કુંડળીમાં મંગલદોષ હોય તો કરો આ સરળ ઉપાય, દોષ થઈ જશે એકદમ સમાપ્ત

0
631
views

ઘણા લોકોની કુંડળીમાં મંગળદોષ હોય છે મંગળદોષ થવાના કારણે વિવાહ જીવનમાં પરેશાની રહે છે અને હંમેશાં ઘરમાં લડાઈ થતી રહે છે. વાસ્તવમાં કોઇ પણ જાતકની કુંડળીમાં મંગળ ગ્રહ ૧, ૪, ૭, ૮ અને ૧૨ માં ઘરમાં હોય તો મંગળદોષ માનવામાં આવે છે. મંગળદોષની ખરાબ અસર પતિ-પત્નીના સંબંધ પર પડે છે. જેથી જે તે જાતકની કુંડળીમાં આ દોષ હોય તો તેના જીવનસાથીની સેહત પણ ખરાબ રહે છે.

તેથી કુંડળીમાં દોષ હોય તો તેને નજર અંદાજ ન કરવો અને નીચે બતાવેલા ઉપાય કરવા આ ઉપાયો કરવાથી દોષ નો  ખરાબ પ્રભાવ તમને બચાવશે. મંગળદોષ થી બચવા માટે કરવા ઉપાય અહિયાં અમો તમને જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે મંગલદોષનું નિવારણ કરી શકો છો.

વરીયાળી

મંગળદોષ થવા પર તમે લાલ રંગના કપડામાં થોડી વરીયાળી બાંધી દેવી અને આ કપડાને પોતાના ઊંઘવાના રૂમમાં રાખી દેવું. આ ઉપાય કરવાથી મંગળ દોષ ખતમ થઇ જાય છે.

લાલ રંગની વસ્તુ રાખવી

તમારા ઘરમાં લાલ રંગની વસ્તુ એટલે કે લાલ ફૂલ, લાલ પથ્થર જરૂર રાખવા અથવા તો તમારા રૂમમાં લાલ રંગ કરાવી દેવો. વાસ્તવમાં લાલ રંગ મંગળ ગ્રહથી જોડાયેલો હોય છે અને આ રંગના આસપાસ હોવાથી આ ગ્રહ શાંત રહે છે.

મીઠાઈનું દાન કરવું

મંગળવારના દિવસે ગરીબ લોકોને લાલ રંગની મિઠાઈ ખાવા માટે આપવી તે ઉપરાંત લાલ કલરના કપડા અને મસૂરની દાળ બાંધીને કોઈ પણ ભિખારીને દાન કરવું. આ ઉપાય કરવાથી દોષ દૂર થાય છે.

હનુમાનજીની પૂજા કરવી

મંગળવારના દિવસે મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરવી અને પૂજા કરતાં સમય હનુમાનજીના ચરણોમાં સિંદૂરને માથા પર લગાવો. સાથો સાથ શિવલિંગની પૂજા પણ કરી અને શિવને લાલ રંગનું ફૂલ ચડાવવું. વાસ્તવમાં મંગળ ગ્રહને શાંત રાખવા માટે શિવજી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

જમીન ખોદીને આ વસ્તુ દાટી દેવી

જે લોકોની કુંડળીમાં મંગળદોષ હોય છે તે લોકો ને લગ્ન પહેલાં આ ઉપાય કરવો. આ તડકામાં જમીન ખોદી અને તેની અંદર લાલ રંગનું વસ્ત્ર તંદૂર અને લાલ રંગનું ફૂલ દાટી દેવું.

પાણીમાં પ્રવાહિત કરવી આ વસ્તુ

મંગળદોષ થવા પર મંગળવારના દિવસે એક માટીના ખાલી પાત્રમાં લાલ રંગની માટી ભરવી અને આ પાત્રને લાલ રંગના કપડામાં બાંધી ત્યારબાદ આ પાત્રને જળમાં પ્રવાહિત કરી દેવું.

ગાયને રોટલી ખવડાવવી

જે કન્યાઓની મંગળદોષ હોય તે કન્યાઓ સવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવી આવું કરવાથી આ દોષ દૂર થાય છે અને તેનાથી જીવનસાથી પર ખરાબ પ્રભાવ પણ નહિ પડે.

લાલ કલરના કપડાં પહેરવા

મંગળવારના દિવસે લાલ કલરના કપડા પહેરવા અને લાલ રંગની વસ્તુઓ ખાવી. આવું કરવાથી મંગળ ગ્રહના ખરાબ પ્રભાવ જીવનભર નથી પડતો અને આ ગ્રહ શાંતિ બનાવી રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here