દરેક વ્યક્તિ જાણે છે કે પ્રોટીન એ આરોગ્યપ્રદ ડાયેટનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તે વજન ઘટાડવા, સંતોષ વધારવા અને ચરબી ઘટાડવાથી લઈને સ્નાયુઓ મજબુત બનાવવા અને તેમને રિપેર કરવામાં મદદ કરે છે. પરંતુ કદાચ તમે જાણતા નથી કે હાઈ પ્રોટીન ડાયેટ કેન્સર સહિત અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. હાઈ પ્રોટીન ડાયેટનો અર્થ એ છે કે જ્યારે તમે તમારા રોજિંદા માપ કરતાં વધુ પ્રમાણમાં પ્રોટીનનો વપરાશ કરો છો, તે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.
ઉચ્ચ પ્રોટીન ડાયેટ
પ્રોટીનનું વધુ સેવન હાનિકારક છે, કેટલાક અભ્યાસો દર્શાવે છે કે આવું ડાયટ કે જેમાં મોટા પ્રમાણમાં પ્રોટિન હોય છે ખાસ કરીને લાલ માંસ તે કેન્સરના જોખમ સાથે સંકળાયેલ છે. અન્ય સ્રોતોમાંથી મળતા પ્રોટીનના સેવન સાથે કેન્સરનું જોખમ ઓછું સંકળાયેલું છે. સંશોધનકારો માને છે કે આ માંસમાં જોવા મળતી ચરબી અને અન્ય કાર્સિનોજેનિક તત્વો તેનું કારણે હોય શકે છે.
કેન્સર અને ડાયાબિટીસથી મૃત્યુનું જોખમ
એક અધ્યયન મુજબ તમારા ડાયેટમાં મળતું વધારાનું પ્રોટીન તમારું કેન્સરથી મૃત્યુનું થવાના જોખમ ને ૪ ગણું વધારી દે છે. એટલું જ નહીં, માંસ ખાવાના શોકીન લોકોની ડાયાબિટીસથી મરવાની સંભાવના વધી પણ જાય છે. એટલું જ નહીં, જો તમે સામાન્ય માત્રામાં પણ પ્રોટીનનો વપરાશ કરો છો, તો પણ કેન્સરથી મરી જવાની સંભાવનાઓ ૩ ગણી વધે છે એવા લોકો કરતા જે પ્રોટીનથી પોતાની કેલરી ૧૦% કરતા પણ ઓછા પ્રમાણમાં મેળવે છે.
૬૧૩૮ લોકો પર કર્યું અધ્યયન
આ અધ્યયનમાં, ૫૦ વર્ષથી વધુની ઉંમરના ૬૧૩૮ લોકોએ ભાગ લીધો હતો. આ અભ્યાસ સેલ મેટાબોલિઝમમાં પ્રકાશિત થયો હતો, જેના લેખક વોલ્ટર લોન્ગો છે.
કેટલો પ્રોટીન તમારા માટે વધુ છે?
ઘણા અભ્યાસ અને આરોગ્ય એજન્સીઓએ કહ્યું છે કે વ્યક્તિએ શરીરના વજન સામે સરેરાશ ૦.૮ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈનું વજન ૬૦ કિલો છે, તો તેણે એક દિવસમાં ૪૮ ગ્રામથી વધુ પ્રોટીન ન લેવું જોઈએ.
શું છે ઉચ્ચ પ્રોટીન ડાયટ
જ્યારે તમે ૨૦% કે તેથી વધુ કેલરી મળતી હોય ત્યારે તેને હાઇ પ્રોટીનનો આહાર કહેવામાં આવે છે. પછી ભલે તે પ્લાન્ટ આધારિત હોય અથવા પ્રાણી આધારિત હોય.
સામાન્ય પ્રોટીન આહાર
જ્યારે તમને પ્રોટીનમાંથી ૧૦ થી ૧૫% કેલરી મળે છે, ત્યારે તેને સામાન્ય પ્રોટીન આહાર કહેવામાં આવે છે.
લો પ્રોટીન આહાર
જ્યારે તમને પ્રોટીનથી ૧૦% કે તેથી ઓછી કેલરી મળે છે, ત્યારે તેને લો પ્રોટીન ડાયેટ કહેવામાં આવે છે. અધ્યયન અનુસાર વ્યક્તિ દ્વારા કાર્બ અને ચરબીનું પ્રમાણ વધારે પ્રમાણમાં લેવાય તો તે કેન્સરના દરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતું નથી.
તમે શું કરી શકો છો?
આ પ્રશ્નનો જવાબ સરળ અને સીધો છે, તમારે જેટલું પ્રોટીન લેવાય છે તેના પર કાપ મૂકવો જોઈએ. ખાસ કરીને માંસ, ડેરી અને ચીઝ માંથી મળતા પ્રોટિન પર તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. તમારી પ્રોટીનની માત્રાને ઝડપથી ઘટાડવી નહીં કારણ કે તે તમને ખૂબ ઝડપથી કુપોષિત બનાવી શકે છે.
જો કે, તમારા લોકો માટે એક સારા સમાચાર એ છે કે પ્રોટીનનું ઓછું સ્તર અકાળ મૃત્યુના જોખમને ૨૧% ઘટાડે છે. પરંતુ જ્યારે તમારી ઉંમર ૬૫ વર્ષની છે, ત્યારે તમારે પ્રોટીનનું સેવન સામાન્ય બનાવવું જોઈએ. કારણ કે પ્રોટીન નબળાઇ અને સ્નાયુઓના નુકસાનથી રક્ષણ પૂરું પાડે છે, જે આ ઉંમરે સામાન્ય છે.
તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.