જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ થી સ્તબ્ધ થયેલ પાકિસ્તાન બોર્ડર પર કોઈ મોટું ષડયંત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરની બોર્ડર પર પાકિસ્તાન દ્વારા કોઈ મોટું ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા સમાચાર મળેલ છે કે પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર મોટા પ્રમાણમાં તોપોની જમાવટ કરેલ છે.
એવું પણ જણાવવામાં આવે છે કે પાકિસ્તાને પોતાના બધા જ અગ્રેસર એરબેઝ પર ફાઈટર પ્લેન ની પણ જમાવટ કરેલ છે. જણાવી દઈએ કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ધારા 370 ખતમ થયા બાદ સમજોતા એક્સપ્રેસ પર પ્રતિબંધ લગાવ્યો હતો તથા તેણે ભારત સાથેના વ્યાપારિક સંબંધો પણ તોડી દીધા હતા.
પરંતુ તેના આ નિર્ણયથી પાકિસ્તાનમાં હાહાકાર થઇ ગયો હતો. ભારતીય કિસાનો અને વ્યાપારીઓએ પાકિસ્તાનને પોતાનો સામાન નીર્યાત કરવાથી ઇનકાર કરી દીધો હતો. સાથોસાથ સરકારે પણ કસ્ટમ ડ્યૂટી વધારીને ૨૦૦ ટકા કરી દીધી હતી. જેના કારણે પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો.
ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ઉતાવળમાં એવા ઘણા નિર્ણય લઈ ચૂક્યો છે જેના લીધે તેને ખુબ જ પરેશાની થઇ રહી છે. પરંતુ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ખૂબ જ જલ્દી આ નિર્ણય પરત પણ નહીં લઈ શકે. પોતાના દ્વારા લેવામાં આવેલા ને નથી તેઓ જાતે જ બરબાદ થઈ રહેલ છે. પહેલા પાકિસ્તાનને સમજૌતા એક્સપ્રેસને રદ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ વાઘા બોર્ડર પર થઈને જતી દિલ્હી-લાહોર બસ સેવાને પણ સ્થગિત કરી દેવામાં આવેલ. આ સિવાય તેમણે ભારતીય ઉચ્ચ કમિશનરને પણ ભારત પરત મોકલવાનો એલાન કર્યું હતું.