કપિલ શર્માએ ઘણી વખત હાથ-પગ જોડ્યા છતાં પણ આ ૫ સિતારાઓ તેમના શો પર ક્યારેય નથી આવ્યા, જાણો શા માટે?

0
695
views

કપિલ શર્મા ઇન્ડિયા નંબર વન કોમેડિયન છે. તેનું કોમેડી ટોકશો ખૂબ જ ફેમસ પણ છે. તેને દરેક ઘરમાં જોવામાં આવે છે. કપિલના શોમાં અનેક મોટી હસ્તીઓ આવે છે તેમાંથી મોટા ભાગના પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવે છે. જ્યારે અમુક સ્ટાર ફિલ્મના પ્રમોશન વગર પણ આવે છે. તે શો ના માધ્યમથી દર્શકોને સેલિબ્રિટીની સામાન્ય જીંદગીને એકદમ નજીકથી જોવાનો અવસર મળે છે. આજે તમને એ પાંચ સિતારાઓના નામ જણાવીશું, જેને કપિલ પોતાના શો પર બોલાવતા બોલાવતા થાકી ગયો પરંતુ તે પોતાના અંગત કારણોના લીધે ના આવી શક્યા.

લતા મંગેશકર

બોલિવૂડના સુરોની રાણી લતા મંગેશકરનાં અવાજના દરેક દિવાના હોય છે. કપિલ ખુદ એક કોમેડિયન હોવાની સાથે-સાથે સિંગર પણ છે. તેને સિંગિંગ સાંભળવું અને ગાવાનો ખૂબ જ શોખ છે. તે લતા મંગેશકરના પણ મોટા ફેન છે. કપિલ અને તેની ટીમ દ્વારા અનેક વખત લતાજીને પોતાના શો પર આમંત્રણ આપ્યું પરંતુ તે ના આવી શક્યા. તેમની વધતી ઉંમર અને ખરાબ તબિયતને લઈને એવું લાગે છે તે ભવિષ્યમાં ભાગ્યે જ કપિલ શર્માના શો પર નજર આવશે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની ભારતના સૌથી લોકપ્રિય ખેલાડી છે. ધોનીનાં એકદમ સિમ્પલ વ્યવહાર ના લીધે લોકો તેની ક્રિકેટ મેદાનમાં અને પર્સનલ ઇન્ટરવ્યુમાં પણ જોવાનું પસંદ કરે છે. જેના લીધે અનેક ફેન્સ તેને પણ કપિલ શર્માના શો માં જોવા માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે ધોની બાયોપિક ફિલ્મ “ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”  આવી ત્યારે કપિલે ધોનીને શો પર લાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ બીઝી શિડ્યુલના લીધે ધોની નાં આવી શક્યા. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આપણે ધોનીને કપિલના શો પર જોવાનો અવસર મળે.

રજનીકાંત

રજનીકાંત સાઉથ ફિલ્મના ભગવાન માનવામાં આવે છે. તેમની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. તેમણે અનેક હિટ ફિલ્મો કરી છે. કપિલે રજનીકાંત અને એક કે બે વખત નહીં પરંતુ ત્રણ વખતે શોમાં બોલવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમણે શો પર આવવા માટે ના પાડી દીધી. સામાન્ય રીતે રજનીકાંત ફિલ્મ પ્રમોશન માટે કોઈપણ હિન્દી ટીવી શો પર નથી આવતા. તેમના પાછળ પણ તેનું બીઝી શિડ્યુલ જ એક કારણ છે. જોવા જયે તો રજનીકાંતને પ્રમોશનની જરૂરિયાત પણ નથી, તેમનું નામ જ કાફી છે.

આમિર ખાન

આ વાત તો દરેક જાણતા હોય છે કે આમિર ખાન હંમેશા ઇન્ડિયન એવોર્ડ શોમાં નથી જતા. તેવું જ કપિલના શો ને લઈને પણ છે. કપિલે અમને અનેક વખત શો પર લાવવાના પ્રયત્નો કર્યા પરંતુ તે પોતાના અમુક રુલ્સ એન્ડ રેગ્યુલેશન ના લીધે અમીરખાન કપિલના શો પર નથી આવતા. તે પોતાના ફિલ્મના પ્રમોશનના માટે કપિલના શોમાં આવવાનું પસંદ નથી કરતા.

સચિન તેંડુલકર

ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા સચિન તેંડુલકરને પણ કપિલે પોતાના શોમાં બોલાવવાના અનેક પ્રયત્નો કર્યા. અત્યારે ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે ટીવી શો થી દૂર રહેવું પસંદ કરે છે. સચિન કપિલના શોમાં અત્યાર સુધી નથી આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here