LoC ની પાર PoKમાં આતંકી કેમ્પો પર બોફોર્સ દ્વારા ગોળા વરસાવવામાં આવ્યા, ઘણા ઘુસણખોરો માર્યા ગયા

0
82
views

સીમા પર પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ ને નિષ્ફળ કરવા અને પાકિસ્તાનને જોરદાર જવાબ આપવા માટે ભારતીય સેના એ બોફોર્સ હોવિત્ઝર તોપ નો ઉપયોગ શરૂ કરી દિધો છે. હવે નિયંત્રણ રેખા (LOC) પર પાકિસ્તાનની આતંકી ઘુસપૈઠ ને રોકવા અને તેની ગોળા બારી નો જવાબ ભારતીય સેના બોફોર્સ હોવિત્ઝ ર તોપો થી આપી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં રહેલા પાકિસ્તાની સૈન્ય જગ્યાઓ પર આતંકી કેમ્પ ચલાવી રહ્યા છે. જેના પર ભારતીય સેના એ બોફોર્સ તોપો દ્વારા ગોળા નાખવામાં આવ્યા છે. સૂત્રો એ જણાવ્યું છે કે ભારતીય સેના ફક્ત સીમા ની પાર બેઠેલા આંતકીઓ અને તેનું સમર્થન કરી રહેલા પાકિસ્તાની સેનાની જગ્યાઓને જ નિશાન બનાવી રહી છે. રાજ્યપાલ સત્યપાલ મલીક એ પણ બોફોર્સ ટોપની જમાવટ કરવાની પુષ્ટિ કરી હતી. આ પહેલા 31 જુલાઈ અને 1 ઓગસ્ટની રાતે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા કેરન સેક્ટર પર હુમલો કરવાની કોશિશ કરી હતી, જેને ભારતીય સેનાના જવાનોએ નિષ્ફળ બનાવેલ હતો.

ત્યારબાદ એલઓસી પર ચાર મૃતદેહો જોવા મળેલ હતા. માનવામાં આવે છે કે આચાર્ય મૃતદેહો પાકિસ્તાન એસ.એસ.સી કમાન્ડો અને પાકિસ્તાની આતંકવાદીઓના છે. આચાર્ય ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં મૃત્યુ પામેલ છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેના આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવા અને મૃતદેહોને મેળવવા થી રોકવા માટેની કોશિશ કરી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ કરવા માંગે છે. પાકિસ્તાન પાછલા 36 કલાકથી જૈશ-એ-મોહમ્મદ સહિત અન્ય આતંકી સંગઠનોના ખૂંખાર આતંકવાદીઓને ઘુસપેઠ કરાવવા માટે પૂરજોરમાં કોશિશ કરી રહી છે. થોડા દિવસો પહેલાં જ આ વિસ્તારમાં ભારતીય સુરક્ષા બળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણ ભગાડવા અને અમરનાથ તીર્થયાત્રીઓને નિશાનો બનાવવાની ઘણી વખત કોશિશ કરી ચૂક્યું છે. ભારતીય સુરક્ષા બળોએ અમરનાથ યાત્રા રૂટ પરથી પાકિસ્તાની સ્નાઈપર રાઈફલ, આઇ.ઇ.ડી અને માઈન પ્રાપ્ત કરેલ છે. સાથોસાથ સુરક્ષાબળોએ અમરનાથ તીર્થયાત્રીઓ અને સેનાનાં જવાનો પર હુમલાને પાકિસ્તાની કાવતરાને નિષ્ફળ બનાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here