પ્રકૃતિ આપણને છોડ અને વૃક્ષને ઉપહારના રૂપમાં ખૂબ જ અનમોલ વસ્તુ આપી છે. જો વૃક્ષો આ પૃથ્વી પરના હોય તો આપણું જીવન સંભવ નથી. વૃક્ષોમાંથી આપણને ઓક્સિજન મળે છે જે જીવન માટે ખૂબ જ આવશ્યક છે. એવા ઘણા વૃક્ષો છે જે પ્રકૃતિ આપણને આપ્યા છે અને આપણા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઘણા છોડ અને વૃક્ષોને ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી અસાધ્ય રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે.
સાથોસાથ ઘણા છોડ અને વૃક્ષો એવા પણ છે જેમને પોતાના ઘરમાં લગાવવા શુભ માનવામાં આવે છે. જો આવા છોડને પોતાના ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી આર્થિક તંગીમાંથી છુટકારો મેળવી શકાય છે અને ધન મેળવવા માટે ના સ્ત્રોત ખુલે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી આવા છોડ વિશે જાણકારી આપીશું જેને ઘરમાં લગાવવાથી તમારું ભાગ્ય બદલી શકે છે.
રજનીગંધા
રજનીગંધા માં ત્રણ પ્રકારની જાતી હોય છે. તેમાંથી સુગંધી તેલ અને અતર પણ બનાવવામાં આવે છે. તેના ઘણા ઔષધીય ગુણ પણ મળી આવે છે જેનાથી તમે ગંભીર બીમારીઓમાંથી પણ છુટકારો મેળવી શકો છો. આ છોડને ઘરમાં રાખવો ધાર્મિક દ્રષ્ટિથી ખૂબ જ શુભ માનવામાં આવેલ છે.
અશ્વગંધા
વાસ્તુશાસ્ત્ર અનુસાર અશ્વગંધા વૃક્ષ લગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. અશ્વગંધાના છોડમાં ઘણા લોકપ્રિય આયુર્વેદિક ગુણ મળી આવે છે જેનાથી આપણને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે.
કેળાનું ઝાડ
તમે બધા એ વાત જાણતા જ હશો કે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. ઘરના બગીચામાં કેળાનું ઝાડ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. બૃહસ્પતિ ગ્રહનો કારક હોવાને કારણે તેને ઇશાન ખૂણામાં લગાવવું શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેળાંનો ભોગ ચઢાવવામાં આવે છે. જો તમે તેને પોતાના આંગણમાં લગાવો છો તો તેનાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
મની પ્લાન્ટ
આ છોડ ના નામ પરથી જ જાણી શકાય છે કે તેનો સંબંધ ધન સાથે છે. આ છોડને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. મની પ્લાન્ટ અને અગ્નિ દિશામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. કારણ કે તે દિશામાં ગણેશજી વિરાજમાન હોય છે. જો તમે આ છોડને ઘરમાં લગાવો છો તો ધન સંબંધિત બધી જ પરેશાનીઓ દૂર થાય છે.
તુલસીનો છોડ
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મી નું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીનો છોડ પૂર્વ દિશા અથવા ઇશાન ખૂણામાં લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવેલ છે તો તેનાથી બધા પ્રકારના રોગ યુક્ત જીવાણુ ઘરમાં આવતા પહેલા સમાપ્ત થઈ જાય છે. તે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ નો વિકાસ કરે છે. જો તમે તેનું નિયમિત રૂપથી સેવન કરો છો તો ગંભીર બીમારીઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે.
નાળિયેરનું વૃક્ષ
એવું માનવામાં આવે છે કે નાળિયેરનાં વૃક્ષો ભરપૂર સકારાત્મક ઊર્જા રહેલી હોય છે. આ મંગળકારી વૃક્ષને ઘરના આંગણમાં લગાવવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. જો તમે નાળિયેરનાં વૃક્ષો અને ઘરના આંગણમાં લગાવો છો તેનાથી રાહુ અને કેતુ થી ઉત્પન્ન થતી સમસ્યાઓ દૂર થાય છે.