“લગ્ન જીવનની બરબાદી છે” આ વાત કેટલી સાચી છે? જાણો તેનો સાચો જવાબ

0
618
views

“લગ્ન ના કરતા જિંદગી બરબાદ થઈ જશે” હંમેશા આવી જ વાતો આપણને લોકોના મોઢેથી સાંભળવા મળે છે. કોઈ તેને મજાકમાં કહે છે તો કોઈ ખુબ જ સિરિયસ થઇને કહે છે. તે દરેકના પોતાના જીવનના અનુભવ પર નિર્ભર કરે છે. જો કોઈનો લગ્ન કરવાનો અનુભવ ખૂબ જ ખરાબ હોય તો એવું કહેશે કે ભાઈ લગ્ન થી દૂર રહેજો અને જો કોઈ લગ્નથી ખુશ હોય તો તે તેની પ્રશંસા કરશે અને કહેશે કે લગ્ન કરવું જીવન માટે ખૂબ જરૂરી છે.

તો હવે સવાલ એ છે કે લગ્ન કરવા જરૂરી છે? શું તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે? શું એકલું ખુશ ના રહી શકાય? લગ્નજીવન બરબાદી છે? તો આજે તમને દરેક સવાલના જવાબ વિશે જણાવીશું.

હકીકતમાં લગ્નજીવન બરબાદી છે કે ખુશાલી તે વાતનો જવાબ તો એ વાતો પર નિર્ભર કરે છે કે પહેલા તમે લગ્ન કર્યા વ્યક્તિ જોડે કરો છો અને બીજું તમે પોતે કેવા વ્યક્તિ છો. તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરો છો તે તમારો લાઈફ પાર્ટનર નથી હોતા પરંતુ તે એક પર્મનેન્ટ રૂમમેટ હોય છે. તમારે બંનેને એક જ છત નીચે જીંદગી જીવવાની હોય છે.

તેવામાં એ વાત ખૂબ જ જરૂરી છે કે તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરો છો તેનું તમારી સાથે સારો તાલમેલ હોય. તમારા બંનેના વિચારો મળતા હોય. અને જો વિચારો માલ્ટા ન પણ હોય તો તમે એક એવા વ્યક્તિ હોવા જોઈએ જે જીવનમાં એડજસ્ટ કરી શકતા હોય. જો આ દરેક ચીજો તમારામાં નથી તો લગ્ન પછી જીવન નરક બની રહે છે.

દરેકના વ્યક્તિનાં મનમાં એક આઇડલ લાઈફ પાર્ટનરની પ્રતિમાં હોય છે. જો કે એ જરૂરી નથી કે તમે જેવું વિચારો છો, સામેવાળો પણ ૧૦૦% તેવો જ હોય. એવામાં લગ્ન કરતા સમયે તમારે તે જોવું જરૂરી છે કે સામેવાળા વ્યક્તિમાં કઈ કઈ ખામી છે કે જેનાથી તમને જરાય ફરક નથી પડતો. મતલબ તમે તેની ખુબીઓને મહત્વ આપો અને ખામીઓને સહન કરવાની શક્તિ રાખો. જો તમે આ ચીજોનું ધ્યાન રાખો તો તમારા માટે લગ્ન ખુશાલી હશે, પરંતુ તેનાથી વિપરીત જો તમે તમારા સાચા પાર્ટનર પસંદ કરવામાં ભૂલ કરી અને પોતે એક ખોટા વિચાર વાળા વ્યક્તિ છો તો લગ્ન તમારા માટે બરબાદી બની જશે.

સરળ શબ્દોમાં કહેવામાં આવે તો લગ્નજીવનને ખુશાલીમાં બદલવું કે બરબાદીમાં તે પૂર્ણ રીતે તમારા ઉપર નિર્ભર હોય છે. તમે માત્ર સમાજને દેખાડવા માટે કે કોઈ અન્ય મજબૂરીના લીધે લગ્ન ના કરવા જોઈએ, પરંતુ લગ્ન એ માટે કરવા જોઈએ કે તમને તે વ્યક્તિ સાથે લગ્ન કરીને ખુશી મળશે. ત્યારે તમારું જીવન ખુશ થશે. લગ્ન પછી પણ તમે એકબીજા સાથે કેવો વ્યવહાર કરો છો તે પણ ખૂબ જ જરૂરી છે.

લગ્ન જીવન માટે જરૂરી છે, પરંતુ એટલું પણ જરૂરી નથી કે તમે કોઈ ખોટા વ્યક્તિ સાથે લગ્ન કરી અને પોતાની જિંદગી બરબાદ કરી નાખો. તેથી આ વાતનો સાચો જવાબ તમારા અંદર જ છુપાયેલો છે.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here