જો તમારી પાસે હવે કોઈ પ્લાસ્ટિક બેગ (કેરી બેગ)નાં ૨, ૪, ૧૦ રૂપિયા માંગે તો તેને આ ખબર વંચાવી દેજો

0
577
views

જો હવે તમે ડોમીનોસ પીઝા સ્ટોર પર કંઈક લેવા જાવ અને તેઓ તમને પેકીંગનો ચાર્જ વસૂલ કરે તો તેને આ ખબર વાંચીને સંભળાવજો. ખબર ચંડીગઢની છે. કેરી બેગ ના ૧૩.૩૩ રૂપિયા વસૂલ કરવાના ચક્કરમાં ડોમીનોઝને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચંડીગઢ નાસિક કન્ઝ્યુમર કોર્ટ (ચંડીગઢ રાજ્ય ઉપભોક્તા વિવાદ નીપટાન આયોગ) એ ડોમિનોઝને બે અલગ અલગ કિસ્સામાં ૧૦ લાખનો દંડ ફટકાર્યો હતો.

ઘટના ૧૩ નવેમ્બર, ૨૦૧૮ ની છે. પંકજ ચાંદગોઠીયા નામની વ્યક્તિ એ ચંદીગઢ સેક્ટર-૮ ના ડોમિનોઝ સ્ટોર થી બે રેગ્યુલર પીઝા ઓર્ડર કર્યા. સ્ટોરે પંકજને ૩૦૫.૮૯ નું બિલ આપ્યું. આમાં ૧૩.૩૩ રૂપિયા કેરી બેગની કિંમત જોડવામાં આવી હતી. પંકજને આ વાત કંઈક ખોટી લાગી. તેણે આ ફરિયાદ જિલ્લા કન્ઝ્યુમર ફોર્મ-૧ માં કરી.

પંકજનું કહેવું હતું કે, “પેકિંગનો ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલી શકાય નહીં. આ ખોટી વ્યાપાર નીતિ છે તથા પૂરી રીતે ગ્રાહકનું શોષણ છે. સ્ટેટ કન્ઝ્યુમર ફોરમમાં પંકજે કહ્યું કે, બંને કેરી બેગ ઉપર ડોમિનોઝનું નામ અને લોગો છાપ્યા છે. ડોમિનોઝનું માર્કેટિંગ ગ્રાહકના પૈસાથી ન થઈ શકે, કેમકે સામાન હાથમાં લઈ જઈ શકાય એમ નથી. એટલા માટે નાછૂટકે લોકોએ મજબૂરીથી કેરીબેગ ખરીદવી પડે છે.

કન્ઝ્યુમર ફોરમે પંકજની વાતને સાચી માની. જિલ્લા કન્ઝ્યુમર ફોરમ-૧ એ પંકજની દલીલો થી સહમત થઈ ડોમીનોજ પર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો સાથે જ ૧૦૦ રૂપિયા પંકજને નુકસાનની ભરપાઈ કરવાના અને ૫૦૦ રૂપિયા કેસ ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો.

પંકજ જિલ્લા ફોર્મ-૧ ના ચુકાદાથી સંતુષ્ટ ન થયા. આ માટે તેઓ સ્ટેટ કન્ઝ્યુમર ફોરમમાં ગયા. એક જૂના કેસ  જીતેન્દર બંસલ કેસ)નું ઉદાહરણ દેતા પંકજ એ દલીલ આપી કે જિલ્લા કન્ઝ્યુમર ફોરમ-૨ એ જીતેન્દ્ર બંસલ કેસમાં ૧૫૦૦ રૂપિયા નુકસાન ભરપાઈ અને કેસ લડવાનો ખર્ચ અલગ થી આપ્યો હતો અને ૫ લાખ રૂપિયાનો દંડ પણ  ફટકાર્યો હતો.

સ્ટેટ કન્ઝ્યુમર ફોર્મ-૨ ના પ્રેસિડેન્ટ જસ્ટીસ રાજશેખર અત્રે એ આદેશ આપ્યો કે જિલ્લા ફોર્મ-૧ એ પંકજ ચંદગોઠીયા કેસમાં નુકશાન અપર્યાપત ભરપાઈ કરી છે, જીતેન્દ્ર બંસલ કેસની બરાબર તેમને વળતર મળવું જોઈએ.

ડોમિનોઝ એ પણ આ મામલામાં અપીલ કરી છે પણ કોર્ટે અપીલ મંજુર ન કરી અને પંકજને નુકસાની ભરપાઈની રકમ વધારી દીધી છે. ડોમિનોઝને જે નુકસાન ના પહેલા ૧૫૦૦ રૂપિયા ચૂકવવા ના હતા તે હવે ૨૫૦૦ રૂપિયા કરી દેવાયા છે અને ડોમિનોઝને હુકમ કરવામાં આવ્યો છે કે,

  • પંકજને કેરી બેગ ના ૧૩.૩૩ રૂપિયા પાછા આપી દે.
  • માનસિક હેરાનગતિના ૧૫૦૦ રૂપિયા ચૂકવે.
  • કન્ઝ્યુમર કાનૂનની સહાયતા કોષમાં ૧૦,૦૦૦ રૂપિયા જમા કરાવે.
  • PGI ચંડીગઢ કે રોગી કલ્યાણ કોષમા ૪,૯૦,૦૦૦ રૂપિયા જમા કરે.

ચંદીગઢથી એક વર્ષમાં આ બીજી મોટી ખબર આવી છે. પહેલા બાટા શોરૂમ પર કેરી બેગ પર ચાર્જ લેવા પર દંડ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here