લાફીંગ બુધ્ધાની મુર્તિ લાવવાથી બરકત ખેંચાઇને આવશે, જાણો કઈ દિશામાં રાખવાથી મળશે લાભ

0
206
views

જ્યારે પણ તમે લોકોના ઘરે અથવા ઓફિસમાં જાઓ છો ત્યારે તમે વારંવાર રાચરચીલું વસ્તુઓ વચ્ચે લાફિંગ બુદ્ધની મૂર્તિ જોવા મળશે. લાફિંગ બુદ્ધાની ડિમાન્ડ માર્કેટમાં ક્યારેય ઓછી નથી થતી અને તેનો ઉપહાર તરીકે પણ ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે લાફિંગ બુદ્ધને ભેટ તરીકે પ્રદાન કરો છો, તો તેના ઘરે ખુશી આવે છે અને તમારો પરિવાર પણ ખુશ રહે છે. સાથો સાથ દેખાવ માં પણ તે ખુબજ સુંદર હોય છે.આવી સ્થિતિમાં તમારા મનમાં પણ સવાલ આવશે કે આ લાફિંગ બુધ્ધા કોણ છે અને તેમની દરેક મૂર્તિ કેમ હસતી હોય છે. ઉપરાંત તમને જણાવીશું કે ઘરમાં લાફિંગ બુધ્ધાની પ્રતિમાને સુશોભિત કરવાથી શું ફાયદા થાય છે.

લાફિંગ બુધ્ધાને માનવામાં આવે છે શુભ

જેમ આપણાં દેશમાં વાસ્તુ શાસ્ત્ર માનવામાં આવે છે એમ ચીનમાં ફેંગસુઈ માનવામાં આવે છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવામાં માટે આપણે વાસ્તુનું ધ્યાન આપીએ છીએ. મુખ્ય દરવાજો આ દિશામાં હોવો જોઈએ, આ દિશામાં રસોડું હોવું જોઈએ તે જ રીતે, ચીનમાં ફેંગશુઇ છે જે વાસ્તુની જેમ કાર્ય કરે છે. આપણી પાસે અહીં સંપત્તિના દેવ કુબેર મહારાજ છે અને ચીનમાં લાફિંગ બુધ્ધાને સંપત્તિનો દેવ માનવામાં આવે છે. તેને ઘર, દુકાન, ઓફિસ પર ગમે ત્યાં રાખવાથી આશીર્વાદ મળે છે. આ પહેલાં જાણો કે બુધ્ધાના આ સ્વરૂપનું નામ લાફિંગ બુધ્ધા કેમ રાખવામાં આવ્યું.

હકીકતમાં કોણ હતા લાફિંગ બુધ્ધા

મહાત્મા બુદ્ધના ઘણા શિષ્યો હતા, તેમાંથી એક જાપાનનાં હોતોઇ પણ હતા. જ્યારે હોતોઇ બૌદ્ધ બન્યા, ત્યારે તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. આમ થતાં જ તે જોરથી હસવા લાગ્યા. તેમના જીવનનો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો અને તેમના જીવનને ખુશ રાખવાનો હતો. હોતોઈ બધે જતા અને લોકોને હસાવતા. ત્યારથી તેમને લાફિંગ બુધ્ધા નામ આપવામાં આવ્યું છે એટલે કે તે બુધ્ધા જે હસતાં રહે છે. હસવું સ્વાસ્થ્ય માટે સારું છે. તે મનને ખુશ પણ કરે છે અને સકારાત્મક શક્તિઓ પણ આપે છે. આ પછી તેમનામાં વિશ્વાસ રાખનારાઓની સંખ્યામાં પણ વધારો થયો.

ચીનમાં લાફિંગ બુધ્ધાને ઉદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખર બુધ્ધા એક ભિખારી હતા અને તેઓ હરવું-ફરવુ અને મસ્તી કરવાનું પસંદ કરતા હતા. લોકોને હસાવવા માટે તેઓએ કંઇ અલગ કરવાની જરૂર નહોતી. તે માત્ર તેના વિશાળ શરીરને અને પેટને બહાર દેખાડીને લોકોને હસાવતા હતા. આ રીતે તમે જોશો કે જ્યાં લાફિંગ બુધ્ધાની મૂર્તિ છે ત્યાં તેમનું પેટ બહાર છે.

લાફિંગ બુધ્ધાનાં ઉપાય

  • મુખ્ય દરવાજાના મુખ્ય દ્વાર પર મૂર્તિ ક્યારેય ન મૂકવી જોઈએ.
  • જ્યાંથી તમારે રોજ આવવું જવવું  હોય ત્યાં બુદ્ધની મૂર્તિ ન મૂકો.
  • લાફિંગ બુધ્ધાની તે મૂર્તિને ઘર અને ઓફિસની જગ્યા પર રાખો જેમાં તેઓ બંને હાથ ઉભા કરીને હસે છે અને તેને પૂર્વ દિશામાં પણ રાખો.
  • જો તમે ઘરમાં આવક વધારવા માંગતા હોય અને સુખ અને શાંતિ વધારવા માંગતા હોય, તો લાફિંગ બુધ્ધાની મૂર્તિને તમારા ઘરની દક્ષિણપૂર્વ દિશામાં રાખો. તે દિશામાં રાખવાથી સકારાત્મકતા આવે છે.

  • જો તમને લાગે કે તમારી ખુશીને કોઈની નજર લાગી છે અથવા તમારા પરિવારજનોના લોકોનું જે કામ બની રહ્યું હતું તે બગડે છે, તો ઘરમાં બુધ્ધાની એવી મૂર્તિ લાવો જેમાં તેઓ ડ્રેગન પર બેઠા છે.
  • ઘર, ઓફીસ અથવા ધંધામાં બરકત લાવવા એવા બુધ્ધાની મૂર્તિ લાવો જેમાં તેઓ ધનની પોટલી લઈને હસે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here