લવ મેરેજ કરતાં પણ વધારે સફળ બની શકે છે અરેંજ મેરેજ, બસ અપનાવવી પડે છે આ ૧૫ આદતો

0
1183
views

આજના યુગમાં લોકોના મનમાં એવી જ માન્યતા હોય છે કે અરેંજ મેરેજ કદી સફળ થતા નથી. જો તમે અરેંજ મેરેજ કરો છો તો પણ કંટાળાજનક લાગે છે. જો કે આ સાચું નથી. લવ મેરેજ કરતા પણ તમે તમારા અરેંજ મેરેજને વધુ સફળ બનાવી શકો છો. તેના માટે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.

 • લગ્નજીવનને સફળ અને આનંદપ્રદ બનાવવા માટે યુગલો વચ્ચે પ્રેમ રાખવો ખૂબ જ જરૂરી છે. અરેંજ મેરેજમાં તેની શરૂઆત થોડા સમય પછી શરૂ થાય છે પરંતુ પ્રેમ જરૂર થઈ જાય છે. તમારી ફરજ એ છે કે તમે તમારા પ્રેમને વર્ષો સુધી જાળવી રાખો જેવો તે લગ્નના શરૂઆતના દિવસોમાં હતો. આ માટે તમારે તમારા જીવનસાથીના દેખાવને બદલે તેની ખુબીઓને પ્રેમ કરવો પડશે.

 • પરસ્પર સમજણ અને ગોઠવણ સફળ લગ્નજીવનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. જો તમે નાની-નાની બાબતોમાં જીવનસાથી સાથે એડજસ્ટ નથી કરતાં તો ઝઘડો થવો નક્કી છે. તમારે સામેવાળાના મંતવ્યોનું પણ માન રાખવું જોઈએ. જો સામેવાળાને વ્યક્તિને થોડો સ્પેસ જોઈએ છે તો તેને તે જરૂર આપવો જોઈએ.
 • અરેંજ મેરેજમાં બંને એકબીજાથી અજાણ્યા હોય છે. તેથી પહેલા એકબીજાને સમજો, જાણો અને સ્વીકારો. આ પ્રક્રિયા પછી જ તમારા લગ્નમાં પ્રેમનો રસ આવશે.

 • અરેંજ મેરેજમાં જવાબદારી નિભાવવા માટે જીવનસાથી પર ખુબ જ દબાણ હોય છે. જેમાં મોટા ભાગે ઘરનું વહુ પાસેથી ખુબ જ અપેક્ષાઓ રાખવામા આવે છે. તેવામાં પતિએ પોતાના પાર્ટનર પરથી આવું દબાણ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારા પાર્ટનરથી કોઈ ભૂલ થાય છે, તો તમારે માફ કરવાનું શીખવું જોઈએ.
 • તમારા બંને પસંદ અને નાપસંદ એકસમાન હોય તે શક્ય નથી. તેથી તેને મોટો મુદ્દો બનાવશો નહીં. એકબીજાની પસંદ અને નાપસંદને માન આપો.
 • અરેંજ મેરેજમાં બંનેનાં પારિવારિક બૅકગ્રાઉન્ડ અને રહેવાની પરિસ્થિતિ પણ અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેવામાં બંનેની લાઇ ફસ્ટાઇલ અને વિચારધારાને એડજસ્ટ કરવાનું શીખો.

 • જો એકબીજા કોઈ વાત ખરાબ લાગે છે, તો તેને તમારા હૃદયમાં રાખશો નહીં. વાતચીત કરીને પોતાના મતભેદનો ઉકેલ લાવો. તમારું હૃદય મોટું રાખો અને તમારા પાર્ટનરને માફ કરો.
 • જો પરિવારમાં કોઈ સમસ્યા હોય તો, તમારા પાર્ટનરને દર વખતે તેની વચ્ચે લાવીને તેની ફરિયાદ ન કરો. કેટલીકવાર થોડુંક સહન કરીને પણ આગળ વધવું જોઈએ. સૌ પ્રથમ, તમારી સમસ્યાનો જાતે જ ઉકેલલાવવાનો પ્રયાસ કરો.
 • જો તમે જોઇન્ટ ફૅમિલીમાં રહો છો તો તમારા પરિવારને તોડવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. બધાને સાથે લઈને ચાલો. સંયુકત કુટુંબ તમારા બધા સુખ-દુ:ખનું સાથી બને છે. તેનાથી તમારા લગ્નજીવન પર કોઈ માનસિક તણાવ આવતો નથી.

 • લગ્નજીવનમાં વિશ્વાસ સૌથી મોટી બાબત હોય છે. તમારા જીવનસાથી પર વિશ્વાસ કરવાનું શીખો. દરેક બાબતોમાં શંકા કરવાની આદત છોડી દો.
 • લગ્ન જીવનમાં કમિટમેન્ટ પણ જરૂરી છે. ભૂલીને પણ તમે તમારા જીવનસાથી સાથે કોઈ બેવફાઈ કરી શકતા નથી.
 • પૈસાનો લોભ લગ્નજીવનની વચ્ચે ન આવવા દો. જો તમારા નવા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી તો મહેનત કરો અને પોતાની આર્થિક સ્થિતિને સુધારો. ફરિયાદો કરવાથી કઈ નથી થતું પરંતુ સંબંધો જરૂર બગડી જાય છે.

 • હંમેશાં તમારા જીવનસાથી સાથે પ્રમાણિક બનો. ક્યારેય જૂઠું ન બોલો. સત્ય ભલે કડવું હોય છે પરંતુ તે સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
 • એકબીજાનાં મન-સન્માનની સંપૂર્ણ કાળજી લો. તમારા પાર્ટનરને નીચો દેખાડશો નહીં.
 • હંમેશાં તમારા જીવનસાથીની કેયર કરો, આ બાબત સંબંધને જીવનભર ટકાવી રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here