લોકડાઉનમાં બહાર નીકળ્યો સુનિલ ગ્રોવર, થોડું આગળ ચાલતા જ પોલીસે દંડાથી તેનું સ્વાગત કર્યું, તસ્વીરો વાઇરલ

0
690
views

હાલના દિવસોમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. ભારતમાં પણ આ વાયરસના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયેલ છે. પીએમ મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન બાદ લોકો તેમના ઘરોમાં કેદ થયા છે. આવી સ્થિતિમાં કંટાળાને નાબૂદ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના કામ કરીને પોતાનું મનોરંજન કરી રહ્યા છે. જો કે કોરોના વાયરસ ગંભીર બાબત છે, પરંતુ ઇન્ટરનેટ પર ઘણા પ્રકારના જોક્સ અને મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન છે જેના વિશે પણ મજાક મસ્તી ચાલી રહેલ છે.

સરકારે કોઈપણ વ્યક્તિને બિનજરૂરી રસ્તા પર ન નીકળવાની સૂચના આપી છે, પરંતુ હજી પણ કેટલાક લોકો આ નિયમનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાય છે. આવા લોકો અંગે પોલીસ પણ કડક બની છે. જે કોઈ લોકો કારણ વિના રસ્તા પર ભટકતા જોવા મળી આવે છે તેને દંડાઓ મારવામાં આવી રહ્યા છે. તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ દરમિયાન, ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવરને લોકડાઉનમાં બહાર નીકળવાના કારણે પોલીસના દંડા પડી ગયા હતા. પરંતુ આવું હકીકતમાં બનેલ નથી પરંતુ તેનું મીમ બનાવવામાં આવેલ છે.

 

View this post on Instagram

 

Aaj Almari se Purani moonch mili, Jab chipkayi, Ekdum nayi si lagi…🥰

A post shared by Sunil Grover (@whosunilgrover) on

હકીકતમાં, સુનિલે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મીમ શેયર કરેલ છે. આ મીમમાં બે ચિત્રો છે. પ્રથમ તસવીરમાં લખ્યું છે કે “ઘરની બહાર નીકળતાંની સાથે જ” અને બીજી તસવીરમાં લખ્યું છે “થોડુંક આગળ ચાલીને”. હવે પહેલા ફોટામાં સુનીલ ઘરની બહાર જતો નજરે પડે છે જ્યારે બીજા ફોટામાં પોલીસકર્મીઓ તેને માર મારતા હોય છે. આ મીમ વર્તમાન પરિસ્થિતિ પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. જો તમે લોકડાઉનમાં બિનજરૂરી રીતે ઘરની બહાર જાઓ છો, તો પછી તમને પણ આવી રીતે જ ડંડા ખાવા પડશે. આ મીમ શેયર કરતા સુનીલે કેપ્શનમાં લખ્યું “હા હા! ભગવાન માટે ઘરમાં જ રહો.”

 

View this post on Instagram

 

Ha ha Stay at home for God sake.

A post shared by Sunil Grover (@whosunilgrover) on

સુનિલે તેની ફિલ્મના બે દ્રશ્યો જોડીને આ મીમ બનાવ્યું છે. સોશ્યલ મીડિયા પર લોકોને સુનીલનું આ મીમ ખૂબ જ પસંદ આવ્યું છે. આ મીમને જોઈને ખ્યાલ આવી જાય છે કે સુનીલની રમૂજની ભાવના ખરેખર સુંદર છે. આજ કારણ છે કે તેને આજે તેને એક સારો હાસ્ય કલાકાર કહેવામાં આવે છે. આ મીમ સિવાય સુનિલે બીજી એક તસવીર શેયર કરી છે જેમાં તે ગુથીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેયર કરતા તેઓ લખે છે “લોકડાઉન પીરિયડ દરમ્યાન”.

 

View this post on Instagram

 

🙈

A post shared by Sunil Grover (@whosunilgrover) on

વળી, તમને લોકોને સુનિલનું આ મીમ કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. તમે પણ લોકડાઉનના સમયમાં અમુક સારા જોક્સ કોમેન્ટમાં શેયર કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here