પૈસા કમાવુ જેટલું જરૂરી છે એનાથી વધારે તેને સંભાળીને રાખવુ જરૂરી છે. જો સાચી રીત તમે પૈસા રાખવામાં સારી રીતે અપનાવો છો તો તમારા ઘરમાં બરકત થવાથી કોઈ રોકી નથી શકતું. ઘણા લોકો ખૂબ જ વધારે પૈસા કમાય છે પરંતુ તેને સાચી રીતે રાખવામાં તેઓ અસમર્થ હોય છે. જ્યોતિષમાં જણાવ્યા અનુસાર પૈસાને સાચા સ્થાન ઉપર રાખવા જરૂરી હોય છે. એનાથી ન ફક્ત તમારી આવક વધે છે પરંતુ તમારા ઘરમાં પૈસાની બરકત થવા લાગે છે. તો ચાલો જાણીએ આજના અમારા લેખમાં કે તમારા માટે શું ખાસ છે ?
જ્યોતિષશાસ્ત્રના મુતાબીક દરેક વ્યક્તિને પોતાની રાશિ અનુસાર જ ઘરમાં પૈસા રાખવા જોઈએ. કઈ દિશામાં પૈસા રાખવાથી તમને બરકત થશે તેનું સાચું જ્ઞાન હોવું જરૂરી છે. એવામાં પ્રત્યેક વ્યક્તિને પોતાની રાશિ અનુસાર ઘરની દિશામાં પૈસા રાખવા જોઈએ. જેથી તેને કોઇ પણ રીતની પરેશાની ન થાય. તો આજે આપણે રાશિ અનુસાર ઘરમાં કઈ દિશામાં તમારી પૈસા રાખવા જોઈએ તેના વિશે જણાવીશું. જેથી તમારા ઘરમાં લક્ષ્મી માતાની કૃપા બરકરાર રહે.
મેષ રાશિ : મેષ રાશિના જાતકોને ઘરના પશ્ચિમ દિશામાં ધન રાખવું જોઈએ. ધ્યાન રાખો કે તમે જ્યાં પણ ધન રાખો ત્યાં એક લોખંડનો છલ્લો જરૂર રાખો. તેનાથી તમારા ઘરમાં બરકત થશે. તેના સિવાય મેષ રાશિના જાતકોને ઘરમાં બરકત થવા માટે સાંજે લેણદેણ કરવી જોઈએ. તેનાથી તેમના ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થશે.
વૃષભ રાશિ : આ રાશિના લોકોને ધન ઘરની પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. સાથે જ ધ્યાન રાખવું જોઈએ કે ધનની પાસે કોઈ ચાંદી કે સોનાની વસ્તુ જ રાખો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય. તેને સાંજના સમયે પછી લેન-દેન થી બચવું જોઈએ.
મિથુન રાશિ : આ લોકોને ધન ઉત્તર દિશાની તરફ રાખવું જોઈએ. તેનાથી ઘરમાં બરકત થશે. સાથે ધ્યાન રાખવું કે ધન વાળી જગ્યા પર તાંબાની બનેલી વસ્તુ જરૂર રાખો. સાથે જ તેમણે મંગળવારના દિવસે લેણદેણ થી બચવું જોઇએ.
કર્ક રાશિ : કર્ક રાશિના લોકોને ધન પૂર્વ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ અને સાથે ચાંદીની બનેલી કોઈ વસ્તુ જરૂર રાખવી જોઈએ. એવું કરવાથી તેમનો ભંડાર ક્યારેય પણ ખાલી નહીં થાય. તેમને ધ્યાન રાખવું જોઈએ કે તમારી તિજોરી ક્યારેય પણ સાવ ખાલી ન કરે ભલે તેમાં એક રૂપિયો જ કેમ ન રાખો.
સિંહ રાશિ : આ રાશિના લોકોને ધન પૂર્વ દિશાની તરફ રાખવો જોઈએ. સાથે જ કોઈ પણ કાંસાની વસ્તુ રાખો અને ધનવાળી જગ્યા એ સોનાની વસ્તુ રાખવાથી બચો નહીંતર અશુભ થઈ શકે છે અને તમારા ઘરમાં પૈસા ટકશે નહીં.
કન્યા રાશિ : આ લોકોને ધન દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. સાથે જ તેમને બપોરના પછી લેણદેણ થી બચવું જોઈએ. તેના સિવાય ધન વાળી જગ્યા ઉપર તેમના ચાંદીની કોઈ ને કોઈ વસ્તુ જરૂર રાખવી જોઈએ.
તુલા રાશિ : તુલા રાશિના જાતકોને ધન ઘરની દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. તેના સિવાય તેમણે લાલ કપડામાં બાંધીને તે સ્થાન ઉપર રાખવું જોઈએ. સાથે જ ધ્યાન રાખો કે આ જગ્યાઓ જે જગ્યા ઉપર ધન હોય તે જગ્યા ઉપર પ્રકાશની ઉચિત વ્યવસ્થા હોય.
ધન રાશિ : આ રાશિના જાતકોને ધન ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. સાથે જ સફેદ કપડામાં લપેટીને તે સ્થાન પર રાખવું જોઈએ તેનાથી ઘરમાં બરકત થશે.
મકર રાશિ : મકર રાશિના જાતકોને ધન ઉત્તર દિશામાં રાખવું જોઈએ. તેનાથી તેના સાથે જ તેમણે ધનના ઉપર કુબેર ની પ્રતિમા રાખવી જોઈએ. ધ્યાન રાખો કે તે સ્થાન ઉપર સોના અને ચાંદી જોડાયેલી કોઇ પણ વસ્તુ ન હોય.
કુંભ રાશિ : કુંભ રાશિના લોકોને માટે પૂર્વ દિશા બહેતર માનવામાં આવે છે તેથી આ દિશામાં ધન રાખો. તેના સિવાય પીળા કપડામાં સોના ચાંદી બાંધીને રાખો. સવારના સમયે લેણદેણ થી બચો.
મીન રાશિ : આ રાશિના લોકોને ઘરની પશ્ચિમ દિશામાં ધન રાખવું જોઈએ. તેના સાથે જ લોખંડની કોઈ વસ્તુ જરૂર રાખો અને ધનને અનાવશ્યક રૂપમાં ખર્ચ ન કરો.