કુદરતનો કરિશ્મા – અહિયાં પાણી નીચેથી ઉપર તરફ વહે છે

0
243
views

નાનપણથી જ આપણે વાંચતા અને જોતા આવ્યા છીએ કે પાણી હંમેશા ઉપરથી નીચેની તરફ વહે છે. પરંતુ છત્તીસગમાં એક સ્થળ એવું છે જ્યાં પાણી નીચેથી ઉપરની તરફ વહે છે. વાંચવામાં અને સાંભળવામાં ભલે આ વાત વિચિત્ર લગે પણ છે આ વાત સો ટકા સાચી. આ અજાયબી સ્થળ તાજેતરમાં જ મળી આવ્યું છે અને હવે વૈજ્ઞાનિકો આની પાછળ નું રહસ્ય  શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વિસ્તાર, ‘ઉલ્ટાપાની’ તરીકે ઓળખાય છે. આ જગ્યા અંબિકાપુરથી ૫૬ કિલોમીટર દૂર મૈનપાટમાં વસેલ બીસલપુર ગામમાં છે. સ્થાનિય સરગુજા ભાષામાં, બિસારપણીનો અર્થ છે પાણીનો રિસાવ થવો. અહીં મુખ્યમંત્રી માર્ગ યોજનાના કાંઠે એક નાના પથ્થરની નીચેથી પાણીનો પ્રવાહ ટેકરી તરફ ૨ કિલોમીટર સુધીનો પ્રવાસ કરે છે.

મૈનપાટના બીસરપાની પંચાયતના ‘ઉલ્ટાપાની’ ના નામથી પ્રખ્યાત થયેલ આ સ્થળ પર જ્યારે અમે પહોંચ્યા તો લાગયું કે ક્યાંક આપણી આંખો તો આપણને છેતરતી નથી ને. સામેનો નજારો આશ્ચર્યજનક હતો. મનુષ્ય અને વિજ્ઞાનની માન્યતાને ફગાવીને અહીંના ગ્રામજનો દ્વારા ચાર વર્ષ પહેલાં બનાવેલી મેઢથી, પાણી એકજ ધાર માં નીચે થી ઉપર  ડુંગરના તિલક જેવા સ્થાન થી ફરીને બીજી બાજુ એક જ પ્રવાહમાં વહે છે. આ જોઈને  બોલવું જ પડ્યું, ‘અમેઝિંગ, અવિશ્વાસનીય અને અકલ્પનીય’. તે ખરેખર આશ્ચર્યજનક મૈનપાટ છે.

મૈનપાટને એમ જ છત્તીસગઢ નું સિમલા નથી કહેવાતું

જ્યારે મૈનપાટમાં જ કુદરતની નજીક રહેવાનો એહસાસ થઈ જાય તો આ કિસ્સામાં મૈનપાટને સિમલા સાથે સરખાવું અતિશયોક્તિ નહીં લાગે. પ્રાકૃતિક સૌંદર્યની ચાદર ઓઢેલા મૈનપાટમાં અત્યાર સુધી ભગવાન બુદ્ધનું મંદિર, મેહતા પોઇન્ટ, ટાઇગર પોઈન્ટ, જેવા દર્શનીય સ્થળ બાદ અહીની જે જગ્યા દેશ, પ્રદેશમાં ચર્ચામાં આવી તે અહીની હલતી ધરતી ‘જળજલી’ હતી.

લગભગ અઢી એકરમાં બિલકુલ સ્પોન્જની જેમ હલી રહેલ જળજલીને આઠમું અજાયબી સુધી દર્શાવામાં આવ્યું છે. આની ઉપર ઘણું સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ મૈનપાટ પાસે જળસ્રોત થી જોડાયેલ બીજું એક આશ્ચર્યજનક નમુનો પણ છે, જે હજી સુધી પ્રખ્યાત થયો નથી. તેનું નામ ‘ઉલ્ટાપાની’ છે, જેની શોધ કોઈ વૈજ્ઞાનિક અથવા સંશોધનકારે નહીં પરંતુ બિસરપાણી પંચાયતના ગ્રામજનો દ્વારા કરાઈ છે.

જ્યારે ઘાસનું તણખલું નાખ્યું ત્યારે થયો વિશ્વાસ

જ્યારે અમને મૈનપાટના ‘ઉલ્ટાપાની’ વિશે ખબર પડી તો, અમારા મનમાં એક પ્રશ્ન સાથે એ ઉત્સુકતા પણ થઈ કે શું આ સંભવ છે. પછી જ્યારે અમે સ્થળ પર પોહચ્યા તો સવાલ નો જવાબ પણ મળી ગયો અને ચોપડીમાં વાંચેલ જ્ઞાન પણ એળે રહી ગયું. તેને દૂરથી જોતાં એવું લાગ્યું કે એવું બની જ ના શકે કે પાણીની ધાર પર્વતની ઉલ્ટી દિશામાં વહી રહી હોય.

નજીક જઇને જોયું તો ગામના લોકો દ્વારા બનાવેલા વળાંકવાળા ઢોળાવથી પાણીનો પ્રવાહ એક જ દિશામાં તળીયેથી પર્વતની ટોચ સુધી વહી રહ્યું હતું. પોતાની આંખો પર વિશ્વાસ કરવા માટે, અમે ઘાસના બે-ત્રણ મોટા તણખલાને પાણીમાં ફેંકી દીધા અને તે ધારની  નીચેથી ઉપર વહેવા લાગ્યું. પછી એવું લાગ્યું કે પ્રકૃતિનું આ નવમુ અજાયબ પણ મૈનપટમાં હાજર છે.

બિસરપાણીની કોઈ પણ જમીન સૂકી નથી

ગ્રામપંચાયત બિસરપાણીમાં એવી કોઈ જમીન નથી કે જે પાણી ન કાઢે. અહીં પાણીનું લેવલ એકદમ ઊંચું છે આને કારણે ગામલોકોને ખેતરોની સિંચાઈમાં કદી મુશ્કેલી નથી આવતી. આજથી લગભગ ચાર વર્ષ પહેલાં અહીંની જમીનમાંથી નીકળતા મોટા પ્રમાણમાં પાણીને ઉપર ખેતર સુધી અને ગામના જ અન્ય પારામાં લઈ જવાનું વિચાર્યું અને પછી આ મેઢ તૈયાર કરવામાં આવ્યો.

તે પછી જે બન્યું તે હેરાન કરવા યોગ્ય હતું. આ મેઢમાંથી પાણી પસાર થતાં, તે પ્રવાહમાં નીચેથી ઉપર ફરતું બીજા પારા તરફ આગળ વધ્યું અને ત્યારથી આ સ્થાન ઉલ્ટાપાની તરીકે જાણીતું બન્યું. આ સ્થાનને પર્યટન દ્રષ્ટિકોણથી જાળવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. જેથી મૈનપાટનું આ સ્થાન રાજ્ય અને દેશમાં પણ પ્રખ્યાત થઈ શકે.

સંશોધન ની છે જરૂરત

તેને ભૂસ્તરીય શાસ્ત્રી વિમાન મુખરજીના મતે આ આશ્ચર્યજનક છે. ઉત્તર-પૂર્વના કેટલાક ડુંગરાળ વિસ્તારોમાં આ જોવા મળે છે. તેનું રહસ્ય જાણવા માટે સંપૂર્ણ સંશોધનની જરૂરી છે.

નેપાળ જવાના માર્ગમાં પણ ઉલ્ટાપાની

અંબિકાપુર પીજી કોલેજના ભૂગોળ વિભાગના વડા રમેશ જયસ્વાલે જણાવ્યું હતું કે, જ્યાં અપેક્ષાકૃત પાણી વિપરીત દિશામાં જાય છે ત્યાં પાણીનો સ્ત્રોત ઉંચી જગ્યાએ છે તેથી, ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ મેઢમાં, ધીમી ગતિએ પાણી ઉપર તરફ વહી રહ્યું છે. કુસામીના શ્રીકોટમાં પણ પર્વત પર પાણી ચડવાનું કારણ પણ આવું જ છે. નેપાળ જવાના માર્ગમાં પણ ઉલટાપાણી નામનું સ્થળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here