લદ્દાખના આ સ્થળ છે ખુબ જ સુંદર અને અદભૂત છે, ત્યાં જઈને પસાર કરો શાંત સમય

0
365
views

તાજેતરમાં જ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરથી કલમ 37૦ નાબૂદ કરી છે અને લદ્દાખને પણ આ રાજ્યથી અલગ કરી દીધો છે. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરને વિધાનસભાનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. જ્યારે લદ્દાખ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે જેમાં વિધાનસભા નથી. લદ્દાખ એક ખૂબ જ સુંદર સ્થળ છે અને દર વર્ષે લાખો લોકો લદાખની મુલાકાતે આવે છે. ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોના પ્રવાસીઓ પણ આ સ્થળે આવે છે.

જો તમે તમારા વેકેશન દરમિયાન કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો તમે લદાખ જઇ શકો છો. તે ખૂબ જ શાંત જગ્યા છે અને તમે અહીં તમારી વેકેશનની મજા લઇ શકો છો. લદાખમાં ઘણા આકર્ષક પર્યટન સ્થળો છે અને જ્યારે પણ તમે અહીં જાઓ છો, ત્યારે નીચે જણાવેલ પર્યટક સ્થળોની મુલાકાત લો. લદાખ સૌથી સુંદર પર્યટન સ્થળ છે, ત્યાં જય ને શાંતિ ની પળો માણી શકાય છે.

લેક પેન્ગોન્ગ

લદાખ માં આવેલું પેન્ગોન્ગ તળાવ ખુબજ સુંદર તળાવ છે અને તળાવ પાણી ખૂબ જ સ્સ્વચ્છ છે. આ તળાવની લંબાઈ 12 કિલોમીટર છે અને આ તળાવ આશરે 42,000 મીટરની ઉચાઇ પર સ્થિત છે. આ તળાવ પર ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. પેંગોંગ તળાવ ભારતથી તિબેટ સુધી પ્રસરેલુ છે અને આ તળાવની નજીકનું તાપમાન માઇનસ 5° સે થી 10° ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે જ રહે છે. તેથી જ્યારે પણ તમે આ તળાવ જોવા જાઓ છો ત્યારે તમારી સાથે ગરમ વસ્ત્રો લઈ જવા પડશે.

મેગ્નેટિક હિલ

મેગ્રેટિક હિલ માં ગુરુત્વાકર્ષણ ખૂબ વધારે છે અને તેથી જ આ સ્થાનને મેગ્નેટિક હિલ નામ આપવામાં આવ્યું છે. મેગ્રેટિક હિલ લેહ શહેરથી લગભગ 30 મીટર દૂર સ્થિત છે અને હીલ લગભગ 14,000 ફીટ ની ઉચાઇએ છે. આ સ્થળે વાહન ચલાવવું સહેલુ નથી કારણ કે ગુરુત્વાકર્ષણના બળને કારણે, મેગ્મેટીક હિલ વાહનોને પોતાની તરફ  ખેંચે છે.

ચાદર ટ્રેક

જે  લોકો ટ્રેકિંગના શોખીન છે તેઓ ચાદર ટ્રેક ની મુલાકાત લેવા જાવુ જ જોઇએ. ખરેખર, ઝાંસ્કર નદી શિયાળાના સમયમાં સંપૂર્ણપણે થીજી જાય છે અને આ સ્થળે બરફની ચાદર થી ઢંકાઈ જાય  છે. આ થીજેલી નદી પર ચાલવું ખૂબ જ મજેદાર છે અને લોકો અહીં આવીને ટ્રેકિંગ પણ કરે છે.

ફૂગતાલ મઠ

લદાખ માં ગના મઠ જોવા મળેશે. આ બધા મઠ માં પ્રસિદ્ધ મઠ ફૂગતાલ કે ફૂગલ નો મઠ છે. આ મઠ ઝાંસ્કર ક્ષેત્રમાં છે. આ મઠની મુલાકાત લઈને તમને શાંતિ મળશે અને તમે આ સ્થાન પર તમે શાંતિ સુકુન ની ક્ષણો આરામથી માણી શકશો.

લેહ પેલેસ

લેહ પેલેસ એક ઐતિહાસિક સ્થળ છે અને તેનું નિર્માણ 17 મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે તેનો રાજા સેંગે નમગૈલ એ  બનાવડાવ્યો હતો અને રાજા આ સ્થળે તેના પરિવાર સાથે રહેતો હતો. જો તમે લદાખની મુલાકાત લેવા જાવ છો, તો નિશ્ચિતરૂપે આ સ્થાનની મુલાકાત લો. કેમ આ મહેલ એટલો ભવ્ય અને સુંદર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here