કમાલનાં શિક્ષક ! જે બાળકો ક્યારેય ટ્રેનમાં પણ બેઠા નહોતા તેને શિક્ષકે પોતાના ખર્ચે પ્લેનમાં મુસાફરી કરાવી

0
524
views

ભારતમાં આજે પણ એવા ઘણા લોકો છે જેમના માટે પ્લેનમાં મુસાફરી કરવી એક સ્વપ્ન સમાન છે. તેઓ ફક્ત આકાશમાં ઊડવાનું સપનું જ જોઈ શકે છે. આ લોકો જમીન પર ઊભા રહીને આકાશમાં ઉડતા વિમાનને જુએ છે અને તેમાં ખુશ થઈને પોતાના મનને માનવી લેતા હોય છે. વિમાનોમાં મુસાફરી કરવા માટે તેમની પાસે પૈસા હોતા નથી. ખાસ કરીને જ્યારે બાળકોની વાત આવે છે, ત્યારે તેઓ ઉડતા વિમાનો જોવાનું પસંદ કરે છે. બાળપણમાં કાગળના વિમાનો બનાવનારા આ બાળકો પણ વાસ્તવિક વિમાનમાં ઉડવાનું સપનું જોતા હોય છે.

આવી સ્થિતિમાં આ માસુમ અને ગરીબનું સપનું પૂરું કરીને એક હેડમાસ્તર લોકોના વખાણને પાત્ર બની રહ્યા છે. હકીકતમાં, ઇન્દોરના દેવાસ જિલ્લાના બીજપુરની સરકારી શાળામાં ભણાવતા મુખ્ય શિક્ષક કિશોર કનાસે પોતાના ખર્ચે ૧૯ વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરી કરીને લોકોનાં દિલ જીતી લીધા હતા. હેડમાસ્ટર કિશોરે પોતાની બચતમાંથી જે પૈસા બચાવ્યા હતા તે આ બાળકોની હવાઈ યાત્રામાં ખર્ચ કરી નાંખ્યા હતા. આ કામમાં તેણે ૬૦ હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા.

કિશોર કહે છે કે હું લાંબા સમયથી એર ટિકિટના ભાવ જોતો હતો. જ્યારે તેમના ભાવો થોડા સસ્તા હતા, ત્યારે મેં અગાઉથી બુક કરાવ્યું. હેડમાસ્ટર કિશોર કહે છે કે આમાંના કેટલાક બાળકો એવા પણ છે કે જેમણે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી ન હતી, આવી સ્થિતિમાં તેમને વિમાનમાં મુસાફરી કરવાનો ખુબ જ આનંદ થયો હતો.

આ સરકારી શાળાના ૬ઠ્ઠા, ૭માં અને ૮માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રથમ વખત ઇન્દોર એરપોર્ટ પહોચ્યા ત્યારે તેમના ચહેરાના ભાવ જોવા લાયક હતા. આ બાળકોની ખુશી સાતમા આસમાન પર હતી. અહીંથી આ બાળકોએ દિલ્હીની ફ્લાઇટ પકડી હતી અને ત્યાં દિલ્હી દર્શન ટુર પર ગયા હતા. ટાઇમ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં તોહિદ શેખ નમક વિદ્યાર્થીએ કહ્યું કે તે હંમેશા વિમાનને જમીન પરથી જોતો હતો. ત્યારે તેને આ પ્લેન ખૂબ નાનું દેખાતું હતું પણ જ્યારે તેણે તેની નજીકથી જોયું તો તે પ્લેન ખૂબ મોટું હતું.

હેડમાસ્તર કિશોર કહે છે કે એકવાર તે ટ્રેનમાં પોતાના બાળકો સાથે આગ્રા પ્રવાસથી પરત ફરી રહ્યો હતો. આવી સ્થિતિમાં કેટલાક બાળકો ઉત્સાહિત થઈ ગયા અને કહ્યું કે હવે આપણે આવતા વર્ષે પ્લેનમાં મુસાફરી કરીને ટુરમાં જઇશું. બસ ત્યાથી જ કિશોરને વિચાર આવ્યો કે તેણે બાળકોને વિમાનમાં મુસાફરી કરાવવી જોઈએ. આ લોકો ઈંદોર થી દિલ્હી પ્લેનથી ગયા હતા પરંતુ જ્યારે તેઓ બે દિવસ પછી તેમના ગામ પરત ફર્યા ત્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરીને આવ્યા હતા. બાળકો ઉપરાંત તેમની સાથે બે શિક્ષક નીતિન ગુપ્તા અને આશા તિલોડિયા પણ હતાં. રસપ્રદ વાત એ છે કે આ બંને શિક્ષકો પણ પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

હવે આ વિમાનમાં મુસાફરી કરનારા દરેક વિદ્યાર્થીઓ પાસે આ વિમાનની સાથે જોડાયેલી ઘણી બધી યાદગીરીઓ છે. તેઓ પોતાની આ ખુશીને તેના અન્ય મિત્રો અને ઘરના લોકો સાથે શેયર કરી રહ્યાં છે. બીજી તરફ હેડમાસ્ટર કિશોર કનાસે ની ખૂબ પ્રશંસા થઈ કરવામાં રહી છે. તેમના જેવા બહુ ઓછા શિક્ષકો આજે જોવા મળે છે. અમને જરૂરથી જણાવજો કે તમને આ શિક્ષકનો વિચાર કેવો લાગ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here