મકરસંક્રાંતિનાં દિવસે ભુલથી પણ ના કરવા જોઈએ આ કામ, નહિતર જીવનમાં ઉત્પન્ન થશે પરેશાનીઓ

0
468
views

જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે દિવસને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ હોય છે. આ દિવસે ઉપાસના અને દાન કરવાને  વિશેષ મહત્વ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ દાન કરે છે, તો તેને તેનાથી અનેકગણો લાભ મળે છે. માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિદેવને મળવા આવે છે. જો આ સમય દરમિયાન તમે કોઈ શુભ કાર્ય કરો છો તો તેની શરૂઆત ખૂબ સારી થાઈ છે. મકરસંક્રાંતિનો દિવસ નવા કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા કેટલાક એવા કાર્યો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમારે મકરસંક્રાંતિ એટલે કે ૧૫ જાન્યુઆરીએ કરવાનું ભૂલવું ન જોઈએ, કારણ કે જો તમે આ કાર્ય કરો છો, તો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બનશે.

ચાલો જાણીએ મકરસંક્રાંતિના દિવસે શું ન કરવું

  • મકરસંક્રાંતિના દિવસે જો તમે સૂર્યનારાયણનો આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ માટે તમારે સૂર્યાસ્ત સમયે જ અનાજ ખાવું જોઈએ એટલે કે સાંજે.
  • મકરસંક્રાંતિના દિવસે ઝાડને કાપવા જેવા કામ ન કરવા જોઈએ.
  • આ ઉપરાંત મહિલાઓએ આ દિવસે વાળ ધોવા ન જોઈએ.
  • મકરસંક્રાંતિના દિવસે પુણ્ય કાલ દરમિયાન દાંત સાફ ન કરવા જોઈએ.
  • જે લોકો ગાય કે ભેંસ ઉછેરે છે તેઓએ મકરસંક્રાંતિના દિવસે ગાય કે ભેંસનું દૂધ કાઢવાનું ટાળવું જોઈએ.

  • આજના સમયમાં ઘણા લોકો છે જેમને સવારે ઉઠતાની સાથે જ પલંગ પર ચા પીવાની ટેવ હોય છે. જો તમને પણ પથારીમાં ચા પીવાની ટેવ હોય તો તમે મકરસંક્રાંતિના દિવસે એવું ભૂલ થી પણ ના કરો. કારણ કે આ દિવસે ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન આપ્યા પછીજ ખોરાક લેવાનો હોઈ છે. જો તમે કોઈ નદી અથવા ગંગામાં સ્નાન કરી શકતા નથી તો આવી સ્થિતિમાં તમારે તમારા ઘરમાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ દાન આપ્યા પછીજ ભોજન કરવું જોઈએ.
  • જો મકરસંક્રાંતિના દિવસે કોઈ ભિક્ષુ કે સાધુ તમારા ઘરે આવે છે તો પછી તેને તમારા ઘરના દરવાજાથી ખાલી હાથે ન જવા દો. તમારી ક્ષમતા અનુસાર તેને કંઈ પણ દાન આપો. કારણ કે આ દિવસે દાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે આ દિવસે તલની બનેલી વસ્તુ આપો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  • મકરસંક્રાંતિના દિવસે લસણ, ડુંગળી અને માંસનું સેવન ભૂલથી પણ ના કરો. આ સિવાય તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. એટલે કે તમારે કોઈની સાથે વાત કરતી વખતે ગુસ્સો કરીને ખોટા શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ.
  • મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ શુભ દિવસે તમારે કોઈ પણ પ્રકારના નશો જેવા કે દારૂ વગેરે ન પીવા જોઈએ. જો તમે મકરસંક્રાંતિ પર મગની દાળની ખીચડી અથવા તલ ખાવ છો તો તે સારું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here