોંચ્યું કોર્ટ કચેરીના મામલામાં મુક્તિ અપાવી શકે છે, યોગ્ય રહેશે કે તમે આ બાબતોમાંથી નીકળવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વધારે પડતાં ખર્ચ કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

મિથુન : પંચમ ભાવમાં યુતિ શિક્ષા પ્રતિયોગિતામાં ખૂબ જ સફળતા અપાવશે. સંતાન સંબંધી ચિંતાઓ દૂર થશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે. આ ગ્રહોના લાભ ભાવ ને કારણે નોકરીમાં સફળતા મળશે તથા અટવાયેલું ધન પણ મેળવવામાં મદદ મળશે.

કર્ક : ચતુર્થ ભાવમાં આ સંયોગ તમને માનસિક કષ્ટ તું અપાવશે પરંતુ આવેશ પર નિયંત્રણ રાખીને કાર્ય કરશો તો મોટી સફળતા પ્રાપ્ત થશે. કર્મ ભાવ પર આ ગ્રહોની દ્રષ્ટિ ને કારણે વેપારમાં ઉન્નતિ તથા કોઈ નવી સર્વિસ માટે આવેદન કરવું યોગ્ય રહેશે.

સિંહ : તમારા માટે આ ગ્રહોનો સંયોગ શૌર્ય અને સાહસની વૃદ્ધિ કરશે. કોઈપણ પ્રકારનું મોટામાં મોટું કાર્ય અથવા વેપાર નો આરંભ કરવા માંગો છો તો ગ્રહોની સ્થિતિઓ અનુકુળ છે. પ્રયાસ કરવો કે આ સમયમાં ભાઈઓ વચ્ચે મતભેદ ન ઊભો થાય. લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી.

કન્યા : ધનભાવમાં મંગળનો અન્ય ગ્રહો સાથે સંયોગ આર્થિક પક્ષને મજબૂત કરશે પરંતુ જમણી આંખ પર તેનો દુષ્પ્રભાવ રહેશે, એટલા માટે સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સજાગ રહેવું. અષ્ટમ ભાવમાં તેની દૃષ્ટિ ના પરિણામે ષડયંત્રનો શિકાર થઇ શકો છો જેથી સચેત રહેવું. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.

તુલા : તમારા માટે આ યુતિ ઘણી બાબતોમાં સારું પરિણામ અપાવશે. આવકના એકથી વધારે સાધન મળશે. ભાગ્ય અને ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. પરંતુ જ્યાં સુધી કોઈ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સાર્વજનિક ન કરવો નહિતર અડચણ ઊભી થઈ શકે છે. લગ્ન સંબંધિત બાબતોમાં સફળતા મળશે.

વૃશ્ચિક : હાનીભાવમાં આ ગ્રહોનું મળવું ભાગદોડ અને ખર્ચમાં વ્યસ્ત રાખશે. કોર્ટ-કચેરીની બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત મળી રહ્યા છે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓ થી સહયોગ પ્રાપ્ત થશે પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મધુર બનાવી રાખવા. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું.

ધન : તમારા લાભ ભાવમાં ત્રણ ગ્રહોનું એક સાથે આવવું ભાગ્યને ઉન્નતી પ્રદાન કરશે. સાથોસાથ પદ અને ગરિમા પણ વૃદ્ધિ કરાવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. યાત્રાનો પણ યોગ બની રહ્યો છે. આ સંયોગ ને કારણે શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત થશે અને સંતાન સંબંધી ચિંતા માંથી પણ મુક્તિ અપાવશે.

મકર : કર્મ ભાવમાં આ ગ્રહોનું મળવું સારો સંયોગ બની રહ્યો છે. નવી નોકરી માટે આવેદન કરવું, સમજ ના મોટા વ્યક્તિઓ સાથે મુલાકાત વધશે પરંતુ ચતુર્થ ભાવમાં તેની દ્રષ્ટિ ના પરિણામ સ્વરૂપે પરિવારના કંકાસને કારણે મન અશાંત રહેશે. મકાન અને વાહન લેવાનો યોગ બની રહ્યો છે.

કુંભ : ભાગ્યભાવમાં આ ગ્રહોનું એક સાથે આવવું ઉતાર ચઢાવ અને કાર્યમાં થોડા વિલંબ નો સંકેત આપી રહ્યો છે, પરંતુ સૂર્યના રાશિ પરિવર્તનની સાથે જ આ દુષ્પ્રભાવ ઓછું થઈ જશે. ત્યારબાદ તમને ભાગ્ય અને ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે તથા વિદેશયાત્રાના પણ સંયોગ બનશે.

મીન : તમારા માટે આ સમય સાવધાન રહેવાનો છે. વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવવું. કોર્ટ-કચેરીની બાબતો બહારથી જ ઉકેલી લેવી. પેટ સંબંધિત વિકારોથી બચવું. કાર્યક્ષેત્ર થી કામ પૂર્ણ કરીને સીધા ઘરે જવું, વિવાદોથી બચવું. ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here