સમજુ વ્યક્તિએ પોતાના જીવનમાં દરેક નિર્ણયો સમજી-વિચારીને લે છે અને પૈસાની સાથો સાથ માન-સન્માન પણ મેળવે છે. હંમેશા પોતાના માન-સન્માનની વાત કરવા વાળા એ બાબતોથી પણ બચીને રહે છે જેનાથી તેમણે કમાયેલું ધન હંમેશા જળવાઈ રહે. નારદ પુરાણ અને ધર્મ શાસ્ત્રોના ઘણા પુસ્તકોમાં અમુક એવા કામો નું વર્ણન કરવામાં આવેલ છે જેમાં મનુષ્ય દ્વારા કરવામાં આવેલ બધા જ પુણ્ય કર્મોનું ફળ એક જ પળમાં સમાપ્ત થઈ જાય છે.
આવું કોઈ પણ વ્યક્તિ સાથે બની શકે છે, પછી અમીર હોય કે ગરીબ હોય. એટલા માટે આપણે ભગવાન દ્વારા બનાવવામાં આવેલી દરેક વસ્તુનું સન્માન કરવું જોઈએ અને ખાસ કરીને વ્યક્તિ જો ત્રણ ચીજોનું અપમાન ઘરે છે તો તેનાથી ઈશ્વરને દુઃખ પહોંચે છે.
ગાયનું અપમાન
આ પ્રકૃતિની સંરચના માં ગાયને ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ દેવતાઓએ પણ ખાસ દરજ્જો આપ્યો છે. પુરાણોમાં ગાયને નંદા, સુનંદા, સુરભી, સુશીલા અને સુમન કહેવામાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ કથા માં સામેલ બધા પાત્રોમાં પણ ગાયનું વિશેષ સ્થાન છે. ગાયને કામધેનુ અને ગૌમાતા માનવામાં આવેલ છે. ગાય દ્વારા જ મનુષ્યને દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્રના રૂપમાં પ્રાપ્ત થાય છે. સૃષ્ટિની રચના પંચભૂતો માંથી થઈ છે અને તે બ્રહ્માંડ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોને મેળવીને બનેલ છે.
આ પંચતત્વોનું પોષણ અને શોધન ગૌવંશ થી પ્રાપ્ત પંચતત્વ થાય છે એટલા માટે ગાયને પંચભૂતોની માં પણ કહેવામાં આવે છે. પુરાણોમાં અને હિન્દુ ધર્મના બધા જ શાસ્ત્રોમાં લખવામાં આવે છે કે ગાયનું અપમાન કરનાર વ્યક્તિ સીધું જ ભગવાનનું અપમાન કરે છે. જેનો પસ્તાવો કરવાનો અવસર પણ મનુષ્યને મળતો નથી.
તુલસીનો છોડ
વિષ્ણુ પુરાણ અને હિન્દુ ધર્મમાં આ વાત જણાવવામાં આવે છે કે તુલસીનું અપમાન કરવું તે ભગવાનનું અપમાન કરવા સમાન છે. તુલસીનું સૌથી મોટું અપમાન છે કે ઘરમાં તુલસીનો છોડ રાખીને તેની પૂજા ન કરવી. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે સ્થાન દૈવીય દ્રષ્ટીથી પૂજનીય સ્થાન હોય છે અને તે ઘરમાં બિમારીનું આગમન નથી થતું. ધાર્મિક કાર્યોમાં પૂછવામાં આવતી તુલસીને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો તેનાથી મોટો ઔષધીય છોડ અન્ય કોઈ નથી.
ગંગાજળ
હિન્દુ ધર્મમાં ગંગાનું અવતરણ સ્વર્ગ થી સીધા પૃથ્વી પર થયેલ છે અને એવું માનવામાં આવે છે કે ગંગા નદીની અંદર ગંગા માતા નિવાસ કરે છે. વિષ્ણુ પુરાણ અને શિવપુરાણમાં એવું બતાવવામાં આવેલ છે કે જે વ્યક્તિ ગંગાનું અપમાન કરે છે તો તેના દ્વારા કરવામાં આવેલ દરેક પુણ્ય કાર્યોનું ફળ તેને નથી મળતું. એટલા માટે પવિત્ર ગંગાજળ નું સન્માન એક માં ની જેમ કરવું જોઈએ. અનેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે.