તમારા હાથની રેખાઓ સાથે તમારુ નસીબ જોડાયેલુ હોય છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યુ છે કે તમારા હાથની રેખાઓથી તમારું ભવિષ્ય અને તમારું વર્તમાન જાણી શકાય છે. દરેક વ્યક્તિની રેખા તે બતાવે છે કે તેના નસીબમાં શું લખેલું છે. તે રેખાની વચોવચ એક રેખા નીકળે છે કે તે જણાવે છે કે તમારું લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ તો આજે જણાવીશું તે રેખા વિશે.
જો કોઈના હાથમાં લગ્ન રેખા અને હૃદયની રેખા વચ્ચે અંતર એકદમ ઓછું હોય તો તે લોકોનું લગ્ન ઓછી ઉંમરમાં થઈ જશે. જો લગ્નની રેખામાં શરૂઆતમાં પર્વતનું નિશાન હોય તો તેવી સ્ત્રીને લગ્નમાં દગો મળવાની સંભાવના રહે છે. અને જો લગ્નરેખા હૃદય ની એકદમ નજીક હોય તો તમારુ ૨૦ વર્ષ પહેલાં લવમેરેજ થવાની સંભાવના રહે છે.
જો કોઈ વ્યક્તિના હાથમાં લગ્ન રેખા હૃદયરેખાને કાપીને નીચે જતી હોય તો તેને સારું નથી માનવામાં આવતું તે વ્યક્તિ લવ મેરેજ કર્યા પછી ખૂબ જ મુશ્કેલી માં રહે છે. વિવાહ રેખાની પાસે ત્રિશુલ રેખા જેવું કોઈ ચિહ્ન જોવા મળે તો તે વ્યક્તિ લવ મેરેજ કરે છે અને તે પોતાના જીવનસાથી ને ખુબ જ પ્રેમ કરે છે.
વિવાહ રેખા ઉપર કોઈપણ વર્ગની સમાન ચિહ્નો જોવા મળે તો લવ મેરેજ ની સંભાવના વધી જાય છે પરંતુ જીવન સાથી ના ખરાબ સ્વાસ્થ્ય તરફ ઇશારો કરે છે.