ટીક ટોક સ્ટાર બાબા જેકસન એટલે કે યુવરાજ સિંહનો વિડીયો થોડા દિવસો પહેલાં જ ખૂબ જ વાયરલ થયો હતો. રિતિક રોશન, રવિના ટંડન અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારે પણ તેનો વીડિયો શેયર કર્યો હતો અને તેના ડાન્સના વખાણ કર્યા હતા. હવે ફરીથી યુવરાજનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની સાથે “સ્ટ્રીટ ડાન્સર 3D” ના કલાકારો નજર આવી રહ્યા છે. આ વિડીયો વરૂણ ધવને ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો.
નોરા ફતેહી, અલી એવરમ અને ક્રિકેટર હરભજન સિંહ યુવરાજના ડાન્સ વખાણ કરવા માટે આ પોસ્ટ પર કોમેન્ટ્સ કરી હતી. “સ્ટ્રીટ ડાન્સર 3D” ૨૪ જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના કલાકારો હાલના દિવસોમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પુનિત પાઠક અને સલમાન યુસુફ ખાને યુવરાજની મુલાકાત લીધી હતી. વીડિયોમાં યુવરાજ “સ્ટ્રીટ ડાન્સર 3D” ના ગીત “મુકાબલા-મુકાબલા” પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.
યુવરાજ થોડા સમય પહેલા અચાનક સમાચારોમાં આવી ગયો હતો, સોશિયલ મીડિયા પર તેનો ટીક ટોકનો વિડીયો વાઇરલ થવા લાગ્યો હતો. તેનો વિડિયો શેયર થવાની થોડી કલાકોમાં જ ૫.૬૧ લાખથી વધારે વખત જોવામાં આવ્યો હતો. આ વીડિયોને ઋત્વિક રોશન અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો હતો. તેની સાથે જ તેઓએ ઇન્ટરનેટ યૂઝર્સને એવું પણ પૂછ્યું હતું કે આ યુવકની માહિતી આપો, જે આટલો શાનદાર ડાન્સ કરી રહયો છે.
Smoothest airwalker I have seen. Who is this man ? https://t.co/HojQdJowMD
— Hrithik Roshan (@iHrithik) January 13, 2020
યુવરાજ ટિક ટોક સ્ટાર બન્યા બાદ ફિલ્મ સ્ટાર બનવાના રસ્તા પર ચાલી રહ્યો છે. ડાયરેક્ટર, કોરિયોગ્રાફર રેમો ડિસુઝા એ યુવરાજને પોતાની આગળની ફિલ્મોમાં લેવા માટેનું ટ્વીટર પર એલાન કર્યું હતું.
Bhaia next film :)))) https://t.co/ylTRT6tPZy
— Remo D’souza (@remodsouza) January 12, 2020
ડાયરેક્ટર અનુભવ સિન્હાએ યુવરાજનો આ વીડિયો શેયર કર્યો હતો અને તેમાં રેમો ડિસુઝાને પણ ટૅગ કરેલા હતા. રેમો ને યુવરાજ નો ડાન્સ એટલો પસંદ આવ્યો કે તેમણે વીડિયોને ટ્વીટ કરતાં એની સાથોસાથ ફિલ્મની ઓફર પણ આપી દીધી. રેમો એ ટ્વિટર પર લખ્યું કે – ભૈયા નેકસ્ટ ફિલ્મ.