કુળદેવતાની પુજા કરતાં સમયે આ વાતોનું રાખો ધ્યાન, જો આવી ભુલ કરી તો…

0
195
views

દરેક કુટુંબને કૂળદેવી હોય છે અને કોઈપણ જાતની પૂજા અથવા હવન કરતા પહેલા આપણા કુળદેવી નું નામ લેવાય છે. એવું માનવામાં આવે છે કે કુળદેવતાને યાદ કર્યા વિના કરવામાં આવતી પૂજા સફળ થતી નથી અને પૂજાનું ફળ પ્રાપ્ત થતુ નથી. તો બીજી બાજુ ઘણા લોકો તેમના કુલદેવતાને યાદ કરે છે. અને દરરોજ તેમની પૂજા કરે છે. આજે અમે તમને જણાવીશું કે કુળદેવતાની પૂજા કેવી રીતે કરવી, તેમની પૂજા કરતી વખતે શું કરવું અને શું ન કરવું.

આ રીતે કુલદેવતાની પૂજા કરો

 • જો તમે કુળદેવતાની કોઈ મૂર્તિને પૂજા ઘરમાં રાખી હોય તો પૂજા કરતા પહેલા મૂર્તિનેસાફ કરો અને ત્યારબાદ જ પૂજા શરૂ કરો.
 • કુળદેવતાની પૂજા કરતા પહેલા તમે પુજાનો સંકલ્પ કરો અને સંકલ્પ લેતા સમયે, તમારા હાથમાં થોડું પાણી લો. સંકલ્પ લીધા પછી, આ પાણીને ધરતી પર ઢોળી દો.

 • કુલદેવતાની પૂજા કરતી વખતે તેઓને પાનનું પતું અર્પણ કરો. જો તમે ઇચ્છો તો, સોપારીનું પાન, લવિંગ, એલચી અને ગુલકંદ પણ કુળદેવતાને અર્પણ કરી શકો છો. હકીકતમાં, આ બધી વસ્તુઓ અર્પણ કરવાથી, કુલદેવતા જલ્દીથી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે.
 • કુલદેવતાની પૂજા દિવસમાં બે વખત એટલે કે સવારે અને સાંજે કરવી જોઈએ.
 • કુલદેવતાને ની પૂજા હમેંશા શાંત મનથી આસન પર બેસીને કરવી જોઈએ સાથે સાથે તમારા ઇષ્ટદેવ  સ્મરણ પણ કરવું જોઈએ.
 • તેમને પૂજા દરમિયાન ભોગ અર્પણ કરો અને પૂજાના સમાપન  પછી, તેને પ્રસાદ તરીકે વિતરણ કરો.

પૂજા કરતી વખતે આ ભૂલો ન કરો

 • કુળદેવતાની પૂજા વખતે તમે ફક્ત શુધ્ધ ફૂલો અર્પણ કરો અને જો શક્ય હોય તો, તાજા ફૂલો તોડી તેને ચઢાવો.
 • કુળદેવતાને હંમેશાં ચોખ્ખા ચોખા અર્પણ કરો. કારણ કે તૂટેલા ચોખા અર્પણ કરવાથી પૂજા નું ફળ મળતુ નથી.
 • જ્યારે પણ તમે કુલ દેવતાની ઉપાસના કરો ત્યારે લોટામાં તાજું પાણી તેમની સામે રાખો અને ત્યારબાદ તમારી પૂજા શરૂ કરો. કારણ કે, પાણી વિના પૂજા સફળ નથી થતી.

કુળદેવતાની પૂજા સાથે જોડાયેલા ફાયદા

 • રોજ કુળદેવતાની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે  છે.
 • કુળદેવતાની પૂજા કરવાથી ઘરની વાસ્તુશાસ્ત્રની ખામી દૂર થાય છે. તેથી, જો ઘરનું વાસ્તુશાસ્ત્રયોગ્ય ન હોય, તો તમે દરરોજ કુલદેવતાની પૂજા કરો અને તેમની આગળ ધૂપ કરો.
 • કુળદેવતાની પૂજા સાચા મનથી કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
 • જો તમે સંતાન સુખથી વંચિત છો, તો પછી તમે દરરોજ તમારા ઘરમાં કુળદેવતાની પૂજા કરો. આ કરવાથી તમને સનતાંનસૂખ મળશે.
 • જો કોઈ વ્યક્તિ ઘરે બીમાર રહે છે, તો તમારે કુળદેવતાની પૂજા કરવી જોઈએ અને તેમને હળદર વાળા ચોખા અર્પણ કરવા જોઈએ. આમકરવાથી બીમાર વ્યક્તિ જલ્દી સારો થઈ જશે.
 • જો કોઈ કાર્ય સફળ ન થઈ રહ્યું હોય, તો તમે તમારા કુળદેવી અથવા દેવતાને દરરોજ પાંચ નાગરવેલના પાનના પ્રદાન કરો આ કરવાથી તમને કામમાં સફળતા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here