જીયોમાં પોતાના નામની Caller Tune લગાવો ફ્રી માં, જાણો અહી પુરી પ્રોસેસ

0
4197
views

જો તમે જીઓ નું સીમ વાપરી રહ્યા છો તો તમને અમારો આર્ટીકલ પસંદ આવી શકે છે. આજે અમે તમને જીઓ ફોનમાં તમારા નામની કોલર ટ્યુન કઈ રીતે રાખી શકાય છે. અત્યાર સુધી તમે તમારા ફોનમાં ફક્ત ગીત જ રાખી શકતા હતાં. અત્યાર સુધી તમને કોઈ ફોન કરે તો તેમને ગીત સાંભળવા મળતું હતું. પરંતુ હવે તમને ફોન કરનારને તેને તમારું નામ પણ સાંભળવા મળશે.

આપણે ઘણીવાર કોઈને કોલ કરીએ છીએ ત્યારે તેના નામની કોલર ટ્યુન સાંભળવા મળે છે. દા.ત. આકાશ જી ને કોલ કરવા માટે ધન્યવાદ, કૃપયા લાઈન માં બને રહો. તમને જણાવી દઈએ કે તમે આ સર્વિસ કોઈપણ સીમમાં એક્ટિવ કરી શકો છો. આપણે વાત કરીએ જીઓ ની તો તેમાં આ સર્વિસ ચાલુ કરવી એકદમ આસાન છે. જો તમે તમારા જીઓ નંબર માં કોઈ અનલિમિટેડ પેક ઍક્ટિવ કરાવ્યું છે તો આ સર્વિસ તમને એકદમ ફ્રી માં મળે છે.

પોતાના નામની કોલરટ્યુન કેવી રીતે લગાવવી

તમારા જીઓ ફોનમાં તમારા નામની કોલર ટ્યુન લગાવવા માટે તમારે ફક્ત તમારા જીઓ નંબર પર થી એક મેસેજ કરવાનો રહેશે. તો ચાલો તમને જણાવીએ કે મેસેજ શું કરવાનો રહેશે. સહુ થી પહેલા તમારે તમારા મોબાઈલમાં મેસેજ બોક્ષ ઓપન કરવાનું રહેશે. તેમાં તમારે ALBUM NAME TUNE લખવાનું રહેશે. ત્યારબાદ તે મેસેજ ને તમારા જીઓ સીમ માંથી 56789 નંબર પર મોકલી દો.

જ્યારે તમારો મેસેજ સેન્ડ થઈ જશે તો તેના રિપ્લાયમાં કંપની તરફથી એક SMS આવશે. જેમાં તમારી સામે નામ ની લીસ્ટ આવી જશે. આ લિસ્ટમાં જો તમને તમારું નામ જોવા મળે છે તો તમારા નામ આગળ લખેલ નંબર ને તમારે એ જ નંબર પર ફરી થી સેન્ડ કરવાનો રહેશે. ત્યારબાદ કંપની તરફથી ફરી તમને કન્ફ્ર ર્મેશન મેસેજ આવશે. જેનો રિપ્લાઈ આપવાથી જ તમારા નંબર પર તમારા નામની કોલર ટ્યુન સેટ કરી દેવામાં આવશે.

આ લિસ્ટમાં પહેલા A અક્ષર થી શરૂ થવા વાળા ના નામ આવશે. જે લોકોના નામ A અક્ષર થી શરૂ થાય છે તેને પોતાનું નામ ગોતવાની વધારે મહેનત કરવી નહિ પડે. પરંતુ જો તમારું નામ A અક્ષર થી શરૂ નથી થતું અને કોઈ બીજા અક્ષર પર થી શરૂ થાય છે તો તમારે રિપ્લાઇ માં More લખીને મોકલવાનું રહેશે. More લખીને મોકલવાથી બીજું એક લિસ્ટ તમારી સામે આવી જશે. જો એ લિસ્ટમાં પણ તમારું નામ નથી તો ફરી થી તમારે More લખીને મેસેજ મોકલવાનો રહેશે. આ રીતે દરેક મેસેજ માં નવા નામની લિસ્ટ આવતી રહેશે અને આ રીતે લિસ્ટમાં તમે તમારું નામ આરામથી ગોતી શકો છો.

તો હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારા જીઓ ફોનમાં તમારા નામની કોલર ટ્યુન કઈ રીતે રાખી શકો છો. તમને જણાવી દઈએ કે તમારા કોઈ પણ ફોનમાં તમારા નામની કોલર ટ્યુન રાખી શકો છો. બસ તમારી પાસે જીઓનું સીમ હોવું જરૂરી છે. મોબાઈલ કોઈપણ હોય તમારે 56789 નંબર પર મેસેજ જીઓ સીમ થી કરવાનો રહેશે. તમને એ પણ જણાવી દઈએ કે જીઓ આ સેવા લાઇફ ટાઈમ માટે એકદમ મફત આપે છે જ્યારે બીજી કંપનીઓ આ સેવા માટે તેનો ચાર્જ લગાવે છે. બધી કંપનીઓ આ સેવા નો અલગ અલગ ચાર્જ લે છે. જ્યારે જીઓ તમને અનલિમિટેડ ગીત બદલવાની સુવિધા પણ એકદમ ફ્રી માં આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here