ફિલ્મો આપણા મનોરંજનનો શ્રેષ્ઠ માર્ગ છે. દર વર્ષે ઘણી ફિલ્મો શુક્રવારે રિલીઝ થાય છે. જેમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ થતાં ભારે કમાણી કરે છે, તો કેટલીક ફિલ્મોના ફ્લોપ થવાને કારણે નિર્માતાઓને ખૂબ નુકસાન સહન કરવુ પડે છે. પરંતુ આજે અમે તમને કેટલીક સુપરહિટ ફિલ્મોમાં આવી નાની ભૂલો વિશે જણાવીશું. જેના પર તમે ક્યારેય ધ્યાન આપ્યું નહી હોય. આ ભૂલો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
રબ ને બના દી જોડી
રબ ને બના દી જોડી ફિલ્મ 12 ડિસેમ્બર 2008 ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મના મુખ્ય કલાકારો શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા હતા. શાહરૂખ ખાને આ ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો. રબ ને બના દી જોડી ફિલ્મમાં શાહરૂખ ખાન અનુષ્કા શર્મા સાથે એક બાજુ રાજ બની ફ્લર્ટ કરતો હતો. એ જ શાહરૂખ અનુષ્કા શર્માના પતિ તરીકે સુરેન્દ્રનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે મૂછો કાઢીને અને વાળ સીધા કરવાથી વ્યક્તિની ઓળખ બદલાઈ જાય છે અને અનુષ્કા તેના પતિને ઓળખતી નથી. હવે ધ્યાન આપવાની વાત એ છે કે તે એવી કઈ પત્ની છે જે મૂછો વિના તેના પતિને ઓળખી શકે નહીં.
બેંગ બેંગ
આ ફિલ્મ 2 ઓક્ટોબર ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં રિતિક રોશન અને કેટરિના કૈફ છે. આ ફિલ્મના એક સીનમાં રિતિક રોશન દુશ્મન સાથે મારપીટ કર્યા પછી કૅટરીના પાસે લંગડાતા લંગડાતા જાય છે અને પછી તરત જ ‘તુ મેરી’ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. હવે કહો કે કોઈને ઇજા થઈ હોય ને તરત જ કેવી રીતે ડાન્સ કરી શકે છે.
ચેન્નઈ એક્સપ્રેસ
ચેન્નઈ એક્સપ્રેસ ખૂબ મનોરંજક ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન વારંવાર તે જ ડાયલોગ બોલે છે “ગોવા ઇસ ઓન”. તમે જોશો કે શાહરૂખ ખાન ગુંડાઓ અને દીપિકા સાથે ટ્રેનમાં ફસાઈ જાય છે ત્યારે તે સામાન્ય બોગીમાં પ્રવેશ કરે છે, પણ બહાર નિકળતી વખતે સ્લીપર બોગી માંથી બહાર આવે છે.
થ્રી ઇડિયટ્સ
આ ખૂબ જ સુપર ડુપર હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, શરમન જોશી અને કરીના કપૂર પણ હતી. આ ફિલ્મના એક સીનમાં આમિર ખાન વિદ્યાર્થીઓનો ક્લાસ લઈ રહ્યો છે. પછી તે ગ્રીન બોર્ડ પર કંઇક લખે છે અને પછી તે લખેલા શબ્દોને તે તેના મિત્રોના નામ બતાવે છે. પરંતુ શું તમે નોંધ્યું છે બંને સીનમાં ગ્રીન બોર્ડ પર લખેલા શબ્દોની હેન્ડરાઇટીન બદલાયેલી છે.
શોલે
શોલે આજ સુધીની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ રહી છે. સિનેમાના ઇતિહાસમાં શોલેનો એક એક સીન રેકોર્ડ થઈ ગયો છે. આ ફિલ્મના અંતે સંજીવ કુમાર ઠાકુરની ભૂમિકામાં ગબ્બરને જોરદાર મારતા નજરે પડે છે. આ ફિલ્મમાં સંજીવકુમારનો હાથ નથી. પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમે ઘણી જગ્યાએ સંજીવ કપૂરના હાથ જોશો.