ખુબ જ સરળ છે હનુમાનજીને પ્રસન્ન કરવા, કરો આ ઉપાય અને તમારા બધા જ દુ:ખોનો અંત થઈ જશે

0
550
views

હનુમાનજીની ઉપાસના કરવાથી તમારી મનની દરેક વસ્તુ મળી શકે છે. આ સાથે હનુમાનજી તેમના ભક્તોની રક્ષા પણ કરે છે. હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે અને નીચે જણાવેલ ઉપાયથી કોઈ પણ ભક્ત હનુમાનજીનો આશીર્વાદ મેળવી શકે છે. તેથી તમારે નીચે જણાવેલ ઉપાયો જરૂર થી અપનાવો.

હનુમાનજીને ખુશ કરવું ખૂબ જ સરળ છે ફક્ત આ ઉપાય કરો

  • હનુમાનજીને રામજીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. તેથી તમારે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને પૂજા કર્યા પછી શ્રી રામજીનું સ્મરણ કરવું જોઈએ. શ્રી રામજીની સાથે હનુમાનજીની ઉપાસના કરવાથી હનુમાનજી ખુશ થાય છે અને તમને બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે.
  • શનિવારે રામ મંદિરમાં જવું અને હનુમાનજીના નામે દીવો પ્રગટાવો અને મનમાં તમારી મનોકામના બોલો. આ કરવાથી તમે ભગવાન હનુમાનજીની સાથે રામજીનો આશીર્વાદ પણ મળી જશે.

  • તમારી કોઈપણ મનોકામના પૂર્ણ થાય તે માટે તમારે મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવતી વખતે તમારે રામજી અને સીતામાતા ના નામનો પણ જાપ કરવો જોઈએ. આમ કરવાથી હનુમાન જી પ્રસન્ન થશે.
  • શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જવું અને તેમની સામે તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાન ચાલીસા વાંચવાથી હનુમાનજીની કૃપા તમારી પર થશે.
  • જો તમને આર્થિક લાભ જોઈએ છે તો મંગળવારે હનુમાનજીની પૂજા કર્યા પછી સાંજે  બુંદીનો પ્રસાદ લોકોને વહેંચવો જોઈએ અને આ પ્રસાદ હનુમાનજીના ચરણોમાં પણ અર્પણ કરવો જોઈએ. આ ઉપાય સિવાય જો તમે ઇચ્છતા હોય તો શનિવારે પીપળાના ૧૧ પાન લો અને તેના પર સિંદૂરની મદદથી હનુમાનજી લખો. ત્યારબાદ આ પાંદડા પાણીમાં પધારાવો.
  • મંગળવારે સાંજે તમે હનુમાનજીની મૂર્તિને કેસરી રંગના વસ્ત્રો ચઢાવો અને વસ્ત્રો અર્પણ કર્યા પછી હનુમાન ચાલીસા પણ વાંચો.

  • હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે શનિવારે તેમના પગ પર ફટકડી ચઢાવો અને ૧૦૧ વાર તેમના નામનો જાપ કરો. આ કરવાથી તમને ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને તમારું મન હંમેશા શાંત રહેશે.
  • હનુમાનજી સાથે સંકળાયેલ સુંદરકાડ વાંચવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે વાંચીને તમને મનગમતી ચીજ તમને મળી જાય છે. સુંદરકાંડ ફક્ત સાંજના સમયમાં જ વાંચવામાં આવે છે. તો તમે તેને સાંજના સાત વાગ્યા પછી જ વાંચો. વળી તે સમયે જ્યારે તમે તેને વાંચો છો, ત્યારે તમારી પાસે ઘીનો દીવો પણ પ્રગટાવો અને પાઠ વાંચતા પહેલા હનુમાનજીનું નામ લો. ખરેખર સુંદરકાંડ એ રામાયણનો એક ભાગ છે અને સુંદરકાંડ હનુમાનજી પર આધારિત છે.
  • હનુમાનજીને ખુશ કરવા માટે તમે તેમને બુંદીના લાડુ પ્રદાન કરો. દર મંગળવારે હનુમાનજીને લાડુ ચડાવવાથી દરેક સમસ્યા દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here