આજના મોંઘા જમાનામાં દરેક વ્યક્તિ ની એવી ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં ખૂબ પૈસા ભેગા કરે. હવે વાત માત્ર પૈસાની નથી જેમકે બેઝિક જરૂરત રોટી કપડા અને મકાનની નથી લોકોને જીવનમાં બીજી સુખ-સુવિધાઓ પણ જોઈએ છે. એવા માટે વધુમાં વધુ પૈસા કમાવા માટે અને પરિવારને ખુશ રાખવા પ્રયત્ન કરે છે. ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ આપણને ધનની પ્રાપ્તિ નથી થતી અને ઉપરથી કોઈ બીમારીના લીધે પૈસા પણ ઘરમાં નથી રહેતા. ઉપરથી આર્થિક તંગી અને વધુ ખર્ચ થાય છે.
આવું હંમેશા ખરાબ કિસ્મત કે ઘર માં ખરાબ વસ્તુ ના લીધે થાય છે. ખાસ કરીને રસોડાનું વસ્તુ ઠીક ના હોય તો તમારા ઘરમાં બરકત ઓછી પણ થઈ શકે છે. આ સમસ્યાઓના હલ માટે આજે તમને એવા ઉપાયો વિશે જણાવીશું કે જે તમારી દરેક સમસ્યા દૂર કરી દેશે. આ ઉપાય કરવાથી તમારા કિચનના વાસ્તુદોષ સરખા થઈ જશે અને ધન સંબંધિત તમારી દરેક સમસ્યા સમાપ્ત થઈ જશે.
આ ઉપાયો માટે શનિવારના દિવસે લોટ દળાવવો જ્યારે લોટ બંધાઈ જાય પછી તેને ડબ્બામાં નાખતા પહેલા બે ચીજ કરવી. પહેલી વસ્તુ છે તુલસીના ૧૧ પત્તા. હિન્દુ ધર્મમાં તુલસી પવિત્ર માનવામાં આવે છે અને તેને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે. દરેક હિન્દુ વ્યક્તિના આંગણામાં તુલસીનો છોડ જરૂરથી જોવા મળશે. એવું પણ કહેવામાં આવે છે કે તુલસીની અંદર ખૂબ જ પોઝિટિવ એનર્જી હોય છે.
તેથી તમારા રસોડાની નેગેટિવિટી ઉર્જા સમાપ્ત કરે છે. સાથે જ્યારે તમે તે લોટથી બનેલી રોટલી ખાવ છો તો તેનાથી તમારુ મગજ પણ સકારાત્મક થઈ જાય છે. અને તેથી લડાઈ ઝઘડા નથી થતા અને પોતાના કામ પર ફોકસ રહે છે અને ઘરમાં પૈસાની આવક પણ વધારે છે.
આ લોટના ડબ્બામાં બીજી વસ્તુ કેસરના દાણા રાખવા. આ કેસરના દાણા તમારા સંબંધમાં મીઠાશ લાવવામાં કામ કરશે અને તેનાથી ઘરમાં શાંતિ રહેશે. સાથે દરેકના ભાગ્યને ચમકાવશે. એક વાત યાદ રાખવી કે આ બધા ઉપાય તમારે શરીર શનિવારના દિવસે કરવાના છે અને તે દિવસે ઘઉંનો લોટ પીસાવવો. તેમાં ચણાના દાણા પણ નાખવા અને ત્યારબાદ શનિવારના દિવસે જ તુલસીના 11 પત્તા અને કેસર ના બે દાણા નાખવા.
જો તમારા ઘરમાં અશાંતિ રહેતી હોય તો અને આર્થિક તંગી હર મહિનાના અંતમાં આવતી હોય તો આ ઉપાય બેસ્ટ છે. તેનાથી તમારી દરેક સમસ્યા સમાપ્ત થઈ જશે. આ ઉપાય નો બીજો એક ફાયદો છે તેનાથી અન્નપૂર્ણાદેવી ખુશ રહે છે અને તેનાથી તમારા ઘરમાં બરકત કોઈ દિવસ ઓછી નહીં થાય.