લાલ દોરાનો સરળ ઉપાય તમારા જીવનની બાધાઓ દુર કરશે, હનુમાનજી અને શનીદેવ થશે પ્રસન્ન

0
258
views

વ્યક્તિના જીવનમાં સુખ અને દુ:ખ આવતા જતા રહે છે. તમે એમ સમજી શકો છો કે વ્યક્તિનો સુખ અને દુ:ખ સાથે ઉંડો સંબંધ છે. એવી કોઈ વ્યક્તિ નથી કે જે જીવનમાં હંમેશા ખુશ જ રહેતી હોય. દરેકના જીવનમાં ઉતાર-ચડાવ આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તેને વિધિપૂર્વક અને સાચા મનથી કરવામાં આવે તો વ્યક્તિને આનું પરિણામ અવશ્ય મળે છે. જ્યારે વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેને કોઈક રસ્તો તો શોધવો જ જોઇએ. જેથી તે જલ્દીથી તેના જીવનની મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકે. જો તમે પણ તમારા જીવનના અવરોધોથી મુક્ત થવાનો કોઈ રસ્તો શોધી રહ્યા છો. તો આજે અમે તમને લાલ દોરીના ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ લાલ દોરીનો સરળ ઉપાય અપનાવે છે તો તે તેના જીવનની વિવિધ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. એટલું જ નહીં લાલ દોરીના ઉપાય કરવાથી તમે ધનવાન પણ બની શકો છો. ચાલો જાણીએ આ લાલ દોરીના  વિશેષ ઉપાયો વિશે.

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ લાલ દોરાનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ સામાન્ય રૂટિનમાં રહીને પણ તેને સરળતાથી કરી શકે છે. તમે જાણતા જ હશો કે લાલ દોરાનો ઉપયોગ દરેક પ્રકારની પૂજામાં કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ફક્ત લાલ દોરો પહેરવાથી વ્યક્તિના જીવનમાં અનેક અવરોધો દૂર થાય છે.

જો તમે તમારી ઇચ્છા પૂરી કરવા માંગતા હોય તો એના માટે મંગળવારે તમારી લંબાઈની બરાબર લાલ દોરો લો. હવે તેની સાથે કેરીના લીલા પાન લગાવો એટલે કે તમે કેરીના પાંદડા લાલ દોરામાં બાંધી દો. આ સમયે તમે તમારી મનોકામના પણ બોલો આમ કર્યા પછી તમે તેને હનુમાનજીના મંદિરમાં અથવા મહાદેવના મંદિરમાં જઈ પહેરી લો. આમ કરવાથી જલ્દીથી તમારી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થશે.

જો કોઈ શનિને લીધે પરેશાની છે. આવી સ્થિતિમાં તમારે શનિવારે સાંજે પીપળના ઝાડ પર પાણી ચડાવવું જોઈએ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તે પછી, પીપળના ઝાડની ૨૧ વાર પરિક્રમા કરતી વખતે તમે તમારી ઇચ્છાઓ બોલતા રહો. તમે પીપળના ઝાડ ઉપર લાલ દોરો વિટો. આ ઉપાય કરવાથી તમે પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવશો અને શનિ દોષ પણ દૂર કરી શકશો.

જો તમે કોઈ લાંબી બિમારીને લીધે ખૂબ પરેશાન છો અથવા તમને નોકરી નથી મળી રહી. તો પછી તમે બુધવારે ભોજન લેતા પહેલા ભગવાન ગણેશજીના મંદિરમાં જઈ તમારા જમણા હાથમાં લાલ દોરો બાંધી લો આનાથી તમને ફાયદો થશે. આ ઉપાય કરવાથી તમે જે રોગથી પીડિત છો તેમાંથી તમને રાહત મળશે. તે ઉપરાંત નોકરી મેળવવામાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી હશે તો તે પણ ખૂબ જલ્દીથી દૂર થશે અને તમને સારી નોકરી મળવાની સંભાવના વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here