પીએમ મોદીએ હાલમાં જ નવ-પરિણીત યુગલો માટે એક સારા સમાચારની ઘોષણા કરી છે, જેઓ તેમના ઉનાળાના વિરામ માટે વિદેશમાં જવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તેમના પાસપોર્ટ્સ પર જીવનસાથીઓના નામ અપડેટ કરવાની પ્રક્રિયામાં અટવાઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે મહિલાઓ તેમના લગ્ન પછી હવે તેમના પાસપોર્ટ્સમાં તેમનું લગ્ન પહેલાનું નામ જાળવી શકશે.
તેઓએ કહ્યું હતું કે હવેથી, મહિલાઓએ તેમના લગ્ન પછી પાસપોર્ટમાં નામ બદલવાની જરૂર રહેશે નહીં. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ પર ભારતીય વેપારી ચેમ્બર્સની મહિલા પાંખના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સરકાર ઈચ્છે છે કે ઘરની સ્ત્રી તેની તમામ વિકાસ યોજનાઓમાં અગ્રતામાં રહે. તેમની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ ટાંકીને વડા પ્રધાને જણાવ્યું હતું કે મહિલાઓ માટે પ્રસૂતિ રજા હાલના 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી છે.
ઉજ્જવલા યોજના અંતર્ગત ગયા વર્ષે શરૂ કરાયેલા નિ:શુલ્ક રસોઈ ગેસ વિતરણ પ્રોજેક્ટ અંગે મોદીએ કહ્યું હતું કે, “સરકારે આગામી બે વર્ષમાં બીપીએલ પરિવારોના 5 કરોડ જેટલા લોકોને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. લોન્ચ થયાના એક વર્ષમાં, આ યોજનાથી 2 કરોડ મહિલાઓને લાભ મળી ચૂક્યો છે.”
એલપીજી સબસિડી શરણાગતિ અભિયાન અંતર્ગત પહેલેથી જ 1.2 કરોડ લોકોએ સ્વેચ્છાએ પોતાનો લાભ છોડી દીધો છે, એમ તેમણે ઉમેર્યું. મહિલાઓને તેમની ઉદ્યમી ભાવના માટે પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે જ્યાં જ્યાં મહિલાઓને તક આપવામાં આવે છે ત્યાં તેઓએ સાબિત કરી દીધું છે કે તેઓ પુરુષોથી બે પગલા આગળ છે.