પાકિસ્તાન પાસે દેવું ચૂકવવા ના પણ પૈસા નથી સરકારી ખજાનો ખાલી છે. અને પોતે પાકિસ્તાન પીએમ એ માર્યું છે કે તે કંગાળ થઈ રહ્યા છે. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાંની મોંઘવારી વધી ગઈ. આવામાં પાકિસ્તાનની સરકાર પાસે આવાસ ઉપર બોજ આપવા સિવાય કંઈ જ નથી અને તેનો ઈશારો પણ એ ઇમરાનખાન સરકારે આપી દીધો છે. પાકિસ્તાનનું કરજ 10 વર્ષમાં છ અરબ પાકિસ્તાની રૂપિયાથી વધીને 30,000 અરબ સુધી વધી ગયું છે.
કર્જ ચૂકવવા ના પૈસા નથી
પાકિસ્તાનને કંગાળ થતું જોઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું છે કે અમારી જોડે કર્જ ના કીસ્ત ચૂકવવાના પૈસા નથી રહ્યા. પાકિસ્તાન ઉપર દેવાળું થવાનો ભય છે. પાકિસ્તાનના પીએમ ની આ વાત સમજવામાં આવે તો આગામી દિવસોમાં પાકિસ્તાન પાસે ખાવાના પણ પૈસા નહીં હોય અને જો હશે તો પણ તેની કિંમત માટી જેવી થઈ જશે. પાકિસ્તાની આઇએમએફ જોડે છ અરબ કરોડનો કર્જ લીધું છે.
30 જૂન અલ્ટીમેટમ
રાષ્ટ્રના સંબોધનમાં ઇમરાન ખાન એ કહ્યું છે કે પાકિસ્તાન મોટી ટેક્સ કલેક્શન થી વર્ષના ચાર હજાર અરબ રૂપિયા સરકારી ખજાનામાં આવે છે. પરંતુ અડધી રકમ થી માત્ર સરકારી કિસ્ત ભરવામાં આવે છે અને જે રકમ વધે છે તેનાથી દેશ નો ખર્ચો નથી પૂરો થતો. ઇમરાન ખાને પાકિસ્તાનીઓ ને ૩૦ જુન સુધી નામ વગરની સંપત્તિ અને ખાતાના ખુલાસો કરવાનું કહ્યું છે. ખુલાસાના કરેલી સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે. ઈમરાન ખાને કહ્યું કે જો તમે ટેક્સ નહીં આપો તો દેશને આગળ લઈ જવો ખૂબ જ મુશ્કેલ છે. 30 જૂન પછી આ તક નહીં આપવામાં આવે.
નવ વર્ષથી નીચલા સ્તર પર વિકાસ દર
ઇમરાન ખાન સરકારના પહેલા આર્થિક સર્વેમાં દેશના ફોટો સામે આવ્યા છે પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ 3.3 ફિસદિ નીચે આવી ગઈ છે. જે પાછળના ૯ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. આ વર્ષ દરમિયાન લક્ષ 6.2 ટકા થી અડધું છે. કેમકે કૃષિ અને ઉદ્યોગમાં વિકાસ નકારાત્મક રહ્યો 1 વર્ષ પહેલા પાકિસ્તાની અર્થવ્યવસ્થા 315 અરબ ડોલર હતી . જે ઘટીને ૨૮૦ ડોલર પહોંચી ગઈ છે. આવવાવાળા વર્ષમાં પણ પરિસ્થિતિ સારી નથી.
પાકિસ્તાનમાં પ્રતિ વ્યક્તિ આય પણ1,652 ડોલર થી ઓછી થઈને 1,497.3 ડોલર પ્રતિ વર્ષ આવી ગઈ છે. પાકિસ્તાનના આર્થિક સલાહકાર એ કહ્યું છે કે પાકિસ્તાન અરબ ડોલર વિદેશી પાછા આપવાની પરિસ્થિતિમાં પણ નથી. પાકિસ્તાની રૂપિયા અમેરિકી ડોલર ના હિસાબે અત્યાર સુધી નીચલા સ્તર ઉપર છે.
ખાવા-પીવાનું થયું મોંઘું
આર્થિક રૂપે કમજોર પાકિસ્તાન મોંઘવારીમાં પણ ખરાબ પરિસ્થિતિ છે ડોલર ના લીધે કમજોર થતા પાકિસ્તાન રૂપિયાની લીધે પાકિસ્તાન મોંઘવારી દર પાછળના પાંચ વર્ષમાં શીર્ષ પર છે. પાકિસ્તાનમાં દૂધનો ભાવ 180 રૂપિયા પ્રતિ લીટર છે. સફરજન 400 રૂપિયા કિલો, સંતરા 360 રૂપિયા, અને કેડા 150 રૂપિયે ડઝન વેચાય છે. પાકિસ્તાનમાં મટન 1100 રૂપિયા કિલો પહોંચી ગયું છે. મે માં ડુંગળી 40% ટામેટા 19% અને મગની દાળ 13 % વધુ થઈ છે. ગોળ, ખાંડ,માછલી, મસાલા, ઘી ચોખા,લોટ, તેલ, ચા અને ઘઉંની કિંમતમાં પણ 10% નો વધારો જોવા મળ્યો છે.