ટીમ ઇન્ડિયાના પૂર્વક કપ્તાન અને હાલના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ધોનીના ચાહકોને નિરાશ કરી શકે છે. મહેન્દ્રસિંહ ધોનીએ વધુ એક ટી-ટ્વેન્ટી ઈન્ટરનેશનલ સીરીઝ રમવા થી ઇનકાર કરી દીધો છે. ધોની આ વાતની જાણકારી ભારતીય ટીમના મુખ્ય પસંદગીકારોને આપી હતી.
ભારતીય ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની બાંગ્લાદેશ વિરૂદ્ધ નવેમ્બરમાં રમાનાર ટી-ટ્વેન્ટી સીરીઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ સતત ત્રણ સીરીઝ રમવાથી ઇનકાર કરી દીધો હોય. મહેન્દ્રસિંહ ધોની ઇંગ્લેન્ડ અને વેલ્સ માં રમાયેલ વર્લ્ડ કપ બાદ ટીમની બ્લુ જર્સીમાં નજર આવ્યા નથી.
ધોનીએ બ્લુ જર્સીમાં આખરી મેચ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમેલ હતી, જેમાં તેઓએ અર્ધશતક લગાવેલ હતું, પરંતુ ટીમ ઈંડિયા ભારે રસાકસી બાદ આ મેચ હારી ગઇ હતી. ત્યાર બાદ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ નો પ્રવાસ કર્યો પરંતુ ધોની તેમાં ગયેલ નહોતો. વેસ્ટ ઈન્ડિઝ થી પરત આવ્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા ભારત ટી-ટ્વેન્ટી સિરીઝ માટે ઉતરી. આ સિરિઝમાં પણ ધોની ઉપલબ્ધ રહ્યા નહીં.
વેસ્ટ ઈન્ડિઝ બાદ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ મેચની ટી-ટ્વેન્ટી સીરીઝ માટે પણ ધોનીએ પોતે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું, જેની જાણકારી તેઓએ બોર્ડને આપી દીધી હતી. ૩૮ વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ બાદ ભારતીય સેનામાં પોતાની સેવાઓ આપવા માટે જમ્મુ કાશ્મીર ગયા. જ્યાંથી તેઓ ઓગસ્ટના મધ્યમાં પરત ફર્યા, પરંતુ ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહ્યાં નહીં.
વન-ડે અને ટી-ટ્વેન્ટી ક્રિકેટથી દૂર છે માહિ
ઝારખંડમાં જન્મેલા મહેન્દ્રસિંહ ધોની ટેસ્ટ ક્રિકેટમાં પહેલાથી જ સંન્યાસ લઈ લીધેલ છે, પરંતુ તેઓ વન-ડે અને ટી-ટ્વેન્ટી ક્રિકેટ સતત રમતા આવી રહ્યા હતા, પરંતુ તેમના કેરિયરમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે તેઓ સતત ત્રણ સીરીઝ ચુકી રહ્યા છે. મુંબઈ મિરરની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની વિજય હજારે ટ્રોફીમાં રમવાના હતા, પરંતુ તેમાં પણ તેઓ નજર નહિ આવશે.
કહેવામાં આવી રહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી-ટ્વેન્ટી સિરીઝ માં રમશે, પરંતુ હવે ઇન્તજાર વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ વર્ષના અંતમા થનાર વન-ડે અને ટી-ટ્વેન્ટી સિરીઝ દેખાઈ રહ્યું છે. વળી, જો તેઓ આ સિરીઝમાં પણ નથી રમતા તો પછી ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આવતા વર્ષે રમાનાર સિરીઝમાં નજર આવી શકે છે. હવે જોવાનું છે કે ધોની ક્યારે પરત ફરે છે.