મહાભારતમાં પાંડવોએ ભીષ્મ પિતામહને પુછ્યું “સુખી જીવનનું સુત્ર”, તેનું પાલન કરો તો રહેશો સદા સુખી

0
494
views

મહાભારતમાં પાંડવો એ ભીષ્મ પિતામહને પૂછ્યું કે સુખી જીવન નું સૂત્ર શું છે? પિતામહએ જણાવ્યું કે નદીની સાથે ઝીણો ઘાસ નથી વહેતુ પણ વૃક્ષો તણાઈ જાય છે. મહાભારતમાં દુઃખોને દૂર કરવા માટે અને સુખી જીવન માટે સૂત્ર બતાવવામાં આવ્યા છે. જો આ સુત્રો નો આપણે અમલ કરીએ તો આપણે અનેક સમસ્યાઓ થી બચી શકીએ છીએ. અને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીં જણાવીશું ભીષ્મપિતામહ અને પાંડવો ની એક એવી  કથા જેમાં જણાવ્યું છે કે આપણને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ.

પ્રચલિત કથા અનુસાર પિતામહ ભીષ્મ એ સુખી જીવનનું રહસ્ય પાંડવોની સમજાવ્યું હતું. મહાભારતમાં ભીષ્મ પિતામહ બાણની શૈયા પર હતા. એક દિવસ યુદ્ધ સમાપ્તિ પછી યુધિષ્ઠિર બધા પાંડવો અને દ્રૌપદી ને લઈને ભીષ્મપિતા ને મળવા માટે ગયા. યુધિષ્ઠિર જાણતા હતા કે પિતામહ જ્ઞાન અને જીવન સંબંધિત અનુભવથી જાણકાર છે. તેથી યુધિષ્ઠિરે તેમને નિવેદન કર્યું કે પિતામહ અમને જીવનને ઉપયોગી એવી શિક્ષા આપો કે જે હંમેશા અમારુ માર્ગદર્શન કરે. અમારું જીવન કેવી રીતે હંમેશા સુખી રહી શકે છે?

ત્યારે ભીષ્મપિતામહે નદીનું ઉદાહરણ આપ્યું અને સુખી જીવનનું રહસ્ય સમજાવ્યું. ભીષ્મપિતામહ એ કહ્યું કે જ્યારે નદી સમુદ્ર સુધી પહોંચે છે ત્યારે પોતાના જળ પ્રવાહની સાથે મોટા મોટા વૃક્ષો ને પણ લઈ જાય છે. એક દિવસ સમુદ્ર એ નદી ને પૂછ્યું કે તારું જળપ્રવાહ આટલું શક્તિશાળી છે કે તેમાં મોટા મોટા વૃક્ષ પણ તણાઈ જાય છે તું થોડી જ ક્ષણોમાં તેને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પરંતુ એવું શું કારણ છે કે નાનુ અને હલકુ ઘાસ અને કોમળ છોડ ને તારા પ્રવાહમાં નથી લાવતી?

આ પ્રશ્નનો જવાબ નથી આપ્યો કે, જ્યારે મારા જળનો ઝડપી પ્રવાહ આવે છે ત્યારે ઘાસ નમી જાય છે અને રસ્તો આપી દે છે, પરંતુ વૃક્ષ પોતાની કઠોરતા ના કારણે તે નથી કરી શકતા તેથી મારો પ્રવાહ તેમને લઈને વહી જાય છે.

આ પ્રસંગથી મળતી શીખ

આ નાના ઉદાહરણથી આપણે શીખવું જોઈએ કે આપણે હંમેશા વિનમ્ર રહેવું જોઈએ ત્યારે જ આપણું અસ્તિત્વ જળવાઈ રહેશે. આ સુખી જીવનનો મૂળ મંત્ર છે. જે માણસો નમતા નથી તેમને અનેક દુઃખોનો સામનો કરવો પડે છે. પાંડવોએ ભીષ્મ પિતામહ ના આ ઉપદેશને ધ્યાનથી સાંભળ્યું અને પોતાના આચરણમાં ઉતારી લીધું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here