લાખોમાં થતી હાર્ટ સર્જરી આ ડોક્ટર કરી આપે છે એકદમ ફ્રીમાં, સાથે દવા પણ ફ્રી આપે છે

0
13436
views

હાલના સમયમાં જો કોઈ સામાન્ય વ્યક્તિ ને હોસ્પિટલ પર જવાનું થાય તો તેના માટે સારવારનો ખર્ચ કેટલો આવશે એ વિચારમાં જ વ્યક્તિ વધારે બીમાર પડી જતો હોય છે. સાથોસાથ તેના પરિવારના સભ્યો પણ તેની તબિયત તથા હોસ્પિટલના બિલ ની ચિંતામાં રહે છે. અત્યારના સમયમાં હોસ્પિટલનો ખર્ચ ઉઠાવો એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે સરળ કામ નથી. જો તેમાં પણ પરિવારના કોઈ સભ્યને ઓપરેશન કરાવવાનું હોય તો સામાન્ય વ્યક્તિની જીવનભરની બચત તેમાં જતી રહે છે.

આવા સામાન્ય લોકો માટે મહારાષ્ટ્રમાં આવેલ એક ડોક્ટર ભગવાનનું સ્વરૂપ બની રહેલ છે. જેમનું નામ છે ડોક્ટર મનોજ દુરીરાજ, તેઓ અત્યાર સુધીમાં અસંખ્ય લોકોના ઓપરેશન મફતમાં કરી ચૂક્યા છે. પૂણેના આ ડોક્ટર છેલ્લા દસ વર્ષમાં સાડા ત્રણસોથી પણ વધારે લોકોને હાર્ટ સર્જરી કરી ચૂક્યા છે. હાર્ટ સર્જરી ના ઓપરેશન કરીને અનેક લોકોને તેઓએ નવું જીવન આપેલ છે.

સામાન્ય રીતે હાર્ટ સર્જરી કરાવવાનો ખર્ચ લાખો માં આવે છે, જ્યારે મહારાષ્ટ્રના આ સેવાભાવી ડોક્ટર આ ઓપરેશન બિલકુલ ફ્રીમાં કરી આપે છે. આ સિવાય જે વ્યક્તિ મહારાષ્ટ્ર નો રહેવાસી ના હોય તથા જેની પાસે બીપીએલ કાર્ડ ના હોય તેવા દર્દીઓને તેઓ અહમદનગર માં આવેલ ચેરીટેબલ ટ્રસ્ટ માં તેઓ બાયપાસ સર્જરી કરી આપે છે જ્યાં બાયપાસ સર્જરી નો ચાર્જ ફક્ત પચાસ હજાર જ લેવામાં આવ્યા છે. જેની સરખામણીમાં અન્ય હોસ્પિટલમાં આ ખર્ચ લાખોમાં થાય છે.

ડોક્ટર દુરિરાજ પુણેમાં પોતાને એક પ્રાઈવેટ હોસ્પિટલ પણ ધરાવે છે. તેમની આ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે 30 જેટલા દાતાઓ ત્યાં દાન પણ આપતા રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ દાતાઓ માં કોઈ મોટા ઉદ્યોગપતિ કે નેતાઓ નથી પરંતુ સામાન્ય માણસો જ છે. જે દર્દીઓની સારવાર માટે અવારનવાર હોસ્પિટલમાં દાન આપતા રહે છે.

ઓપરેશન થઈ ગયા બાદ પણ વ્યક્તિને દવા માટે પણ ઘણો બધો ખર્ચો થઈ શકે છે. જે દવાઓ દર્દીને હોસ્પિટલ સિવાય બહારથી લાવવી પડે છે, જેનો ખર્ચો પણ મોટા પ્રમાણમાં હોય છે. દવા નો ખર્ચો પણ સામાન્ય વ્યક્તિની પહોંચ બહાર હોય છે, જેથી આ દવાનો ખર્ચો દુરીરાજ દ્વારા ઉઠાવવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ માટે આ ડોક્ટર ભગવાનથી ઓછા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here