કાનમાં સતત લગાવી રાખો છો હેડફોન અથવા ઈયરફોન? તો આ ખબર જરૂર વાંચી લો, નહિતર તમારી સાથે થશે આવું ભયાનક

0
366
views

પહેલાના સમયમાં લોકો સમય પસાર કરવા માટે એકબીજાની ઘરે જતા હતા. ઘરની બહાર બધા લોકો એકઠા થતા હતા અને સાથે બેસીને વાતો કરતા હતા. લોકો પાસે સમયનો અભાવ ન હતો, એકબીજા સાથે વાતો કરતા અને એકબીજાની વાતો સાંભળતા. પરંતુ આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની લાઇફમાં વ્યસ્ત છે. મોબાઈલ એક એવું ડિવાઈસ છે જે દુર રહેતા લોકોને નજીક તો લાવ્યું છે પરંતુ નજીકના લોકોને દૂર કરી રહ્યું છે.

હવે લોકો બહાર જઈને એકબીજાને મળતા નથી અને વાતો પણ કરતા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ઘરમાં રહેતા લોકો પણ મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિએ પોતાની એક અલગ જ દુનિયા બનાવી લીધી છે. ઘણી વાર તો એવું પણ બને છે કે ઘરમાં હોવા છતાં પણ ઘરના અન્ય સભ્યો પાસે જઈને વાત કરવાને બદલે લોકો ફોન પર અથવા મેસેજ માં વાત કરી લે છે. જો કે ઘરમાં દરેક સમયે મોબાઈલનો ઉપયોગ કરવા પર તમારી મમ્મી તમને ઠપકો જરૂર આપે છે. કારણ કે દરેક ઘરમાં આવું જ દૃશ્ય જોવા મળે છે અને તેમાં પણ વધારે ઠપકો હેડફોન લગાવવા પર મળે છે.

સમાચાર પત્રોમાં અવારનવાર કોઇને કોઇ સમાચાર આવતા રહે છે જેમાં હેડફોનના ઉપયોગ થી કાનમાં થતી પરેશાનીઓ વિશે હોય છે. અથવા તો હેડફોન નો ઉપયોગ કરતા સમયે રોડ ક્રોસ કરવામાં એક્સિડન્ટ થઈ જાય છે, આવા પ્રકારના સમાચારો અવારનવાર આવતા રહે છે. જોકે લોકો આવા પ્રકારના સમાચારો પર ધ્યાન ન આપીને પોતાના મનનું ધાર્યું કરે છે. પરંતુ આજે અમે તમને એવી માહિતી જણાવીશું જેને વાંચીને તમે લોકો હેડફોનનો ઉપયોગ જરૂરથી નહીં કરો.

એ વાત તો બધા જ જાણતા હશે કે પેડ ફોનના વધુ પડતા ઉપયોગથી કાન પર ખરાબ અસર પડે છે. પરંતુ શું તમને જાણ છે કે તેના વધારે પડતા ઉપયોગથી કાનના પડદા પર ખૂબ જ ભયંકર અસર નથી કરતું પરંતુ કાનના આકારને જ બગાડી દે છે. જી હાં, તમને સાંભળીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ આવો જ એક કિસ્સો કેલિફોર્નિયામાં એક વ્યક્તિ સાથે થયો હતો. હેડ ફોનના વધુ પડતા ઉપયોગથી તે વ્યક્તિના કાનનો આકાર બદલી ગયો જે તમને અહીંયા તસવીરોમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે કેલિફોર્નિયાનો આ વ્યક્તિ મોટાભાગે હેડફોનનો ઉપયોગ કરતો હતો. જેના લીધે તેના કાનમાં દુખાવો શરૂ થવા લાગ્યો. પરંતુ તેણે આ દુખાવાને સામાન્ય માનીને ધ્યાન આપ્યું નહીં. પરંતુ થોડા દિવસોમાં જ તેનું આ દુખાવો વધવા લાગ્યો તેમ છતાં પણ તેણે આ બાબત પર ધ્યાન ન આપ્યું. પરંતુ જ્યારે તેણે આ વાત પર ધ્યાન આપ્યું અને ત્યારબાદ જે થયું તે ખૂબ જ ભયાનક હતું. જ્યારે તેણે દુખાવો વધવા પર ધ્યાન આપ્યું તો તેણે જોયું કે દુખાવાની સાથે સાથે તેના કાનનો આકાર પણ બગડી ગયો છે. તેની સાથોસાથ તેને સાંભળવામાં પણ તકલીફ થઈ રહી હતી. એટલા માટે તમે પણ હેડફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી બચો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here