બાળકોને લંચ બોક્ષમાં આપી શકાય અને મહેમાનો પણ વાહ વાહ કરતાં રહી જાય એવો ખાખરાનો ચેવડો બનાવવાની રેસીપી

0
240
views

સામગ્રી

 • ખાખરા – 500 ગ્રામ
 • થોડા સફેદ તલ
 • દાળિયા – 2 ચમચી
 • સીંગદાણા – એક નાની વાટકી
 • કાજુ – 10 થી 12 જેટલા
 • લીમડા ના પાન – 8 થી 10
 • હિંગ ચપટી
 • લાલ મરચું – 2 ચમચી
 • સંચળ/ મીઠું સ્વાદ પ્રમાણે
 • હળદર
 • ચપટી આમચૂર
 • તેલ – 5 ટેબલસ્પૂન

રીત

ખાખરા ના ચેવડો ની વાનગી એટલી બધી સરસ છે કે તમે તેને પાંચ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને જો તમારાથી ખાખરા તૂટી ગયા હોય કે લંચબોક્સમાં ભાગી જવાની બીક હોય તો તમે બાળકોને સરળ રીતે આ રીતે ચેવડો બનાવીને નાસ્તામાં આપી શકો છો.

ચેવડો બનાવવો ખુબ જ સરળ છે અને ખાખરાનો તુંટી ગયા હોય તો તેનો ઉપયોગ પણ થઈ જશે. ચેવડા નો ઉપયોગ તમે સાંજના કે સવારના નાસ્તા તરીકે પણ લઈ શકો છો. તેમજ ચેવડો એવો નાસ્તો છે કે જોઈએ નાનાથી લઈને મોટા સુધીના તરીકે પણ ભાવતો હોય છે.

ખાખરા નો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં સૌપ્રથમ સિંગદાણા નાખો. સીંગદાણા શેકાઈ જાય એટલે તેમાં લીમડો, કાજુ અને તલ મિક્સ કરો. પછી તેમાં હળદર મિક્સ કરો. બધુ સરખી રીતે થઈ જાય એટલે તેમાં હળદર ઉમેરો. જો તમે ત્યારે વઘારની સાથે હળદર ઉમેરશો તો ચેવડા નો રંગ સરસ લાગશે. હવે તેમા ખાખરા નો ભૂકો એડ કરો.

હવે તેમાં મીઠું, લાલ મરચું, આમચુર પાવડર બધું જ સારી રીતે નાખી મિક્સ કરો. 2 મિનિટ સુધી ધીમી ફ્લેમ પર જ મિક્સ કરવું. હવે તેને સર્વિંગ ડિશમાં કાઢી ને સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here