ભારત અને પાકિસ્તાન વચ્ચે LoC ઉપર ફરીથી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ બની રહી છે. એવા સમાચાર મળી રહ્યા છે કે ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાનને LoC પર સેનાના જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. સાથોસાથ પોતાની તોપોને પણ LoC પર તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે.
ભારતીય સેનાએ રવિવારે ઉડાવી દીધા ત્રણ આતંકી કેમ્પ
તમને જણાવી દઈએ કે રવિવારના દિવસે ભારતીય સેનાએ PoK ના તંગધાર સેક્ટરમાં એક વખત ફરીથી મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલ સીઝફાયરનું ઉલ્લંઘનનો મુંહતોડ જવાબ આપતા ભારતીય સેનાએ અંદાજે ૩ થી ૪ આતંકવાદી કેમ્પોને આર્ટિલરી ગનથી ઉડાવી દીધા હતા. આ કાર્યવાહીમાં અંદાજે ૬ થી ૧૦ પાકિસ્તાની સૈનિક અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય સેનાની આ કાર્યવાહીથી પાકિસ્તાન ખૂબ જ ગભરાઈ ગયું હતું.
ભારતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી શકે છે પાકિસ્તાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સેનાએ પોતાની તોપોને LoC નજીક તૈનાત કરવાનું કામ શરૂ કરી દીધેલ છે. ટેન્કોને પણ સીમા તરફ વધારવામાં આવી રહી છે. સાથોસાથ સોમવારે સૈનિકોની સંખ્યામાં પણ LoC પર વધારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને જોતા એવું કહેવું યોગ્ય રહેશે કે પાકિસ્તાન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેના ભારતના રહેણાંક વિસ્તારને નિશાનો બનાવીને ગોળીબારી કરી શકે છે.
પાક સેનાના અધિકારીઓએ LoC ની મુલાકાત લીધી
જાણકારી અનુસાર, પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને ISI ના અધિકારીઓએ LoC ની મુલાકાત લીધી. આ દરમિયાન અધિકારીઓએ સેનાને અમુક દિશાનિર્દેશ જાહેર કર્યા હતાં, જેની થોડી જાણકારી ભારતીય જાસૂસી એજન્સીઓને પણ લાગી ગઈ હતી.