કિચનમાં વાસણ અને ગેસનાં બર્નરને ચમકાવવા માટે આ ઉપયોને ફોલો કરો

0
273
views

રસોડાની સફાઈ તમારી અને તમારા પરિવારનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. તેની સફાઈમાં ક્યારેય બેદરકારી ના કરવી જોઈએ. રસોડાની સફાઈમાં અમુક સફાઈ સરળ હોય છે પરંતુ અમુક સફાઈ જેમ કે, ગેસ નીચે અથવા ચીમની, કબાટ અને ખાસ રીતે બર્નરને સાફ કરવામાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે તમને અમુક રીત વિશે જણાવીશું જે તમારી સફાઈ અને સરળ કરી નાખશે.

સૌથી પહેલા વાત કરીશું કિચન ગેસના બર્નરની જેને ગમે તેટલું સાફ કરી લો તો પણ તે સરખી રીતે સાફ નથી થતું. તો તેના માટે એક વાસણમાં પાણી ભરી અને તેની અંદર વોશિંગ પાવડર મિક્સ કરી લેવું અને તેમાં ઍપલ સાઇડર વિનેગર મિક્સ કરી તેમાં બર્નર મૂકી દેવું. આખી રાત તેને એ રીતે રાખવું અને સવારે તાર વાળા બ્રશ થી તેને સાફ કરી લેવું. આ ઉપાયથી તમે કડાઈ અને તવાની ગંદકીને સાફ કરી શકો છો.

કિચનમાં રહેલા ગેસની નીચે જમા થયેલ ગંદકીને સાફ કરવા માટે ગેસને હટાવીને ગંદકી પર કુકિંગ સોડા અને પાણીનું મિશ્રણ નાખી દેવું. તેને ૩૦ મિનિટ સુધી એમ જ રહેવા દેવું. ત્યાર બાદ તે ભાગને સાફ કરી લેવો. આમ કરવાથી તમારુ રસોડું એકદમ સાફ થઇ જશે. આ ઉપાય તમે ચીમની અને કબાટમાં પણ કરી શકો છો.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here