જો તમે કેળાની છાલને ફેંકી દો છો તો મોટી ભુલ કરી રહ્યા છો, કેળાની છાલનાં છે જબરદસ્ત ફાયદાઓ

0
251
views

કેળું એક એવું ફળ છે. જે ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આનાં બે કારણો છે, એક તો તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને બીજું કે આ ફળ ખાવામાં વધારે મહેનત નથી માંગતું. છાલ કાઢો અને ફટ ખાઈ લ્યો. લોકો કેળા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગમાં લે છે. જો તમારે વજન વધારવું હોય તો, દૂધ અને કેળાને ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.

વળી, કેળાને હેપ્પી ફ્રુટ પણ કહેવામાં આવે છે, એટલે કે જો મૂડ ખરાબ લાગે તો કેળા ખાવાથી મૂડ આપોઆપ સારો થઈ જશે. તમને કેળાં વિષેની આ વાતો તો પહેલેથી જ ખબર હશે. તેથી આજે અમે તમને કેળા વિશે નહીં પણ કેળાની છાલ વિશે જણાવીશું. હા, કચરા તરીકે તમે જે છાલ ફેંકી દો છો. તે ખરેખર ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તો ચાલો તમને જણાવીએ કે આ છાલ તમને શું કામ આવી શકે છે.

દાંત સાફ કરવા માટે

તમે દાંતની સફાઈ તો રોજ કરતા જ હશો અને તેને સફેદ પણ રાખવા માંગતા હશો, પરંતુ ઘણી વાર આવું થતું નથી. હકીકતમાં દરરોજ ચા, કોફી અને ઘણા અન્ય પીણાના સેવનથી દાંત પીળા થઈ જાય છે, જે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ સાફ થતાં નથી. આ સ્થિતિમાં તમે કેળાની છાલનો ઉપયોગ કરીને તમારા દાંતને સાફ કરી શકો છો. કેળાની છાલનો અંદરનો ભાગ તમારા દાંત પર થોડી મિનિટો ઘસો અને પછી દાંત ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ કરો અને તમારા દાંતની ચમક ફરી આવી જશે.

ત્વચાને નરમ બનાવો

તમે ભલે ગમે તેટલા મોંઘા પ્રોડક્ટ વાપરો પરંતુ તેનાથી તમને તમારા ચહેરા પર ઇચ્છિત કોમળતા નથી મળતી. વળી તે જ સમયે મેકઅપ પ્રોડક્ટસમાં ઘણા બધા કેમિકલ ઉમેરવામાં આવે છે, જે તમારા ચહેરા માટે બરાબર નથી. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે કેળા ખાઓ છો. ત્યારે તેની છાલને ફેંકવી નહીં. પરંતુ તમારા ચહેરા પર તેનાથી ૨ મિનિટ સુધી મસાજ કરવો. આ પછી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો એકદમ કોમળ થઇ જશે. કેળાની છાલ લોહીને શુદ્ધ કરવાની સાથે કબજિયાતથી પણ રાહત આપે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

વાળ નરમ અને મજબૂત બને છે

કેળાની છાલ તમારા ચહેરા પર ચમક અને નિખાર લાવી શકે છે, વળી તે તમારા વાળ માટે પણ ખૂબ સારું છે. તમે કેળાની છાલને વાળના માસ્ક તરીકે પણ વાપરી શકો છો. કેળાની છાલ વાળને નરમ બનાવે છે અને ચમક આપે છે.

માઈગ્રેન માટે મદદ

માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા પણ આજકાલ સામાન્ય થઈ ગઈ છે, તેથી વારંવાર દવા લેવી પણ યોગ્ય નથી. જો તમને માઈગ્રેન અથવા માથાનો દુખાવો છે, તો તમે અના માટે પણ કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. કેળાની છાલને કપાળ અને ગળા પર ઘસવું. તેમાં પોટેશિયમ હોય છે. જે માથું હળવુ કરે છે અને મનને ઠંડુ પાડે છે. તેનો ઉપયોગ કરવાથી તમે દવા લીધા વગર માઈગ્રેન અથવા માથાનો દુખાવાથી છૂટકારો મેળવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here